________________
२०६
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઓગસ્ટ
કરવા માંડ્યો છે, અને તેઓને સ્તુત્ય ઉધમ માટે ધન્યવાદ ઘટે છે, પરંતુ જે પ્રમાણે મુંબઈમાં આ હીલચાલ જોશભેર ચાલી છે તેવી જ રીતે જેન વસ્તીવાળા બીજા ગામમાં ચાલતી હેય તેમ સંભવતું નથી.
અમદાવાદ, સુરત, ભાવનગર, પુના આદિ મહટાં શહેરોમાં કેમ કાંઈ પણ પ્રયાસ થતો નથી તે સમજાતું નથી. કેટલાક નાના ગામમાં આ ફંડ ઉઘરાવવાનું કામ શરૂ થયું છે, તેમ સાંભળ્યું છે. પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલા મેટાં શહેર આ યોજના ઉપાડી નહીં લે ત્યાં સુધી આ પેજનાને ધારીએ છીએ એટલી ફતેહ મળશે નહીં. આ ગામોએ મુંબાઈએ દેખાડી આપેલ પ્રશંસાપાત્ર દાખલો લેવો જોઈએ છે. મુંબાઈની માફક બીજાં ગામોમાં સ્વયંસેવક ઉત્પન્ન થવા જોઈએ છે. મુંબઈની માફક જૈન પ્રજાની આ પેજના તરફ લક લાગણી જગાડવી જોઈએ છે. કેન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલાં કાર્યનું સિંહાવકન કોન્ફરન્સ ઓફીસે પ્રગટ કરી આપી પ્રજા લાગણી જગાડવામાં ઉત્તમ સાધન ઉત્પન્ન કરેલું છે. જે આ સિંહાવલોકન દરેક જૈન બંધુ વાંચી જશે તો પછી તે બંધુ આ ચારઆના જેવી નજીવી રકમ કદી કોન્ફરન્સને આપતાં અચકાશે નહીં. ચાર આના જેવી નાની રકમમાં કોન્ફરન્સના લાખો રૂપીયાના કાર્યોના પુણ્યપુંજના ભાગીદાર થવું એ શું ઓછું : સુભાગ્ય છે? તે હું આથી મેટાં શહેરના આગેવાનોને ખાસ અરજ કરું છું કે આના જેવી ઉત્તમ યોજના બીજી કઈ તમે શોધી શકે તેમ છે ? આ યોજના કલ્પલતા જેવી
જના જૈન મને મળી છે. તે પછી તેના મધુરાળ ચાખવા જૈન વર્ગ શા માટે પાછી પાની કરે છે? તે મેટા શહેરના આગેવાને આ અપીલ ઉપર ખાસ ધ્યાન આપશેજ એમ મારી ઉમેદ છે.
B.
'
સાતમી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ.
( બુદ્ધિપ્રભ અંક ૩ જે પૃષ્ઠ ૭૬ ) અત્યાર સુધી કોન્ફરન્સ કેવળ વિચારજ કરતી હતી, આ છએ કોન્ફરન્સને ઘણે ભાગ વિચાર કરવામાં પસાર થયા હતા. આ સાતમી કોન્ફરન્સમાં એ વિચારે કેવી રીતે અમલમાં મૂકાય તે બાબતની કેટલીક યોજનાઓ ઘડવામાં આવી છે એ ખરેખર આનંદની વાત છે. કોન્ફરન્સે એક પગલું આગળ ભર્યું છે. વિચારકાળમાંથી યોજનાઓ ઘડવાનો કાળ આવીલાગે છે. આ વખત પસાર થયેલા ઠરોમાંના ઘણાખરા એના એ હતા છતાં જરા બારીક અવલોકન કરનારને જણાયા વગર રહેશે નહીં કે તે ઠરાવનું સ્વરૂપ યોજનાઓના રૂપમાં કર્યું છે, હજુ તે યોજનાઓ અમલમાં કયારે મૂકાય છે, એને જવાબ ભવિષ્ય આપશે.