________________
૨૧૪ ]
જૈિન કોનફરન્સ હેરડ.
[ આગસ્ટ.
જમણવાર, નાતવર, સ્વામીવત્સલ, નવકારશી વગેરે પ્રસંગે જમવા આવનારાઓ એટલા બધા અધીરા બની જાય છે કે ખાવાની ચીજોની લૂંટાલૂંટ કરી મેલે છે, પીરસનારાઓની સંખ્યા કમી હોવાને લીધે ભાડુતી પીરસનારા ઉપર યોગ્ય કાબુ ન રાખવાથી તથા જમવા બેસનારાઓ એકી વખતે પંકિતવાર નહિ બેસતા હોવાથી કોઇ પણ રીતની વ્યવસ્થા જાળવી શકાતી નથી. શાન્તિથી થવું જોઈતું:કાર્ય યંગ્ય રીતે થઈ શકતું નથી. એટલી બધી ધમાધમ થાય છે, કોલાહલ એટલે બધો વધી પડે છે કે શાન્ત મનુષ્ય જમવાનું તો એક બાજુ એ રહ્યું પરંતુ ત્યાં ઉભેએ રહી શકતું નથી. અન્ય ઘણી કોમોમાં આપણું માફક જમણવાર થાય છે પરંતુ તે આવા સ્વરૂપ ધારણ કરતી નથી. આપણું કેમ જ એક અપવાદ રૂ૫ છે. અને આપણું આવા વર્તનથી આપણે આચાર રહિત છીએ એવો આક્ષેપ આપણું ઉપર મુકવામાં આવે છે. વળી આપણુ રીવાજથી ઘણેજ બગાડ થાય છે. જીપ દયાને હેતુ જળવિી શકાતું નથી.
આવી સામાન્ય બાબતમાં સુધારો કરવાનું કામ ઉત્સાહી પુરૂષનું છે. તેઓ મન ઉપર લે તે અગ્રેસરેની અનુમતિથી જમણવારની વ્યવસ્થા સહેલાઈથી કરી શકે.
લેખની શરૂઆતમાં જણાવેલા રીવાજે પિકીને છેલ્લો રીવાજ અર્વાચીન સમયને જ આભારી છે. પાશ્ચાત્ય વિચારેના સાથે સાથે પાશ્ચાત્ય રીત રીવાજોએ પણ આપણું ઉપર દસ્ય યા અદસ્ય રીતે ઘણી જ અસર કરી છે. પ્રાચીન સમયમાં કમાણીના સાધનો બળવાન હતાં. દેશ તવંગર હતું અને આપણે સાદી જીંદગી ગુજારતા હતા તે સમય હરઘડી સાંભરી આવે છે. આધુનિક સમયમાં લક્ષ્મીનો પ્રવાહ પૂવામાંથી પશ્ચિમ દિશા તરફ વહેતો થતાં દેશમાં દારિદ્ર વધતું ગયું. જો કે રાજ્યનીતિમાં નિપુણઆંકડા શાસ્ત્રીઓ લોકોની આંતર સ્થિતિ તપાસ્યા વગર, અન્ય કારણોની ઉપેક્ષા કરીને આંકડાની ગણત્રીથી દેશને તવંગર
તે જણાવે છે પરંતુ આપણે અનુભવ તદન જુદે જ જણાય છે. મેંઘવારીના ભાવ દુકાળના ભાવ કરતાં પણ વધી ગયા છે. લોકો નિરૂધમી થઈ ગયા છે. કમાણીના સાધન આ હરીફાઈના જમાનામાં ઘણાજ નબળા પડી ગયા છે અને ખર્ચ વધતો જાય છે. પહેલાં મેજ શોખની ચીજ ગણતી હતી તે હવે જીંદગીની જરૂરીયાતની ચીજોની ગણનામાં દાખલ થઈ છે અને તેની વગર ચાલી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી છે. આટલાથી જ અટકયું નથી પરંતુ દેખાદેખીથી પિતાની સ્થિતિને વિચાર કર્યા સિવાય ભવિષ્યની દરકાર નહિ કરતાં ટાપટીપજ-બહારના દેખાવ તરફ એટલું બધું લક્ષ્ય અપાય છે (તિરકી તો રામજી જાણે) કે આ સ્વદેશી ચળવળના સમયમાં પણ આપણે આપણી યેગ્ય ફરજે સમજતા થયા નથી. ફેશનનું જોર એટલું બધું જામ્યું છે કે કપડાંની કીમત કરતાં ચાર ચાર ગણી શીલાઈ ખર્ચવામાં આવે છે. સ્ત્રીઓ પણ ફેશનની સત્તાને શરણ થઈ છે. શરણ થવામાં તેમને સહાય કરીએ છીએ, અનુમતિ આપીએ છીએ.
(અપૂણ)