________________
૧૯૦૯ ]
પુના કેન્ફરન્સ અને અપ્રોજક જૈન.
પૂના કોન્ફરન્સ અને અપ્રોજક “જૈન”
પૂના કોન્ફરન્સ ફતેહમંદીથી પસાર થયાબાદ “જૈન” “પૂના કેન્ફરન્સ, દિગદર્શન” એ નામે એડીટેરીઅલ શરૂ કર્યા અને તેમાં પૂના કોન્ફરન્સને અપ્રાજક પુષ્પાંજલી આપવા માંડી. પિતાની પત્રકાર તરીકેની ફરજ બજાવવાની હાશમાં–ખરી રીતે તે બેભાન અવસ્થામાં પૂના કેન્ફરન્સ અને તેના અધિકારીઓએ કરેલ કાર્યોને ગેરઇન્સાફ આવે છે, એમ કહેતાં જરાપણ અચકાવા જેવું નથી.
“જન પત્ર એના આવા અન્યાયી લખાણોના શબ્દે શબ્દોના જવાબ આપવાને અમને ભલામણ થાય છે, અને તે માટે અમો તૈયાર છીએ. પણ તેમ કરવાને અમે જરૂર જોતા નથી. કારણ કે તેમ કરવાથી કોન્ફરન્સ જેવી ઉચ્ચ સંસ્થા પણ અpજક લેખો લખવા મંડી એવો આક્ષેપ આવવા સંભવ છે. બીજું એ પણ આક્ષેપ આવે કે કેન્ફરન્સથી ખમાઈ શકાયું નહિ; માટે આવા પ્રત્યુત્તર આપ્યા. આવા આવા કારણોથી અમે લંબાણમાં ઉતરવાને માગતા નથી. પણ વ્યાજબી શબ્દમાં ન્યાય પુર:સર અમો કેટલોક ખુલાસો કરીશું અને “જૈન” જેવા આપણી કોમના અગ્રગણુનીય પત્રના અધિપતિને એકવાર ફરીથી શિખામણ આપીશું કે તમારા લેખોથી કોન્ફરન્સને સુધારવા માગે છે, એવી તમારી માન્યતા હોય તે તમારા અઘટિત શબ્દો અને વાક કોન્ફરન્સને લાભ કરે છે કે કેમ એને પુખ્ત વિચાર કરે. તમો કયા અને કેવા હૃદયથી આવા અનુચિત લેખો લખે છે એ અમારે અત્રે જણાવવા જરૂર નથી. પણ તમારા ઉપરોકત લેખોથી તમને કોન્ફરન્સના હિતચિંતકને બદલે ઘણું જન બંધુઓ શત્રુ ગણવા તૈયાર થાય તે તદન સંભવિત છે. અને તેથી તમારી સ્વકમ પ્રત્યેની લાગણી અને મહેનત બરબાદ જાય છે-ઉન્માર્ગે દેરાય છે, તે તમારે ભૂલી જવું જોઇતું નથી. હિંદના બીજા પત્રકાર તરફ વિચાર કરે. મુંબઈનાજ ગુજરાતી પત્રકારના લખાણેનો અભ્યાસ કરે. પારસીઓ તથા અંગ્રેજોના હાથતળે ચાલતાં પડ્યો અને તેઓના જૈન કોન્ફરન્સ વિષેના વિચારો વાંચે. તો અમને ખાત્રી છે કે તમે પોતે જ પોતાની ભૂલ માટે શરમાશે અને પસ્તાશો. પૂના સાથે અથવા પ”નામની રાશિ સાથે આપની રાશિ મળતી આવતી નથી, એમ જણાય છે. અને પૂના સંબંધી આપના લેખો તેવા જ રૂપમાં લખાએલા છે. તદુપરાંત કોઈ પણ લેખ લખતાં “ખરી બીના શું છે” “તે હકીકતમાં સત્ય કેટલું છે તે પણ શોધતા હો તેમ જણાતું નથી. તેમજ આવા સત્યથી દુર લખાણથી તમારી પિતાની જ મૂર્ખતા જણાશે તેને પણ તમે વિચાર કરતા નથી એ એક મહાન ખેદની વાત છે.
| સ્વાગત કમીટીના ચેરમેન) પ્રમુખ ચલમ પીતા હતા, આવા પ્રકારના વાકયો જનનું સંકુચિત મન બતાવી આપે છે. ચલમ માત્રથી તેમને વ્યસની કહેવા એ અન્યાયજ છે, પ્રસિદ્ધ સાત વ્યસનમાં ચલમ પીવી તે વ્યસન તરીકે ગણાતું નથી. અલબત અમે આવી બાબતેને પણ ઉત્તેજન આપવા માંગતા નથી, પરંતુ આવી ક્ષુલ્લક, અસભ્ય ટીકા કરવી એ :