________________
૨૧૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદના કાઠીયાવાડના પ્રવાસ દરમિયાન મી. નારણજીએ તેમને ઘણી વખતે સહાય કરી સલાહ આપેલી છે. કેટલીક પાંજરાપોળની તપાસ વખતે તેમને બંનેને સાથે પ્રવાસ થવાથી પાંજરાપોળ ઈન્સ્પેકટરના કામકાજને સારે અનુભવ થયું હતું, અને તે અનુભવથી મીનારણજી પિતાને સંતોષ જાહેર કરે છે.
સુઈગામ પ્રાંતિક કોન્ફરન્સને મીનારણજીએ કેટલીક સલાહ આપી હતી. વઢવાણ કેમ્પમાં તેમના પ્રયાસથી શ્રી સંઘે ધાર્મિક દ્રવ્યની વ્યવસ્થા કરવા માટે એક કમીટી નીમી છે. તેમજ ત્યાંના મજુર વર્ગ સમક્ષ પણ ભાષણ આપી જીવદયાનો કેટલોક પ્રચાર કરાવ્યો હતો, અને શીઆણી તથા ચુડા ગામે જઈ ભાણે આપી કોન્ફરન્સના હેતુઓ સમજાવ્યા હતા.
- માંડળ, પાટડી, લીંબડી ને પાચોરાની પાઠશાળાઓ તપાસી તેના શિક્ષકોને યોગ્ય સલાહ તેમણે આપી હતી તથા ઉપરીઆળા ને ચાળીશગામમાં પણ યથાયોગ્ય ઉપદેશ કર્યો હતો.
શ્રી ભેણું તીર્થમાં શ્રી મલ્લિનાથજી મહારાજની વર્ષગાંઠ વખતે ત્રણ ભાષણ આપી કોન્ફરન્સ બંધારણ, હેરલ્ડનું ઉપયોગીપણું, મંદિરોદ્ધાર આદિ વિષયો ઉપર સારૂં વિવેચન કર્યું હતું. રામપુરા, માંડળ, વિરમગામ, પાટડીમાં પણ ઉપદેશ કર્યો હતો. અને બધી જગ્યાએ સારી અસર થઈ હતી. પૂના કોન્ફરન્સ વખતે કેળવણીના વિષય ઉપર ભાષણ આપ્યું હતું, નાશિકની પાંજરાપોળને ઊંચા પાયા ઉપર મુકવાને કેટલીક સૂચના તેઓએ કરી હતી.
ધુળી આમાં સુકૃતભંડાર ઉપર ભાષણ આપ્યું હતું. તેમજ ત્યાંના અનાથાશ્રમ પાંજરાપિળ અને પ્રાણી સંરક્ષણનાં ખાતાં જોઈ તેઓ બહુ સંતેષ પામ્યા હતા. તેમજ ચાલીસગામ અને પારામાં ત્રણ ભાષણો આપી કેન્ફરન્સના ઉદેશ સમજાવી સુત ભંડારની યોજના અમલમાં મુકવા આગ્રહ કર્યો હતો. તથા બીજા ઘણા વિષ ઉપર વિવેચન કર્યું હતું. ત્યાંથી સુરત થઈ ડાકેર ગયા, જે વિષેને એક જુદે રીપોર્ટ તેઓએ કરેલ છે. સર્વ કરતાં મુશ્કેલ અને જોખમદાર કામગીરી કરની હતી.
વળી મીનારણજી જણાવે છે કે દક્ષિણમાં મુનિમહારાજાઓ અને ઉપદેશકની ઘણી જરૂર છે ત્યાં ઉપદેશકના ફરવાથી ઘણું સારું પરિણામ નીપજાવી શકાય તેમ છે. તેમના તરફથી આ ત્રણ માસ દરમ્યાન એકંદરે ૪૦ પત્રો લખાયા છે. તેમણે ૧૮૦ માઇલની મુસાફરી પગ રસ્તે અને ૧૨૨૦ મેલની મુસાફરી રેલવે રસ્તે મળી ૧૪૪૦ માઈલની મુસાફરી કરી છે.
આવા સ્તુતિપાત્ર પ્રયાસ માટે અમે મીનારણજીને ધન્યવાદ આપીએ છીએ.