________________
૧૯૦૯]
પાંજરાપોળ અને તેની સ્થિતિ પાંજરાપોળ એ
[ ૨૫ હજારનું વાર્ષિક ખર્ચ છે, અને તે સર્વે ખર્ચ સુરત ઝવેરી મહાજન પુરું પાડે છે.
આ પાંજરાપોળનું ખર્ચ એટલું વધારે છે કે આ ખર્ચમાં આથી દેઢા જનાવરે પણ નભી શકે તેમ છે. - અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મેતીચંદ કુરછ ઝવેરીએ તા. ૭-૯-૧૯૦૮ ના રોજ ભરૂચની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકોની જાણને માટે તેમાંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપોળ શહેરથી જરા દૂર નર્મદા મીલની સામે સ્ટેશનની ન. જીક આવેલ છે. તે પાંજરાપોળમાં બળદ, ગાય, ભેંસ વિગેરે જુદાં જુદાં જનાવરોને રહેવાની જુદી જુદી જગ્યા રાખેલી છે. જનાવરોને ખોરાક ઉત્તમ અને પાય છે. ખેળ પણ વખતો વખત અપાય છે. ચંદી એક વખત અપાય છે, તેમાં વખતે ગુવાર અને વખતે જાર આપવામાં આવે છે. ખેળ અને ચંદી
બેઉ આપવામાં આવતા નથી. ખેળ આપવામાં આવે તે ચંદી નહીં ને ચંદી - આપવામાં આવે તે ખેળ નહી. દરેક જનાવરને ૧ શેર ચંદી અથવા ખેળ
અપાય છે. સુકું ઘાસ પુષ્કળ આપવામાં આવે છે. અને તે બહારગામથી મંગાવે છે. જનાવરોની શારીરિક સંપત્તિ ઘણી જ સારી છે, તે એટલે લગી કે ખાનગી ગૃહસ્થના ઘરનાં જનાવરની બરોબરી કરી શકે.
પાંજરાપોળના મકાનમાં દરેક રીતની સફાઈ જાળવવામાં આવે છે. પાણી પીવાને માટે એક મોટી ટાંકી ભરેલી છે, જેમાંથી પાણી બહારની કુડીમાં આવે છે. ટાંકી તથા કુંઓ દરેક વખતે સાફ થાય છે, જેથી પાણી તદન ચોખું તથા નિર્મળ રહે છે. પીવાને માટે કુવાનું પાણી વપરાય છે.
- દિવસમાં બપોરની વખતે હમેશાં જનાવરને પાંજરાપોળમાં આગલા કમ્પાઉન્ડમાં રાખીને દરેક તબેલાઓ બરાબર સાફ થાય છે. લીદ તથા પેશાબ સાફ કરીને તેપર સુકી માટી પાથરી સાફ રાખે છે. ભીની જગાએ સુકી માટી અથવા કારબલીક પાઉડર છાંટવામાં આવે છે.
પાંજરાપોળની ઈસ્પીતાલની સ્થિતિ સારી નથી. કારણકે ભરૂચમાં કમ ભાગ્યે વેટરીનરી ઈમ્પીતાલ નહાવાને લીધે કઈ વેટરીનરી સરજન ત્યાં નથી, અને તેથી કરીને જનાવરની દવા બીલકુલ થતી નથી. પાંજરાપોળ સતાવાળા એને સુચના કરેલ છે કે વેટેરીનરી સાલુંગી અથવા કમ્પાઉન્ડર રેકીને માંદા જનાવરોની દવા કરવાનું ચાલુ કરે.
બીજી પાંજરાપોળની માફક આ પાંજરાપોળના વાર્ષિક રીપોર્ટ બહાર પડવાની જરૂર છે,