________________
૧૯૦૯]
મ૦ નારણજી અમરશીને ત્રિમાસિક રીપિટ.
[ ૨૧૭
આપણે ઉપજાવી શકીએ છીએ. આથી લખાવવા કરતાં છપાવવામાં વિશેષ જ્ઞાનાવરણ કમનો નાશ કરી શકીએ છીએ એ સહેલાઈથી સમજી શકાય તેમ છે.
મૂળ પુસ્તકો છપાવવાં કે ભાષાંતરે છપાવવાં એ વિશેષ જન કલ્યાણકારી છે ? આ સવાલનું નિરાકરણ કરતાં પહેલાં મૂળ અને ભાષાંતરમાં રહેલો તફાવત વિચારવો પડશે.
મૂળની જે ખૂબીઓ–અર્થગોરવ, અલંકાર, વર્ણલાલિત્ય, પ્રતિભા, રસ વિગેરે હોય છે તે ભાષાંતરમાં સાચવી શકાતી નથી. આ મુખ્ય તફાવત ઉપરથી સમજશે કે મૂળ વિશેષ કલ્યાણકારી છે. પરંતુ તે મૂળમાંથી સમજી શકે, સાર કાઢી શકે તેવાને. ભાષાંતર હાલની પ્રચલિત ભાષામાં થયું હોય તો તે મૂળની ભાષાની ગંધ સરખી પણ જેને ન હોય તેને તો મૂળ કરતાં પણ વિશેષ કલ્યાણકારી નિવડશે એ ચેકસ છે, છતાં એકલાં ભાષાંતરે થઈ વધી પડશે. તે મૂળ કયાં છે, મૂળની ખૂબીઓ શું છે? તે સમજવાનો પ્રયત્ન કદી પણ થશે નહિ, વંળી મૂળ હશે તે ભાષાંતર બની શકશે પરંતુ ભાષાંતરમાંથી કદી પણ મૂળ બની શકવાનું નથી. માટે મૂળ અર્થપ્રકાશિની ટીકા–જેટલી જેટલી ટીકા પ્રાપ્ત થાય તેટલી સંયુકત કરી છપાવવામાં આવશે તે બહુજ લાભ થશે, અને મૂળ સર્વ ટીકા સમેત અને તેની સાથે તે સર્વનું ભાષાંતર છપાવાય તે તેના જેવું એકેય નથી–સર્વોત્તમ છે.
માતાધિકારી ઉપદેશક મી નારણુજી અમરશીના
ત્રિમાસિક રિપોર્ટ.
તા. ૨૩-૩-૦૮ના રોજથી માનાધિકારી ઉપદેશકનું પ્રમાણપત્ર મ. નારણુજી અમરશીને મળ્યા પછી તેમણે કોન્ફરન્સ હેરલ્ડ માટે કેટલાએક લેખો લખ્યા છે. ઉપદેશક મને ત્રિભુવનદાસ જાદવજીના કેટલાક ભાષણથી વઢવાણુના સંધને ઉપજેલે અસંતોષ દૂર કરવામાં તેમણે મદદ કરી હતી. પાંજરાપોળ ઇન્સ્પેકટર મીટ મેતીચંદ કુરજી ઝવેરીએ વઢવાણની પાંજરાપોળ તપાસી જે રીપેર્ટ મોકલેલ તેમાં તે પાંજરાપોળના હિસાબ બતાવવા આદિ કેટલીક સૂચનાઓથી વઢવાણુ મહાજનના હેજ દુખાએલા મનને સમજાવી સંતોષ ઉપજાવવામાં તેમણે શ્રમ લીધા હતાં. ડાકોરની અફલાતુનની પાંજરાપોળ સંબંધી આપણું પાંજરાપોળ ઈસ્પેકટરના રીપોર્ટ ઉપરથી મજકુર પાંજરાપોળના વહીવટ કર્તાએ કેટલાક અયોગ્ય ચોપાની છપાવ્યાં હતાં. તે ઉપરથી આ પાંજરાપોળ સંબંધી વધારે મજબુત તપાસ મીત્ર નારણજી અમરશીએ કરી હતી. તે તપાસને સવિસ્તર રીપેર્ટ કોન્ફરન્સ ઓફીસમાં તેઓએ મોકલાવેલ છે. મી. નારણજીને તે પાંજરાપોળ વિષે એવો મત બંધાય છે કે “અફલાતુનની, પાંજરાપિળ માટે મકાન નથી. ઢેરાની માવજત પૂરતી દેખાતી નથી; અને તેમને પોકાર સત્ય લાગત નથી જેથી પાંજરાપોળ ઇન્સ્પેકટર મીઝવેરીને રીપોર્ટ સત્ય લાગે છે. અને તેમાં જણાવેલ હકીકત રદ કરવાને કારણે જણાઈ આવ્યાં નથી.”