________________
-
©છitee
ધર્મ નીતિની કેળવણી.
–– –– “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર હે, અમૃતધારા વરસે
DIT ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા. (૨– ધાર્મિક શિક્ષણ આપવું શકય છે ? કઈ ઉમ્મરે? આપના પ્રશ્નોમાં આ ત્રીજો પ્રશ્ન મહત્વનું છે. જાહેર શાળાઓ માટે આ પ્રશ્ન હજી કઈ છેડવી શક્યું હોય એમ મારા જાણવામાં નથી. પણ જૈન શાળાઓ જેવી વિશેષ ધર્મની સંસ્થાઓ માટે ધર્મ શિક્ષણ આપવું અશક્ય નથી આપણું (જૈન અને વિદિક બન્નેનું) જીવન આરંભથી જ ધર્મમય છે, તેથી છોકરે સમજતો થયું ત્યારથી તે ધર્મ શિખવાને લાયક થાય છે.
છોટાલાલ નરભેરામ ભટ્ટ જ્યારથી સારૂં ખોટું સમજવાની સમજણ (શકિત) આવે ત્યારથી ધર્મ શિક્ષણની શરૂઆત કરી શકાય.
ગણપતરામ રાજારામ ભટ્ટ. ધર્મનું શિક્ષણ આપવું મહને તે શક્ય લાગે છે, એવું શિક્ષણ ન અપાઈ શકાતું હેત તે દુનિયામાં ગુરુ શિષ્યની પરંપરા થાત જ ક્યાંથી.
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. " ઈતિહાસ પરંપરાથી અને હાલ પણ ખાસ ધાર્મિક સંસ્થાઓ ખાસ શિક્ષણાર્થેજ ભારતવર્ષના અનેક ભાગમાં ચાલતી જાણું છે તે પરથી એ શક્ય છે. શિષ્યનું વય સાત વર્ષ પછી એને માટે સદા યોગ્ય જ છે.
રાજારામ રામશંકર શાસ્ત્રી.. શકય છે એટલું જ નહિ પણ તે સર્વ પ્રજામાં અપાયજ છે. ઉત્તમ વય ત્રણ વર્ષની અંદરની છે. એ અવસ્થામાં પડેલા ઉત્તમ સંસ્કારોને ખીલવવાનું કામ પછીના ભાગમાં રહે છે. ત્રણ વર્ષની અંદર શિક્ષણ આપવું માતાપિતાના હાથે રહે છે, અને ત્યાર પછી શાળામાં તે એ સંસ્કારો ખીલવવાનું રહે છે.*
* લેખક મહાશયે પિતાનું નામ જણાવ્યું નથી,