________________
- ૩૨ 1
. ધમ નીતિની કેળવણું.
[ ઑગસ્ટ ધર્મના ગ્રંથમાં સ્તુતિ નિંદા લક્ષણ અર્થવાદરૂ૫ ઘણું વચને હેય છે; આ બાબતેનું સ્વાર્થમાં તત્પર્ય હોતું નથી, પણ મુખ્યાંશનું સમર્થન કે નિરસન કરવામાં તાત્પર્ય હોય છે. આ વાતને ન સમજનારા અને અપૂર્ણ શાસ્ત્રજ્ઞાન ધરાવનારા સ્વધર્મના સ્તાવક અને પરધર્મના નિદક થાય છે. પણ આ વાતને સારી રીતે સમજનારા વિદ્વાન શિક્ષકોને હાથ નીચે કેળવણું આપવામાં આવે તે, ધર્મ કઈ એવી વસ્તુ નથી કે તેથી મતાંધતા અને હઠાગ્રહ ઉત્પન્ન થાય.
છોટાલાલ નરભેરામ ભટ્ટ. ધર્મનીતિનું ખાસ શિક્ષણ આપવાથી કેવળ લાભ જ છે. ધાર્મિક સંસ્કારવાલા મનુવ્યમાં કોઈ કોઈ વાર કેટલીક ખામીઓ હોય છે, પણ તેમના પિતાના સ્વભાવની કે સંગથી ઉપજેલી કે તે શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓને લીધે હોય છે. ખાસ શિક્ષણથી નુકશાન હોય તે સર્વ પ્રકારના શિક્ષણને તે વાત લાગુ પડે તેવી છે. એટલે તેજ કારણથી ધર્મની તિની ખાસ કેળવણી અગ્રાહ્ય છે એમ માનવું એ કેવળ કેટલાક વિદ્વાનને અભિનિવેશ (Prejudice) જ છે. ધર્મનીતિનું ખાસ શિક્ષણ પામેલા મનુષ્યમાં કોઈપણ કારણથી ખામીઓ રહી હોય છે કે નવી દાખલ થયેલી હોય છે, તો પણ તે ખામીઓ હાયપાત્ર હોય છે; પણ ધર્મશિક્ષણ વિનાના માણસની ખામીઓ તે ભયંકર જ હોય છે. ખાસ ધમશિક્ષણ નહિ મળવાથી જ હાલની પ્રજાવિહીન સ્થિતિ આવેલી હતી, અને જેટલે અંશે ધાર્મિક જાગ્રતી થઈ છે તેટલેજ અંશે પ્રજાકીય જાગ્રતી રાષ્ટ્ર સંબંધે પણ થયેલી છે.
હિંદુસ્તાનમાં જ જન્મેલા કોઈ પણ ધર્મનું ખાસ શિક્ષણ તે કદી પણ મતાંધતા પ્રકટાવશે નહિ; પણ અધ્યાત્મ વિકાસને ઉત્તેજન આપી પ્રજા અને રાષ્ટ્રીય ભાવનાઓને મજબૂત બનાવશે. જે મતાંધતા હાલ છે તે લેભાગુ ધર્મશિક્ષણને લીધજ છે. જો કે હિન્દમાં ઉદભવેલા અનેક ધર્મો છે તે પણ તે સર્વમાં પ્રજાવ અને રાષ્ટ્રિય ભાવના ઓત પ્રેત છે. તે ખાસ ધમ શિક્ષણથી જ અનુભવમાં આવશે.
દરેક ધર્મના કથાભાગે એવા છે કે જે તેની અધિકાર પરત્વે પસંદગી કરી સંગ્રહ કરવામાં આવે તો હાલમાં ચાલતા વિજાતીય નિયંત્રણ અને ઉપદેશ કરતાં વધારે ઉત્તમ અને પ્રબળ સંસ્કાર ઉત્પન્ન કરી શકાય. તેમજ તેવા પ્રકારના પુષ્કળ વાંચનથી તે વિવેકબુદ્ધિને એવી તે કેળવી શકાય, કે હાલના નિશાળના પોપટ જુઓ કરતાં વિવેકી અને વ્યવહારકુશળ સનીતિમાન ધાર્મિક મનુષ્ય બની શકશે. વ્યવહારમૂઢ અને પરવશમતિના જે માણસે દુર્ભાગ્યે આપણા દેશમાં જણાય છે, તેવી દશા ખાસ ધાર્મિક કેળવણું મળતાં દૂર થઈ જશે.
ધર્મના ખાસ શિક્ષણ વિના સામાન્ય નીતિનું શિક્ષણ એ કેવળ સિદ્ધાંત રૂપ હોવાથી શુષ્ક અને બાલકને કેવલ અગમ્યજ છે. એવી સામાન્યનીતિના શિક્ષણેજ હાલમાં સંડોવોટરની બાટલી જે વિભ્રાન્ત પઠિતવર્ગ બહુધા ઉપજાવે છે. પ્રજાને નાશ એવી સામાન્ય નીતિના શિક્ષણેજ કર્યો છે.
નગીનદાસ પુરૂષોત્તમદાસ સંધવી.