SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] ન કેન્ફિરન્સ હેરલ્ડ. [ ઑગસ્ટ, ૧ટપટથી સંવત ૧૮૬૪ આસોવદ ૩૦ સૂધીને હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સદરહુ વહીવટ સરળ અને સારી રીતે ચલાવેલો જેવામાં આવે છે. મરહુમ શેઠ ત્રિભુવનદાસ મોતીચંદ સ્વગવાસી થયા પછી જરૂર પ્રસંગે જુનાગઢના રહશ કેટલાએક ગૃહસ્થની સદરહુ વહીવટમાં મદદ લેવામાં આવતી હતી. તેમાંના એક બે ગૃહસ્થોની કાર્ય કુશળતા બરાબર નહીં હોવાથી પૂરેપૂરા અનુભવી માણસ સિવાય નહીં સમજી શકે એવી રીતે કેટલાક નાણાંની ગેરવ્યવસ્થા થઈ હોય તેમ લાગે છે. તે પણ મરહુમ શેઠ ત્રિભુવનદાસ મોતીચંદે સદરહુ વહીવટનું બંધારણ બહુજ ઉત્તમ પ્રકારનું કરેલ હોવાથી તેમજ તેમના વડીલપુત્ર શેઠ વીરચંદભાઈ તેજ બંધારણને મજબતાઈથી વળગી રહી સરળપણે વહીવટ ચલાવતા હોવાથી ખુલ્લી રીતે તેમાં એક પાઈની પણ ગેરવ્યવસ્થા થવા પામી નથી. અને વહીવટ સારી રીતે ચલાવ્યો છે, તે બહુ ખુશી થવા જેવું છે. અમારે ખુશી થવા જેવું એ છે કે શ્રી ગિરનાર પર્વત આપણી માલિકીને તથા કબજા ભેગવટાને હોવા છતાં તથા પૂર્વે થઈ ગયેલા વડવાઓએ તેમજ જૈન રાજાઓએ તે ઉપર મેટાં મોટાં ભવ્ય જીનાલયે તથા કુવા, વાવ, જૈન જાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવેલી છે. અને પહેલી ટુંકને મજબૂત કિલ્લે બાંધી તેમાં દરવાજા મૂક્યા છે. બીજી તથા ત્રીજી ટુંક ઘણી જ ઉંચાણમાં હોવાથી તેને કિલ્લે બાંધેલ નથી. ચાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ટકા ઘણીજ ઉંચાણમાં હોવાથી તેને કિલ્લે બાંધેલ નથી. જેથી, પાંચમી, છઠ્ઠ અને સાતમી નાની નાની દેરીઓ બંધાવી તેમાં પગલાં પધરાવવામાં આવ્યાં છે. તેને ઘણો કાળ વીતી ગયો છે. અને તે અરસામાં ત્યાં ઘણું રાજ્ય થઈ ગયેલાં હોવા છતાં તથા તે બદલના ઘણા શિલાલેખો તથા મજબત પૂરાવાઓ હોવા છતાં જુનાગઢની દરબાર જનીઓની ધમની લાગણી દખાશે તેને વિચાર કર્યા વગર પોતાની મરજી મુજબ જનીઓની વિરૂદ્ધ કામ ચલાવે જાય છે. તેથી ભવિષ્યમાં મોટો બખેડે ઉઠવાનો ભય રહે છે, વિગેરે ફરિયાદે અમારા સાંભળવામાં આવવાથી અમોએ સદરહુ તીર્થને બચાવ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળા સારી રીતે કરી શકશે તેવું ધારી શેઠ વીરચંદભાઈનું તે ઉપર ધ્યાન ખેંચી સદરહુ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સ્વાધીન કરી આપવાની સલાહ આપવાથી અને તેઓએ મોટી ખુશીથી તેમ કરવાનું કબુલ કરવાથી તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળાએ તે રીતે વહીવટને પૂરેપૂરો કબજે લઈ સદરહુ તીર્થોને બચાવ કરવાનું કબૂલ કરી તેમની કમીટીમાંથી રાવબહાદર બાલાભાઈ મંછારામ તથા ઝવેરી વાડીલાલ વખતચંદને જુનાગઢ મેકલી આપવાથી તેમને શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને લગતા પૂરેપૂર વહીવટ તથા તેને લગતી સર્વ જંગમ તેમજ સ્થાવર મીલ્કત શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસ પાસેથી તેમની રાજીખુશીથી સંવત ઉદ૬૫ ને અશાડ શુદી ૪ ને સોમવાર તા. ૨૧ મી જુન ૧૯૦૮ ને દિને સ્વાધીન કરાવી છે. તે માટે શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. અમે આશા રાખીએ છીએ કે જે હેતુથી સદરહુ પેઢીને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સંપાવ્યો છે તે પ્રમાણે પૂરેપૂરી મહેનત લઈ હરેક પ્રકારે સદરહુ તીર્થનું પૂરેપૂરું રક્ષણ કરશે. તે કામ કરવાને ઢીલ થશે તે પાછળથી પૂરેપૂરે પસ્તાવો કરવો પડશે. , આપણી ધાર્મિક સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થો ઉપર જણાવ્યા મુજબ શેઠ વીરચંદ ભાઈ ત્રિભુવનદાસને દાખલે લઈ તે પ્રમાણે પિતાના કબજાની ધાર્મિક સંસ્થાને અથવા
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy