________________
૧૦૦૮ ]
ધર્મ નીતિની કેળવણી.
[ ૩૧
ધમનું શિક્ષણ” “ખાસ” વિષય લેખાય. જેમ “ખાસ ધંધો શીખવા માટે ખાસ શાળા કે “ખાસ”. યોજનાઓ પાશ્ચાત્ય દેશમાં હોય છે, તેમ “ધર્મના શિક્ષણને માટે ખાસ શાળા કે જનાઓ હોઈ શકે, અથવા ઘર આગળ અપાય; પણ તેને (General Education Scheme) સામાન્ય શિક્ષણની યોજનામાં અવકાશ નથી. રાજ્યના કાયદા-કાનુનો સમાજની સ્થિતિ જાળવવાને અર્થે બહુધા છે એમ સમજાય છે, તેથી તેનું ફરજ્યાત પાલન સ્વિકારવામાં આવે છે; પણ ધર્મ એ મન તથા બુદ્ધિને અત્યંતર વિષય હોવાથી તેના કાયદા-કાનને રૂચિભેદે સર્વત્ર એક સરખી રીતે તે માન્ય થઈ શકયા નથી, તે જગતના પ્રાચીન–અર્વાચીન ઈતિહાસમાં ધર્મ-ભેદ, ધર્મ-વિગ્રહ, ધર્મ-સંહારના વર્ણનેથી સુસિદ્ધ છે; માટે ધર્મ શિક્ષણ ના નાજુક વિષયને તે વડિલેના અનુકરણીય દષ્ટાંત, ગૃહ-શિક્ષણ, અને એ બાબતની જે ખાસ શાળાઓ બહુ મતે સ્થાપવામાં આવે, તો તે ખાસ શાળાઓને માટે રહેવા દે; અને જેમ કેળવણીનો આરંભ બાળકના જન્મ સાથે થાય છે અને તેની સમાપ્તિ તેના અંત સાથે થાય છે, તેમજ ધર્મની કેળવણું તત્વજ્ઞાનનાં પર્યાવસાનમાં જ પૂર્ણ થતી હેવાથી યાજજીવન ચાલે છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી.
(૩) ધાર્મિક શિક્ષણથી કાંઇ અહિત છે ?
' .
- કોઈ વિષયનું ખાસ શિક્ષણ આપવાથી તે વિષય પરત્વે ઉમળકે પેદા ન થવો અથવા અભાવ આવે તે શિક્ષક અને શિક્ષણ પદ્ધતિની ખામી છે. પદ્ધતિની ખામીને માટે તે વિષયના શિક્ષણને દેષ દેવ વાજબી નથી. ધર્મ વિષયક ફરજ્યાત શિક્ષણ આપવાથી ઇચ્છા કે
અનિચ્છાએ પણ જે સંસ્કારે બાળકોના હૃદયપર પડશે, તે તેમની ભાવી. જીંદગીમાં હિતકર થશે. ધર્મ શિક્ષણ આપવાની પદ્ધતિ સારી હશે તથા શિક્ષક શ્રદ્ધાળુ અને ખરા મનથી ધર્મ આચરનાર (વકતા માત્ર નહિ) હશે તો તેથી માયાવીપણું કદી ઉદય પામશે નહિ.
સ્વપરનો ભેદ જેમાં નિરાસ ન કર્યો હોય, “વહુલ કુરજૂ ને જેમાં ઉપદેશ ન હોય-મિત્રી, કરણ, મુદિતા, ઉપેક્ષાનું જેમાં શિક્ષણ નહિં હોય, તે ધર્મના શિક્ષણથી જ હાનિ થવાનો સંભવ છે, અન્યથા નહિ.
નીતિના સામાન્ય તત્વે બધા ધર્મોના એકજ છે, અને બધાજ કેવલ્ય સુખની આરાધના કરનારા હોય છે અને સાધનરૂપ પદાર્થને સાધ્ય માની તષિયક આગ્રહ પકડી બેઠેલ હોય છે. માટે ધર્મ શિક્ષણની પ્રણાલી એવી રીતે રચવી કે જેનાથી દુનિયાના તમામ નહિ તો ઘણાખરા ધર્મોની સાથે બની શકે તેટલી એવાક્યતા સંપાદન કરી શકાય.
રૂચિ વૈચિત્ર્યને લીધે નાના પથે વિચરનારાઓનું અંતિમ દૃષ્ટિબિંદુ એકજ છે –આવા ધર્મ શિક્ષણથી સ્વમતાગ્રહ કે મતાંધતા પ્રગટવાને ભય નથી, અને અધ્યાત્મ માર્ગ પામવામાં
અંતરાય પણ આવવાને નથી; તેમ રાષ્ટ્રીય ભાવનાને નુકશાન પહોંચવાને કે બીજે પ્રકારે હાનિ ( ચવાનો પણ ભય નથી. ચતુરાઈ માત્ર સઘળા ધર્મોના સિદ્ધાંતને સમન્વય શીખવવામાં છે.