________________
૨૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી ખેળ તથા બીજું અનાજ ચંદીમાં વપરાય છે. દિવસની ગાયે ચરવા જાય છે ત્યારે રાતના વખતે ગિશાળામાં બાંધવામાં આવે છે. ઘોડાઓની સ્થિતિ પણે ઘણી સારી છે, પણ માંદા જનાવરની માવજત બીલકુલ થતી નથી કારણકે તે કામને અનુભવી કઈ માણસ ત્યાં નથી. ત્રણ ચાર ગાયો તથા બે ત્રણ ઘડા માંદા હતા તેઓને દવા આપી છે. અને બીજી કેટલીક ઉપયોગી દવાઓ ઉતરાવેલ છે, બાકી બીજી દરેક રીતની માવજત જનાવરની ઘણુંજ સારી રીતે થાય છે અને તેથી પાંજરાપોળ ઈન્સ્પેકટરને ઘણોજ સંતોષ થયે છે.
ત્યાંની વિઝીટબુકમાં પાંજરાપોળ ઈન્સ્પેકટરે જનાવરના રોગ જાણનાર એક ડોકટર રોકવાની ગોશાળાના ટ્રસ્ટીઓને ભલામણ કરી છે, જેને માટે હજી વિચાર ચાલે છે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી, મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૨૭-૯-૦૮ ના રોજ ખેડાની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લેકેની જાણને માટે તેમાંની નીચે લ. ખેલી હકીકત પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપોળમાં ફક્ત ૧૫ થી ૨૦ જનાવરો રહે છે, વધારે થાય ત્યારે વડોદરા અથવા અમદાવાદ મેકલાવે છે. પાંજરાપોળ તપાસતી વખતે ૧૫ પાડા, ૪ બળદ અને ૬ બકરાં હતાં. માંદા જનાવરને અમદાવાદ મેકલાવે છે. સાધારણ રોગોમાં મેવાસે અને ખરવાસો માલમ પડે છે. લંગડા જનાવરે પાંજરાપોળમાં રહે છે. બહાર ચરવા લઈ જવાને માટે બીડ ભાડે રાખવાની સગવડ થઈ નહી હોવાથી પાંજરાપોળમાંજ રહે છે. જનાવને ચંદી બીલકુલ આપતા નથી પણ ઘાસ પુરતું ઉત્તમ જાતનું આપવામાં આવતું હેવાથી તેમની શારીરિક સ્થિતિ સારી રહે છે. જે જનાવર હાજર હતાં તે બધાં લંગડાં અને નાની ઉમરનાં હતાં તેથી બીલકુલ બહાર લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં નહીં હોવાથી પાણી પણ પાંજરાપોળમાં કુંવમાં પા. વામાં આવે છે.
માગશર અને પિષ મહિનામાં નાનાં બકરાંઓ ઘણાં આવતાં હોવાથી તે વખતે પાંજરાપોળને ખર્ચ વધી પડે છે. આ પાંજરાપોળને કુસંપના કારણથી ઉપજ ઘણી ઓછી છે. છાણ ડું થાય છે તે મફત આપી દેવામાં આવે છે. દુધની પેદાશ બીલકુલ નથી. મરેલાં જનાવરે ચમારને આપી દેવામાં આવે છે તેની ઉપજ સારી છે