________________
જૈન કારન્સ હેરલ્ડ.
[ ઓગસ્ટ.
માનાધિકારી ઉપદેશક મી. દલીપચંદ્ન મગનલાલના
પ્રવાસ.
એ તા ૫
તા-૧૮-૬-૦૯ ને રાજ મહુડી ગામથી જંત્રાલ ગયા. અત્રેના સધમાં ડી ગયાં હતાં તેથી સંપ ઉપર ભાષણ આપી અને પક્ષાને સારી રીતે સમજાવી એઉ તડમાં સંપ કરાવ્યા હતા. કુસંપને લીધે બન્ધ થએલી જૈનશાળા પણ પાછી ઉઘાડવામા આવેલ છે. તથા તેને માટે સારૂં ક્રૂડ એકઠું કર્યું છે. સુકૃત ભંડાર કુંડની યાજના પણ અમલમાં મૂકવા ઠરાવ કરાવ્યા છે. તા૦-૨૨-૬-૦૯ ને રાજ કમાલવેર ગયા. બંધ પડેલી પાઠશાળા પાછી ખાલાવી છે. તા-૨૪-૬-૦૯ ને રાજ ગુંદરાસણ ગયા. અત્રેના જનામાં ધાર્મિક કેળવણી બહુ ઘેાડી છે. તેનુ મુખ્ય કારણ અત્રે સાધુ વિચરતા નથી તેજ છે. ઘણા શ્રાવકા વૈષ્ણવ ધર્મ પાળે છે. આ ઉપદેશકના પ્રવાસથી ઘણા ગૃહસ્થાએ કહીએ તેાડી નાખી જૈન ધર્મ, પાળવાની બાધા લીધી. તથા દેવદર્શનથી થતા લાભા સમજાવ્યા હતા. અત્રેને કાળી વહુતાશણી આદિ તહેવારાને વખતે જીવહિંસા ધણી કરેછે. તેથી તેઓ સમક્ષ પણ ભાષણ આપી જીવહિંસા હંમેશને માટે બંધ કરાવી છે. દશેરાના દિવસે પણ પાડા નહિ મારવા સર્વે જણાએ દૃઢ પ્રતિના લીધી છે.
૨૨૬]
તા—૨૬-૬-૦૯ —ખરાડ. આ ગામમાં મુનિ મહારાજાનું વિચરવું ખીલકુલ થતું નથી તેથી મરણ પાછળ નાતવરા આદિ હાનિકારક રીવાજો બહુ વધી ગયા છે, તથા કન્યા વિક્રયુના પણ કાઈ વાર દાખલા બનેછે. અત્રેના શ્રી સંધ સમસ્ત સમક્ષ કેળવણીના વિષય ઉપર અસરકારક ભાષણુ આપ્યું હતું. તેની સાથે દુષ્ટ રિવાજો સબંધી પણ વિવેચન કરવામાં આવ્યું હતું. જેથી અત્રે (૧) કન્યા વિક્રય (૨). મૃત્યુ પાછળ નાતવરા નહિ કરવાના (૩) વૃવિવાહ આદિ નહિ કરવાના ઠરાવ કરવામાં આવેલ છે. પરદેશી ભ્રષ્ટ ખાંડ તથા હિંસક વસ્તુઓથી બનતી ચીજો પણ નહિં વાપરવા ઠરાવ થયેલ છે. તે ઉપરાંત બંધ થયેલી જન શાળા પાછી ઉઘાડવામાં: આવીછે.
તા૦–૨૮–૬–૦૯— કરમજ અધ પડેલી જૈનશાળા માટે ફંડ એકઠું કરાવી જૈનશાળા ચલાવવી શરૂ કરેલ છે.
તા૦-૨૨-૬-૦૯ સૂરજ. અત્રે એ તડા પડી ગયેલ છે. તેથી દેરાસરમાં બહુ આશાતના “થાયછે. અત્રે પણ સપ ઉપર ભાષણ આપ્યું' હતુ જેની અસરથી અત્રેના એ તડ઼ા સધાયાંછે તથા સુસંપ કરાવેલ છે. બંધ પડેલી પાઠશાળા પણ ચાલુ થએલ છે.