________________
૨ ટર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
પાંજરાપોળમાં રહેતાં જનાવરમાંથી હાલી ચાલી શકે તેવાઓને પાંજરાપોળને ખરચે ભાડે રાખેલા બીડમાં ચરવાને લઈ જવામાં આવે છે જ્યારે :અશક્ત અને દુબળાને હમેશાં પાંજરાપોળમાંજ રાખી ઘાસ ચંદી વગેરે આપવામાં આવે છે.
ઘાસ તથા કડબની મોટી ગંજીઓ કરી રાખેલી છે જે કાળ દુકાળે કામ આવે છે. આ પાંજરાપોળમાં કડબ વપરાતી હોવાથી “ફ કટર” રાખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
માંદા જનાવરની સારવાર બીલકુલ થતી નથી. પશુવૈદ અથવા ડાકટરની ઘણી જરૂર છે. મેસાણામાં રહેતા વેટરીનરી ડાકટરની મદદ લેવામાં આવે તો પણ ઘણે ફાયદો થશે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટરે આ પાંજરાપોળના માંદા જનાવરેને દવા આપેલ છે. તથા બીજી કેટલીક ઉપયોગી દવાઓ ઉતરાવી આપેલ છે.
પાટણ પાંજરાપોળ, તપાસી તા. ૨૦–૧૦–૦૮ આજરોજ અહિંની પાંજરાપોળ તપાસી છે. પાટણ ઈતિહાસિક, પુરાણું શહેર છે અને અહિંની પાંજરાપોળ પણ ઘણું જુના વખતની છે. અહિંની પાંજરાપોળ સાધારણ છે પણ આ પાંજરાપોળની બ્રાન્ચ ખલીપુરમાં રાખવામાં આવી છે તે ઘણી જ મેટી છે. ખલીપુર નામનું ગામ પાટણથી બે ગાઉ દુર છે અને મહારાજા ગાયકવાડ સરકારે તે ગામ પાટણ પાંજરાપોળને બક્ષીસ તરીકે આપેલ છે. ત્યાં પાંજરાપોળના મેટા મકાન બાંધેલા છે. બેથી અઢી હજાર જનાવરે આસાનીથી રહી શકે તેવી મોટી મોટી અડાળીઓ બાંધેલી છે. વળી ચોમાસાની રૂતુમાં કાદવ ન થાય તેમજ જનાવરોને ડાંસ વગેરે હેરાન ન કરે તેટલા માટે પાંજરાપોળને આ કંપાઉન્ડ ઈટ તથા પથરથી જડી લીધેલ છે.
આહિંની પાંજરાપોળને વહીવટ, જનાવરેની માવજત તથા વહીવટ કરનારાઓની જાતિ દેખરેખ જોઈ મને વધારે સંતોષ થયો છે. પાંજરાપોળમાં આવી જનાવરે કેમ સુખી થાય તે તરફ પુરતું ધ્યાન આપવામાં આવે છે.
ઘાસ તથા કડબ જથાબંધ સંગ્રહ કરી રાખવામાં આવેલ છે. ચેકટર નથી તે રાખવાની જરૂર છે. આ પાંજરાપોળની પૈસા સંબંધમાં સ્થિતિ સંતોષકારક જણાય છે. વેપારઅંગે કેટલાક લાગાઓ છે. મુંબઈના ઝવેરી તરફથી તેમજ તાંબા કાંટા તરફથી પણ આ પાંજરાપોળને સારી મદદ મળે છે. સ્થાવર મીલ્કતના ભાડા ઘણાં સારાં આવે છે.
વૈદક મદદની ઘણી જરૂર છે. માંદા જનાવરેને માટે એક હકીમ રાખેલ છે પણ કામ સંતોષકારક નથી. વડોદરા સ્ટેટના પાટણમાં રહેતા વેટરીનરી ડાકટરની મદદ લેવાની ભલામણ કરવામાં આવે છે.