________________
૨૧૬ ]
જન કેન્ફરન્સ હરલ્ડ.
[ ઓગસ્ટ.
હવે પછી લાગ્યા કરે, તેને તોડવાને સંવર તત્વનું નિરૂપણ કર્યું. પણ જે કર્મ જ્ઞાનાવરણી આદિ લાગેલાં હોય છે—સત્તામાં હોય છે તેને કેમ દૂર કરવાં? તે તે કમેની નિર્જરા કરવાથી થાય છે. કર્મની નિર્જરા શુદ્ધ વૃત્તિથી થાય છે.
શુભ વૃત્તિ કેમ થાય છે ? બાર પ્રકારના તપથી. આ બાર પ્રકારના તપમાં બાહ્ય તપના છ પ્રકાર છે અને અંતરંગ તપના છ પ્રકાર છે. અંતરંગ તપના છે પ્રકારમાં એક પ્રકાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના ચાર પ્રકાર છે ૧ વાચના ૨ પૃચ્છના ૩ પરાવર્તના 8 અનુપ્રેક્ષા.
સ્વાધ્યાય (પ્રાકૃતમાં સજઝાય) સુ+અધ્યાય એટલે સુશોભન, સારું અને અધ્યાયઅધ્યયન, અભ્યાસ (Study)=સારૂં અધ્યયન. આ સારૂં અધ્યયન એ એક આત્યંતર તપ છે અને તે તપથી કર્મની નિર્જરા થાય છે. હવે કયે પ્રકારે થાય. તે કહે કે પાંચ પ્રકારે. તે પાંચ પ્રકારની સમજ નીચે પ્રમાણે છે.
વાચના–તેનું નામ પઠન છે, પઠન એટલે અપૂર્વ શ્રતગ્રહણ, શાસ્ત્રોનું વાંચવું. પૃચ્છના–(પ્રચ્છન, પૃચ્છા) પૂછવું એટલે ગ્રંથના અર્થ તથા પાઠને પ્રશ્નપૂર્વક જાણવા. પરાવર્તન—(Recollection, Recapitulation) શીખેલું સંભારવું. આને આસ્રાય
એટલે ઘેપ વિશુદ્ધ (શુદ્ધ પાઠવી પદક પૂર્વક) પરાવર્તન કહે છે. અનપેક્ષા–(અર્થ ચિંતન) Pondering over the meaning ગ્રંથના અર્થે
ઉપર મનને અભ્યાસ-મનનું ચિંતવન–એકાગમનથી વિચાર કરે. . છે આ ઉપરનાં ચારમાં વાંચન, મનન (Reflection, Thinking) અને નિદિ ધ્યાસને સમાવેશ થયો. હવે શ્રવણને સમાવેશ કરવા પાંચમે સ્વાધ્યાય કહે છે, જે કે પૃચ્છામાં શ્રવણને અલ્પાંશે સમાવેશ થાય છે. ઘર્મોપદેશ–અર્થોપદેશ, વ્યાખ્યાન, અનુયોગવર્ણન, ધર્મકથા ) એટલે ધર્મના વ્યાખ્યાનનું શ્રવણ કરવું.
ઉપરના સ્વાધ્યાયના પહેલા ચાર પ્રકારમાં ગ્રંથ, આગમ, શ્રુતનાજ સંબંધે છે. તે વાંચવા, તેમાંથી ન સમજાતું પૂછવુંતેમાંથી શીખેલું સંભારવું, અને તેના અર્થનું ચિંતવન કરવું. તે ગ્રંથે વગર થઈ શકે તેમ નથી જ એ સ્વાભાવિક છે. ગ્રંથ હેય તોજ સ્વાધ્યાય થઈ શકે, સ્વાધ્યાય થઈ શકે તે આત્યંતર તપ થઈ શકે, આત્યંતર તપ થાય તે ચિત્તની શુદ્ધ વૃત્તિ થાય, ચિત્તની શુદ્ધ વૃત્તિ થાય તે કર્મનિર્જર. ( જ્ઞાનાવરણીય કર્મની ) થાય, જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય તે અનંત જ્ઞાન કે જે સિદ્ધને એક ગુણ છે તે પ્રાપ્ત થાય.
આ ઉપરથી સમજાશે કે ગ્રંથ પ્રકાશ કરનાર બીજાને સ્વાધ્યાયનો લાભ આપનાર હોવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરે છે તેથી મથાળે ટાંકેલી લોકની અર્થકતા છે.
. ઉકત લેકમાં લખાવે છે, એ શબ્દનો પ્રબંધ કર્યો છે તેનું કારણ એ છે કે મુદ્રણકલા તે લોકના સમયમાં વિદ્યમાન ન હતી. એક પુસ્તક હસ્તથી લખાવવામાં જેટલા સમય, વીર્ય અને ધનનો વ્યય કરવામાં આવે છે તેટલા સમય, વીર્ય અને ધનને થય મુશંકિત કરાવવામાં ( છપાવવામાં ) કરવામાં આવે તે એક પુસ્તકને બદલે અનેક પુસ્તકો અને એક પુસ્તકથી છેડા સ્વાધ્યાય કરી શકનારને બદલે અનેક પુસ્તકોથી ઘણું સ્વાધ્યાય કરી શકનાર