________________
૧૯૦૮]. પાંજરાપળે અને તેની સ્થિતિ,
આ પાંજરાપોળના અંગે એક કબુતરખાનું રાખવામાં આવ્યું છે, જ્યાં દરરોજ ૫૦ થી ૬૦ કબુતરે ચરવાને આવે છે.
વાર્ષિક ખર્ચ આશરે ૧૨૦૦થી ૧૫૦૦ રૂપીઆનું હશે. જે સઘળું વ્યાપારીઓના લાગામાંથી પૂરું પડે છે.
બીજી પાંજરાપોળની માફક આ પાંજરાપોળને વાર્ષિક રીપોર્ટ છપાવી બહાર પાડવો જોઈએ.
પાંજરાપોળ વહીવટદાર મી. મોહનલાલ હેમચંદ વકીલ બહુજ સારી મહેનત લઈ પાંજરાપોળનું કામ સંતોષકારક રીતે ચલાવે છે.
| અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મેતીચંદ કુરછ ઝવેરીએ તા. ૧૦-૯-૦૮ ના રેજ ડાકેરની અફલાતુનની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લેકેની જાણને માટે તે માંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
ડાકોરમાં મી અમૃતલાલ અને પરામ મહેતા ઉદ્દે અફલાતુન નામના . માણસે આજ સાત આઠ વરસ થયાં એક પાંજરાપોળ કાઢેલ છે તેમાં માંદા તથા ઘરડાં જનાવરોને રાખે છે અને તેના નિભાવને માટે એક ફંડ ઉભું કરેલું છે. ડાકર જાત્રાનું સ્થાન હોવાથી હજારે લોકે ત્યાં આવે છે અને તેથી જાત્રાળુઓ તરફથી ફંડમાં સારી રકમ ભરાય છે. પાંજરાપોળ ઈન્સ્પેકટરે આ પાંજરાપોળ તપાસી તે વખતે હેરાની સંખ્યા પાંચ સાતની હતી. જ્યારે રજીષ્ઠર ઉપર ઢોરોની સંખ્યા ૬૦ ની હતી. રજીષ્ટરમાં લખેલાં ઢેરેની બાબતમાં પુછતાં સંતોષકારક ખુલાસે મળ્યું નથી. જે પાંચ સાત ઢેરે હતાં, તે દુબળાં અને દયા આવે તેવી સ્થિતિમાં હતાં. આ પાંજરાપોળને રીપેર્ટ બીજી પાંજરાપોળ માફક દરવરસે છપાવી બહાર પડે જોઈએ. ડાકર સ્ટેશન અને ગામ વચ્ચે સડક છે અને તે સડક પાસે પાંજરાપોળનું મકાન ચણાય છે. માંદા જનાવરની દવાનું તે કાંઈ નામ પણ જણાતું નહોતું.
અમારા પાંજરાપોળ ઈન્સપેકટર મી. મેતીચંદ કુરજી ઝવેરીએ તા. ૧૦-૯-૦૮ ના રોજ ડાકોરની ગિશાળા તપાસી હતી. આ પાંજરાપોળ સં. બંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકેની જાણ માટે તેમાંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
ડાકોરની ગિશાળા શ્રી રણછોડરાયના મંદિરની ખાનગી સંસ્થા છે. તેમાં લગભગ ૫૦૦ થી વધારે ગાયે તથા ૨૦ ઘેડા રહે છે જ્યારે એક હાથી પણ રહે છે. મંદિરમાં ઉપજ સારી અને કુંડ પણ ઘણું હોવાથી જનાવની સ્થિતિ ઘણીજ સારી રહે છે. દુધ મંદિરના ઉપગમાં લેવામાં આવે છે. કપાસીઆ,