________________
૧૦૦૮ ]
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
[ રર૩
પ્રાંત સેરઠ–શહેર જુનાગઢ મથે શ્રી ગિરનારજી તીર્થશાજનો તથા તેની નીચેની તળેટીને તથા શહેરમાંના શ્રી મહાવીરસ્વામી મહારાજના દેરાસરને વિગેરેનો વહીવટ ચલાવનાર શેઠ દેવચંદ લક્ષ્મીચંદના
નામથી પેઢી ચાલે છે તેના વહીવટને લગતે રીપોર્ટ, સદરહુ ગિરનારજી તીર્થરાજ ઉપર આશાતના થવા માટે તેમજ તેના શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના) વહીવટ સંબંધી તથા ત્યાંના વહીવટકર્તા બીજા ગામવાળાને સદરહુ વહીવટ સોંપતા નથી, તે સંબંધી વખતે વખત અમારી ઉપર ફર્યાદે આવવાથી તેની તપાસ કરવા ઇન્સ્પેકટર અમુલખ નરશીને એક પટાવાળાસાથે શ્રી જુનાગઢ મોકલ્યા. તેણે તપાસ કરી ચેકસ ખબર આપવાથી શ્રી ભાવનગર મધ્યે ભરાયેલી શ્રી છઠ્ઠી મહાન કોન ફરન્સમાં સદરહુ પેઢીના વહીવટકર્તા શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસ આવેલ હોવાથી તેમને બોલાવી સર્વ બાબતનો ખુલાસો માગવામાં આવ્યો. તેમની સાથે બીજા બે ત્રણ ગૃહસ્થ આવેલા, તેમાંથી એક જણે જવાબ આપે કે સદરહુ વહીવટ બીજાને સપો કે નહીં તે અમારી મરજીની વાત છે, વિગેરે રીતથી ઉલટા અને ઉડાવનાર જવાબ આપવાથી અમે તેમને સખ્ત ભાષામાં વખોડી કાઢયા, અને શેઠ વીરચંદભાઈ પાસે ખુલાસે ભાગવાથી તેઓ પણ મારા મતને મળતા થઈ દરેક બાબતને સરળપણે ખુલાસો કરી તીર્થના લાભમાટે અમે જે જે સૂચવીએ તે પ્રમાણે વર્તવા પોતાની મોટી ખુશી જણાવી. તેથી શ્રી ભાવનગર કોન્ફરન્સ પૂરી થતાં ફરીથી ઇન્સ્પેકટરને જુનાગઢ મેકલી સદરહુ વહીવટને હિસાબ તપાસવાની શરૂઆત કરી. તેમાં જેજે ખામીઓ દેખાઈ તેમાં સુધારે કરાવતા આવ્યા. તેમ કરતાં લગભગ છે મહીના નીકળી ગયા, તેમાં શેઠ વીરચંદભાઈ તરફના બીજા એક બે ગૃહસ્થો સદરહુ વહીવટમાં મદદ કરતા હતા. તે વખતે વખતે તેમાં અડચણો નાખી ઇન્સ્પેકટરને ત્યાંથી કાઢી મૂકવાની ' તજવીજ કરતા હતા. અમોએ સદરહુ વહીવટને લગતી સર્વે જંગમ તથા સ્થાવર મિલ્કત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંપી દેવાની ભલામણ કરવાથી તે લોકો શેઠ વીરચંદભાઈને આડું અવળું સમજાવી તેમનું મન ફેરવી નાખતા હતા. પણ અમાએ મજબુત હાથે કામ લઈ શેઠ વીરચંદભાઈનું ધ્યાન તે ઉપર ખેંચવાથી તે લોકો ફાવી શકતા નહીં હતા. પણ તે લેકે આડકતરી રીતે વખતો વખત વચમાં અડચણ કરતા હોવાથી અને તે શેઠ વીરચંદના સમજવામાં પૂરેપૂરી આવવાથી તે લેકોને સદરહુ પિઢી ઉપરનું કામ કરવાની મનાઈ કરવાથી તપાસણીનું કામ સહેલાઈથી આગળ ચલાવવાનું તથા મીલકત તપાસી લઈ ગ્ય બંદેબસ્ત કરવાનું બની આવ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળાને તેઓએ એક બે વખત લાવી પાછા કાઢેલ હોવાથી કંટાળી જઈ સદરહુ વહીવટને પૂરેપૂરે કબજે લેવાની તેઓ ના પાડતા પણ ગિરનારજી તીર્થ ઉપર જુનાગઢ રાજ્ય તરફથી બહુ જબરજસ્તી તેમજ આશાતના થતી હેવાથી તે ઉપર શેઠ સાહેબ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઇનું ધ્યાન ખેંચી સદરહુ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને પૂરેપૂરે વહીવટ કબજે લઈ તે તીર્થનું રક્ષણ કરવાનું મંજુર કરાવી નીચે જણુવ્યા મુજબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપાવી દીઘો છે. તે કામમાં આ ખાતાને લગભગ એક વરસ સુધી મહેનત કરવી પડી હતી.
સદરહુ પેઢીના વહીવટ કર્તા શેઠ વિરચંદભાઈ ત્રિભુવનદાસના હસ્તકને સંવત