________________
- ૨]
ઘર્મનીતિની કેળવણી [ જાન્યુઆરી વિષય પરત્વે આપણા વિચાર બાંધવામાં, તથા આ મહદ્ કાર્યને પાયે નાં ખવામાં સહાયભૂત થાય એવા એ વિષય સંબંધી ચર્ચા કરનાર એક માસિકની જરૂર ઘણા સૂશ બંધુઓને જણાઈ છે, અને તે જરૂર પૂરી પાડવા માટે તેવું એક સ્વતંત્ર માસિક કાઢવાનું બની ન શકે તેટલા સુધી શ્રી જૈન
કેન્ફરન્સ હેરલ્ડને એક ભાગ તે અર્થે જવા નિશ્ચય થએલ છે, અને તે અનુસાર આ ઉપક્રમ છે.
બીજે ઉદ્દેશ વિદ્યાર્થિઓને તેમજ શિક્ષકોને એ વિષયને અંગે ઉપયોગી થઈ પડે તેવા સાહિત્યને વધારે કરવામાં યથાશક્તિ સહાય આપવાને છે. ભવિ
ની જૈન પ્રજાનું હિત ચહાનાર સરે બંધુઓનું કર્તવ્ય છે કે તેમણે–જેઓ શ્રીમાન હોય તેમણે દ્રવ્યથી તથા જેઓ વિદ્વાન હોય તેઓએ પિતાની કલમથી–આવા પ્રકારના સાહિત્યની વૃદ્ધિ કરવામાં ઉદ્યમવંત થવું. ધર્મશિક્ષકેની કૂપમંડૂકતા દૂર થાય, તેમની જ્ઞાનમયદા વિસ્તાર પામે, તથા તેમના વિચાર ઉદાર બને એ બહુ ઈચ્છવાયેગ્ય છે.
એ ઉદેશે સિદ્ધ કરવા, દેશીય તેમજ વિદેશીય શિક્ષણવેત્તાઓના વિચારોથી અમે શિક્ષકવર્ગને પરિચિત કરતા રહીશું, શિક્ષકને માર્યસૂચક થાય એવા જરૂરી નમૂનાના પાઠ તથા દષ્ટાંતિક દાખલાઓ વગેરે આપીશું, અને અન્ય પ્રકારે પણ કંઈપણ ગચ્છમતવાળાને અપ્રિય ન થાય એવી જ રીતે અમારું કર્તવ્ય યથાશક્તિ કરીશું.
આ ઉદેશ ભાવના સિદ્ધ કરવી એ સાધારણ કામ નથી. તે યથાર્થ પાર પડવી એ પ્રભુકૃપાની વાત છે, પણ તે અર્થે જે થઈ શકે તે સર્વે કરવું એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્ય કરવામાં અમારા તરફથી બનતે પ્રયાસ કરવામાં આવશે, અને એ કામમાં આપણે કેળવાયલા બંધુઓ અમને સહાય થશે એમ આશા છે. “પ્રભુજી મહીર કરીને આજ કાજ અમારાં સારે!”
તથાસ્તુ.