________________
૩૦ ]
ધમ નિતિની કેળવણું.
[ જુલાઈ
ધર્મનું શિક્ષણ શક્ય છે ને તે નાનપણથી જ માતાના અંકમાંથી મળવું જોઈએ. એની શરૂઆત નિશાળના કાળની સાથે જ થવી જોઈએ.
| મગનભાઈ ચતુરભાઈ પટેલ, બી, એ, એલ. એલ, બી. ધર્મ: શિક્ષણની શરૂઆત બાળશક્તિઓને વિકાસક્રમ નજર આગળ રાખી ન્હાનપણથી જ કરી શકાય છે.
ડી. એ. તેલ, બી. એ.
જીવાભાઈ અમીચંદ પટેલ. છોકરું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યારથી જ તેને ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કરી શકાય.
નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, ધર્મનું શિક્ષણ આપવામાં અશક્ય કશું છે જ નહીં. બહુજ બાળક અવસ્થાથી પણ તેની તે શરૂઆત થવી જ જોઈએ.
હિમ્મતલાલ ગણેશજી અંજારિયા, એમ. એ. ધર્મનું શિક્ષણ શક્ય છે. જે ઉમરથી વ્યવસ્થિત રીતે શિક્ષણ આપવું શરૂ થાય તે ઉમરથી વ્યવસ્થિત રીતે ધર્મ શિક્ષણ શરૂ કરવું. પક્ષ રીતે તે માબાપ ને ઘરના અન્ય માણસેના આચરણ જન્મથી જ શિક્ષણરૂપજ થાય છે. એ શિક્ષણના બીજ ઘર કેળવણીમાં રોપાવાં જોઈએ ને શાળામાં પરિપુષ્ટ થવાં જોઈએ.
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. શરૂઆતથી સામાન્ય નીતિનું શિક્ષણ વાર્તાઓ ને પ્રત્યક્ષ દાખલાથી શરૂ કરી આગળ ઉપર ધર્મના શિક્ષણની જરૂર છેજ.
છગનલાલ વિદ્યારામ રાવળ દશેક વર્ષની ઉમર પછી ખાસ ધર્મનું શિક્ષણ અપાય અને દરમ્યાન સામાન્ય નીતિનું શિક્ષણ સાતેક વર્ષની ઉમરથી શરૂ થાય તે મેગ્ય ગણાશે.
જયચંદ બહેચર ઝવેરી, ધર્મનું શિક્ષણ આપવું શકય છે, પણ કાંઈક મેટી ઉમરે. તદન બાળક વયમાં તે બાળકના આચરણ પવિત્ર અને નીતિમાન થાય તેવી તેને ટેવ પડાવવી એ ખાસ આવશ્યનું ' છે; માત્ર મુખ ઉપદેશ અને વર્તનનાં દૃષ્ટાંત આપી તેમને નીતિ અને સદાચરણ તરફ દેરવાં જોઈએ.
શિવજી દેવશી, શિશુઓ ધાર્મિક શિક્ષણ માટે કંઈક મહેટી ઉમરના જોઈએ. પિતાને માટે વિચાર કરી શકે તેટલી ઉમર અવશ્ય જોઈએ. આમ જોતાં પ્રાથમિક શાળાઓમાં ધાર્મિક શિક્ષણ શકય ભાતું નથી, દ્વિતીય શાળાઓમાં શક્ય છે, કોલેજોમાં જરૂરનું છે.
કરીમ મહમદ, એમ. એ. ધર્મના લાક્ષણિક અને પારમાર્થિક એવા સનાતન ભેદ સ્વિકૃત હોય તો પણ પારમાર્થિક ધર્મ પૂર્વકર્માવલંબી હોઈ તેનું શિક્ષણ આપી શકાય એમ નથી. માત્ર લાક્ષણિક ધર્મનું અપાય. છતિ, ક્ષમા, દયા, અસ્તેય, શાચ, ઈદ્રિયનિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, આ લાક્ષણિક ધમને અગે છે. આનું શિક્ષણ ગમે તે ઉમરે પણ ગ્રાહકની શકિતના વિચારે આપવું જોઈએ.
ગરજાશંકર કાશીરામ ત્રિવેદી,