________________
૧૮૯ ]
૧૮૦૯ ]
પાંજરાપોળ ઈન્સ્પેકટરને રીપિટ.
[ ૧૮૧
પાંજરાપોળ ઈન્સ્પેકટરનો રીપોર્ટ.
મેસાણું પાંજરાપોળ, તપાસી તા. ૧૯-૧૦-૦૮
અહિંની પાંજરાપોળને વહીવટ કરવાને માટે મહાજનના પાંચ આગેવાન શેઠીઆઓની એક કમીટી નીમાયેલી છે. શેઠ ડાહ્યાભાઈ કાલીદાસ કમીટીના સેક્રેટરી છે અને તેની જાતિ દેખરેખ નીચે પાંજરાપોળને વહીવટ સંતોષકારક ચાલતો જણાય છે. એ સેક્રેટરી દરેક કામ કમીટીની સલાહ પ્રમાણે કરે છે.
પાંજરાપોળ તરફથી વેપાર ઉપર લાગ નાખે છે અને તેની ઉપજ ઘણી સારી થવા સંભવ છે પરંતુ સાંભળવા પ્રમાણે કેટલાક ભાઈઓ નિયમિત રીતે લાગે આપતા હોય તેમ જણાતું નથી. જો આ વાત ખરી હોય તે ઠીક કહેવાય નહિં. અમે દરેક હિંદુભાઈને પાંજરાપોળના લાગાઓ નિયામત રીતે આપવાની ભલામણ કરીએ છીએ.
- પાંજરાપોળની માલિકીના ખેતરો છે, જેમાં સારા વરસમાં વાવેતર કરાવવામાં આવે છે અને તેની ઉપજ પણ ઠીક થાય છે. આવા ખેતરોમાં પાંજરાપોળ તરફથીજ વાવેતર કરવામાં આવે અને પાંજરાપોળનાજ કામ કરવા લાયકના જનાવરને તે ખેતરમાં કામ આપવામાં આવે તો વધારે ફાયદો થવા સંભવ છે.
આ ઉપરાંત શ્રાવકેમાં જમણવાર પ્રસંગે પાંજરાપોળની થાળી પીરસાય છે, એટલે કે પાંજરાપોળને અમુક લાગે મળે છે. પાંજરાપોળની સ્થાવર મીલકતના ભાડાં પણ ઘણાં સારાં આવે છે. અહિં જનાવરેમાં વખતો વખત રોગ ફાટી નીકળે છે અને તેમાં ઘણું જનાવરને નાશ થઈ જાય છે. જે છાણ વેચી નાખવામાં આવે તે તેની ઉપજ સારી થાય તેમ છે. દુધ જે કાંઈ થાય છે તે ન વેચતાં નાનાં બકરાંઓને પાવામાં આવે છે.
હાલમાં પાંજરાપોળનું એક નવું મકાન બાંધવામાં આવેલું છે તે ઘણું સુંદર છે પણ જનાવરોને રહેવાને લાયક કહેવાય નહિં. પાંજરાપોળના મકાન બાંધતી વખતે માણસો કરતાં જનાવરોને રહેવાની સગવડ ઉપર વધારે ધ્યાન અપાવું જોઈએ. નવાં મકાનની સામેજ એક જુનું મકાન છે જેમાં બે મોટી અડાળી છે, જ્યાં ચેમાસાની રૂતુમાં જનાવરોને રહેવાની સગવડ ઘણી સારી છે છતાં પણ ત્યાં કેટલાક સુધારે કરવાની જરૂર છે. અડાળીની સામે જ એક મોટા ખાડા જેવું છે જેમાં ચોમાસામાં કાદવ અને પાણી ભરાઈ રહેવા સંભવ છે. તે ખાડા પુરાવી આસપાસ કઠણ માટી અને પથરી નંખાવી જમીન વધારે કઠણ અને મજબુત તેમજ કીચડ રહે નહિં તેવી કરવી જોઈએ.