________________
૨૬]
જેન કેન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી પાંજરાપોળના કમ્પાઉન્ડમાં બે કબુતરખાના તથા એક જીવાતખાનું છે. કબુતરખાનામાં જાર પુરતી નાંખવામાં આવે છે.
જનાવરેને હમેશાં પાણીવતી દેઈ શરીર સાફ કરવામાં આવે છે. ગં. દકી બીલકુલ નથી. અહિંઆ કડબ બીલકુલ ખવરાવામાં આવતી નથી, અને તેથી કરીને ચેફ કટર રાખેલ નથી.
આ પાંજરાપોળમાં બધી જાતના વેપારીઓ જૈન, વૈષ્ણવ, બીજી જાતના હિંદુઓ, પારશીઓ, મુસલમાને, તથા યુરોપીઅને સારી રીતે મદદ કરે છે. ખર્ચ આશરે દશથી બાર હજારનું હશે. | દર ૫૦ જનાવર ઉપર એક માણસને માવજત કરવાના કામ ઉપર રેકેલ છે. તે ઓછા છે.
પાંજરાપોળના વહીવટ કરનાર મી. જુઠાભાઈ સુંદરજી શ્રાવક વાણિયા છે. તેઓ મુંગા પ્રાણીઓની માવજત કરવામાં અથાગ શ્રમ લે છે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી મેતીચંદ કુરછ ઝવેરીએ તા, ––૦૮ ના રોજ પાદરાની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપેટ ઉપરથી અમે લેકેની જાણને માટે તેમાંની નીચે લખેલી હકીકતે પ્રગટ કરીએ છીએ.
પાદરા ગામ સ્ટેશનથી ૧૦ મિનિટના રસ્તા પર દૂર છે. આ ગામ મેટું અને શ્રાવકેની વસ્તીથી ભરેલું છે. વેપાર પણ ઘણે ખરે શ્રાવકેના હાથમાં છે. પાંજરાપોળ ગામના છેડે છે. જનાવરોની સંખ્યા આશરે ૬૦ થી ૮૦ લગીની રહે છે. જનાવરેને બે વખત ચંદી અપાય છે તથા દિવસના પાંજરાપોળ તાબાની જમીનમાં ચરવા લઈ જવામાં આવે છે. પાંજરાપોળ ઈનસ્પેકટર ગયા તે વખતે જનાવરે ચરવા ગયાં હતાં, પણ ૮-૧૦ બકરાં, ૫-૭ ઘેટાં તથા ૨-૪ વાછરડાં હાજર હતાં. જનાવરની સ્થિતિ એકંદરે ઘણી સારી હતી. પાંજરાપોળનું મકાન સ્વચ્છ હતું. હવા જવા આવવાની સગવડ સારી હતી. એક માણસ જનાવરની માવજત કરવા રાખેલ છે. તે પાંજરાપોળના મકાનમાં રહે છે, અને બીજે માણસ જનાવરેને ચારવા લઈ જવા માટે રેકેલ છે. માંદા ઢેર બીલકુલ રાખવામાં આવતાં નથી. જ્યારે હેર માંદુ થાય, ત્યારે તેમજ જનાવરોની સંખ્યા વધી જાય ત્યારે વડેદરા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. તે પણ કેટલીક વખતે ગામમાં જ્યારે મેવા તથા ખરવા અને માતા વિગેરે ફાટી નીકળે છે. ત્યારે પાંજરાપોળનાં જનાવરોને હેરાનગતી ભેગવવી પડે છે, જેથી તે વખતે શાશા પગલાં લેવાં તે બાબતની કેટલીક ઉપયેગી સૂચનાઓ પાંજરાપોળ ઇનસ્પેકટરે તેઓને આપી છે.