________________
ધર્મ નીતિની કેળવણું.
= 990900
–
“શુદ્ધતા વિચરે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર હે, અમૃતધાર વરસે.”
ઉદ્દેશ. નિઃશેષ દેષ શત્રુને જીતવાથી જેઓ સર્વરૂપણને પ્રાપ્ત થયા છે, સર્વજ્ઞ હાઈ સભૃતાર્થવાદી એટલે વસ્તુગતે વસ્તુ પ્રકાશનાર છે, અને સદભૂતાર્થવાદી હોઈ જેઓ ત્રિભુવનપૂજ્ય છે એવા શ્રી વીર પરમાત્માને સમર્ણ કરી, શ્રી જૈન સમાજના હિતાર્થે આ નવીન ઉપક્રમ કરવામાં આવે છે.
વ્યવહારિક કેળવણીની સાથે ધર્મનીતિની કેળવણી આપવી અત્યંત આવશ્યક છે એમ સઘળા દેશોના વિદ્વાનેને ઘણે ભાગે હાલ મત છે. આપણું ભારતવર્ષમાં પણ જુદા જુદા મતાવલંબીઓએ ધર્મનીતિની કેળવણી આપવાની જરૂરીયાત જોઈ છે અને પિતા પોતાના સંપ્રદાય માટે તેની પેજના કરેલ છે યા કરવામાં ગુંથાએલ છે. આવી યોજનાઓ વિશાળ અને ઉદાર દષ્ટિએ કરવામાં આવે તે રાષ્ટ્રિયભાવનાને બાધક ન થતાં ઉલટી આપણા મહાન પૂર્વજો માટે આપણા હદયમાં બહુમાન ઉત્પન્ન કરી, સર્વે જાતિના આ પણા બંધુજને માટે સમભાવ પ્રકટાવી દેશઉત્કર્ષમાં સહાયકારી નીવડે એમ અમારે મત છે. .
જૈન કેમમાં ધર્મનીતિની કેળવણી માટે સ્થળે સ્થળે પાઠશાળાઓ હાલમાં સ્થપાઈ છે ને નવી સ્થપાતી જોવામાં આવે છે, તથા એવી કેળવણી આપવામાં ઉપચોગી થઈ પડે એવા પુસ્તકે રચવાનો પ્રયાસ પણ અનેક તરફથી થતું જણાય છે, પણ આ સર્વે પ્રવૃત્તિ હજી પ્રગરૂપે છે. વિદ્યાર્થિના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવેલ આ નવીન વિષય પર અત્યાર સુધી વિદ્વવર્ગના વિચારે ચેખા કે નિણિત થયા નથી, એવા સમયે આ મહાન