________________
श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्उया। स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंधकेलिसदनं श्रेयोरुचिः सेयते । ભાવાર્થ:–ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લીમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્નો કરે છે, સ્વર્ગથી તેને ભેટવા ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
: TT Tના પર કડક કારના કાન ના
--
-
પુસ્તક ૫) શ્રાવણ, વીર સંવત ૨૦૩૫. ઓગસ્ટ, સને ૧૯૦૯
(અંક ૮,
પ્રાસંગિક નોંધ.
નીચના ગામોમાંથી સુકૃતભંડાર વસુલ થઈ ગયેલ છે –
ઉદેપુર, મહુડી, કરજત, છોટીસાદડી, તેલ્હારા. નીચેના ગામમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું કામ ચાલુ છે – .
મુંબઈ, માલેગામ, સાદ્રા, આરંગાબાદ, છાણી, સૈલાન, પારા, પ્રતાપગઢ, લાઠીદડ, ઈદેર, ધમતરી,
વાલીઅર અને ડભાઈના શ્રી સંઘાએ પયું પણના દિવસોમાં ઉઘરાવવાનો ઠરાવ કરેલ છે.
ઉપર લખેલા ગામોના શ્રી સંઘને કોન્ફરન્સના ઠરાવને અમલમાં મૂકવા માટે ધન્યવાદ ઘટે છે, અને બીજા ગામે પણ આ ગામનું અનુકરણ કરશેજ, એમ અમે આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ.
નીચેના પ્રાંતના સેક્રેટરીઓ તરફથી પિતાના પ્રાંતમાં છેલ્લા પાડી છલા સેક્રેટરીઓ નીમવામાં આવેલ છે – દક્ષિણ ગુજરાત પ્રાંતના જીલ્લા તથા જીલ્લા સેક્રેટરીઓ –
ખેડા–શેઠ ભાઈલાલ અમૃતલાલ વડોદરા (પંચમહાલ સાથે)–શેઠ નંદલાલ લલુભાઈ ખંભાત-શેઠ પોપટભાઈ અમરચંદ ભરૂચ–શેઠ ચુનીલાલ દામે દર કપડવંજ-શેડ વાડીલાલ જમનાદાસ :