SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ દ૯૦૮ ] વતમાન સાહિત્ય સમૃદ્ધિ અને ધર્મલાભ. [ ૨૧૫ વર્તમાન સાહિત્ય સમૃદ્ધિ અને ધર્મલાભ. (રા, રા, મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ.) न ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् नैवान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्त्यागमपुस्तकानि ॥ જે આગમ પુસ્તક લખાવે છે, તે પુરૂષ દુર્ગતિ–નઠારી ગતિ પામતા નથી, મૂંગા થતા નથી, તેમનામાં જડતા, વિવેકશન્યતા આવતી નથી, અંધ થતા નથી અને બુદ્ધિ હીન થતા નથી. જૈન પ્રાચીન સાહિત્યના સૂર્યનું ઉદય પ્રભાત થયું છે. આપણું પરમ મહાન ઋષિઓનાં વચનામૃતનું પાન જનસમાજને કરાવી અમૃત આત્માનું ભાન કરાવવા અનેક પ્રયાસો અનેક જન કે સંસ્થા તરફથી થાય છે. અનાદિકાલથી અંધકારમાં લુપ્ત રહેલ આત્મ-જ્ઞાન સૂર્યના પ્રકાશની ઝાંખી જોઈ કોના હૃદયને શાંતિ અને આનંદ નહિ થાય? ઈસ્વીસન ૧૮૦૮ ના વર્ષમાં કયાં કયાં પુસ્તકો જેનોમાં થયાં છે અને જૈન સાહિત્ય સંબંધે કે અને કેટલે પ્રયાસ થયો છે તેનું અવલોકન કોઈ વિદ્વાન કરશે, તે વિશેષ અજવાળું સાહિત્ય સંબધી પડી શકશે. આપણા ગ્રંથમાં કેટલાક આપણી પવિત્ર માગધી ગિરામાં છે, કેટલાક સંસ્કૃતમાં છે, અને કેટલાક બનેથી મિશ્રિત છે. આવા મૂળ ગ્રંથ સમજાવવા માટે આપણું આચાર્યોએ સંસ્કૃત ટીકા, અવચૂરિ, ભાણ વગેરે કરવા માટે અતુલ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કેટલા મહાભારત અંશમાં છે તે હાલમાં પ્રસિદ્ધ થતા પુસ્તકની અપૂર્ણ યાદીઓ પરથી પણ ઘણે અશે જાણી શકાય તેમ છે. આ સર્વ પ્રથેના પ્રકાશનથી જ્ઞાનાવરણીય કર્મો પ્રકાશ કરનારનાં અને તેનો લાભ લેનાર બંનેને દૂર થાય છે. આપણું પરમ તાત્વિક શાસ્ત્રોમાં કર્મને અગાધ વિષય જે ઉંડી અને પરમગૂઢ દૃષ્ટિથી સમજાવવામાં આવ્યો છે તે કોઈ પણ અન્ય ધર્મના શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યો નથી. ઉપર કહ્યાં તેવા કર્મો કઈ રીતે દુર થાય છે તે આપણું શાસ્ત્રોમાંથી સમજવા માટે પ્રયત્ન કરીએ. જે રસ્તેથી કર્મો આવે છે જેવાં કે ચાર કષાય, વિષય, શુભ કે અશુભ, ત્રિવિધયોગ વિગેરે તેને કર્મનાં દ્વાર કહે છે, અને તેને આશ્રવ તત્વમાં સમજાવેલું છે. જીવની વૃત્તિ ત્રણ પ્રકારની છે, શુભ, અશુભ અને શુદ્ધ. શુભ વૃત્તિથી સારાં અને અશુભ વૃત્તિથી માઠાં કર્મ બંધાય છે, તે આશ્રવ કહેવાય. તે આશ્રવ તોડવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે અને તે પુરૂષાર્થ સંવર તત્વમાં નિરૂપણ કરેલ છે. સંવર તત્વમાં ચાર કષાયનો ત્યાગ તેના વિરોધીથી કરવાનો છે, જેમ કોઈ ક્ષમાથી, માન નમ્રતાથી, વગેરે. આથી જે કમ
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy