________________
૧૯૦૯]
હાનિકારક રીત રીવાજો.
[૨૧૩
- આ સઘળા રીવાજે અજ્ઞાનતા મૂલક, વહેમી ભેજાને આભારી છે. મુસલમાન ધર્મને કોઈ મનુષ્ય ભાગ્યેજ હિંદુ ધર્મોના પર્વો પાળતે અગર હિંદુ દેવાની માનતા કરતો જોવામાં આવે છે. આધ્યાત્મિક સુખને અથી દરેક શ્રદ્ધાવાન મનુષ્ય પોતપોતાના ધર્મને દ્રઢતાથી વળગી રહે છે. આત્માને મલિન કરનારા, સંસારની વૃદ્ધિ કરનારા આ સઘળા રીવાજોને મુમુક્ષજનેએ દૂર કરવાની જરૂર છે.
ધાર્મિક કેળવણુની-તવિષયક ઉપદેશની ખાસ જરૂર છે. ધમનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવશે તેમજ સ્વધર્મમાં દ્રઢ રહી શકાશે. સવે ક્રિયા જૈન ધર્મને અનુસાર થવી જોઈએ. લગ્નવિધિ પણ જૈન શાસ્ત્ર સંમત હેવી જોઈએ-જન લગ્ન વિધિનું પુસ્તક બહાર પડેલ છે. તદનુસાર બ્રાહ્મણે લગ્ન કરાવવા તૈયાર ન હોય તે ભેજકવર્ગ–વાચકવર્ગ જે આપણું ઉપર આધાર રાખે છે, તેઓને આ વિધિને અભ્યાસ કરવા લલચાવી તેઓના હાથે કામ લેવું યોગ્ય જણાય છે–આ પ્રમાણે આપણું આચરણ જૈન નામ ધારકને છાજે તે મુજબનું હોવું જોઈએ. જે માટે નૈતિક હિમ્મત ( Moral courage ) સિવાય બીજાં કશાની જરૂર નથી.
આ રીવાજની હસ્તિ માટે શ્રીમાનેજ જ જવાબદાર છે. લગ્ન જેવાં માંગલિક-ધાર્મિક
, પ્રસંગે અનીતિ પિષક, વ્યભિચારની શાળાની શિક્ષાગુરૂ (Head લગ્નપ્રસંગે ગણિકા mistress) નખરાંબાજ વેશ્યાને નાચ કરવા માટે બોલાવી સભ્ય ને નાચ તથા સંગ્રહસ્થની સમક્ષ ગણિકાને નાચ કરાવવામાં આવે તે લગ્નના આતશબાજી, ખરા સ્વરૂપને ઉતારી પાડવા જેવું છે. આવા નીતિવિરૂદ્ધ કાર્યમાં
દ્રવ્યને વ્યય નિરર્થક કરવામાં આવે છે એમ કહેવું એ જરા પણ ખોટું નથી. લગ્ન પ્રસંગે હાજર થયેલા બાળ તથા યુવાવર્ગના વિચારે ઉપર આવા વેશ્યાના નાચથી ઘણીજ માઠી અસર થાય છે. તેના વિના આપણે ખુશીથી ચલાવી શકીએ. વેશ્યાને નાચ નહિ કરાવવાથી શ્રીમંતોની પ્રતિષ્ઠાને જરા પણ હાનિ પહેચતી નથી. તેઓ તરફથી કવચિત કહેવામાં આવે છે કે મોટા મોટા પુરૂષ-યુપીયને વગેરે સાથે સંબંધ જાળવી રાખવા તેઓને આમંત્રણ કરવામાં આવે તે પ્રસંગે તેઓને ખુશ કરવા માટે ગણિકાને નાચ કરાવવો પડે છે. આના જવાબમાં એટલુંજ કહેવાનું કે તેઓને ખુશી કરવાના રસ્તા અનેક છે તથા વેશ્યાની નાચ વિરૂદ્ધ તેઓ પણ હવે ફરીયાદ કરે છે.
વળી લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવામાં આવે છે. આતસબાજી છોડવામાં આવે છે તે રીવાજ જીવદયા પ્રતિપાળ જેને માન્ય હોવો જોઈએ નહિ. માત્ર પૈસાને ધુમાડો કરવામાં આવે છે, અને વળી અનેક છે આથી નાશ થાય છે. પૈસા ઉછળી રહ્યા હોય તે તેને સદ્દઉપયોગ કરવાને માટે અનેક રસ્તાઓ જેલા છે. આવા કાર્યમાં પૈસા ખરચવાથી દેશની નિર્ધનતા વધારવામાં આપણે કારણભૂત થઈએ છીએ. આ સંબંધમાં જ્ઞાતિના અગ્રેસર રીવાજ વિરૂદ્ધ ઠરાવ કરે તો તેમાં જરાપણ મુશ્કેલી નડવા સભવ નથી.