________________
૧૮૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જુલાઈ
૪૮, જૈન તહેવારે અને પ. જૈિનના શાસ્ત્ર પ્રમાણે હળી, શીળી સાતમ, ગણેશચોથ, બળેવ વિગેરે પર્વો નથી પણ તેઓ વિનવ ભાઈઓની સોબતથી તેઓના તહેવારમાં પણ ભાગ લે છે, ત્યારે પોતાના પર્વ પણ માને છે. તીર્થકરોના કલ્યાણક (જન્મ, દીક્ષા, નિર્વાણ ઈત્યાદિ) ની તિથિઓને વધતી ઓછી પર્વમાં માને છે; પણ તેઓના ખાસ પર્વ અને તહેવાર તરીકે નીચે જણાવેલા દિવસે ને માને છે. જ્ઞાન પંચમી (કાર્તિક સુદી ૫) કાર્તકી ૧૪ અને ૧૫ (યાત્રાનો દિવસ), માનએકાદશી (માગશર સુદિ ૧૧), પિષ દશમ (માગશર વદ ૧૦), ચિત્રી આંબીલના નવ દિવસ, ચેત્રી પૂનમ, અક્ષય ત્રીજ, અષાડ સુદ ૧૪ [ચતુર્માસની શરૂઆત), શ્રાવણ વદી ૧૨થી ભાદરવા શુદ ૪ (પર્યુષણના દિવસે), તેમાં છેલ્લો દિવસ સંવછરી એટલે આખા પર્વના પાપોનો પશ્ચાત્તાપ કરવાને, સકળ સૃષ્ટિના જીવમાં જે વૈરી થયા હોય તેઓને ક્ષમાવી માફી માગવાનો દિવસ , આસેના આંબલના નવ દિવસ અને દીવાળી. જેના તહેવારના દિવસોમાં વિશેષ કરીને અપવાસાદિ તપશ્ચર્યા, પૂજા, પ્રતિક્રમણ, છને અભયદાન ઈત્યાદિ કરવામાં આવે છે.
जैनोना साहस.
જેને મોટે ભાગે વ્યાપારીઓ છે. અને હિંદુસ્તાનની લતને મોટે ભાગે તેઓના હાથમાંથી પસાર થાય છે. ડાક સમયથી જ વિલાયત વિગેરે દેશમાં પરદેશગમન કરી પેઢી (ઝવેરી ઈ. ની) ખેલવા લાગ્યા છે. ધર્મના ફેલાવા માટે મી. વીરચંદ ગાંધી અને પંડિત લાલન અમેરિકાદિ પ્રવાસ કેટલીક વાર ગયા છે. અને લગભગ બીજા સે જણા પરદેશ જઈ આવ્યા હશે. મોટે ભાગે પરદેશ જઈ આવેલા જૈનોને જ્ઞાતિ તરફથી હરકત કરવામાં આવી નથી. અને એ સામાન્ય અમલ હાલમાં તે જોવામાં આવે છે કે જ્યાં સુધી અમુક માણસને ન્યાત પૂછે નહીં તે શ્રી સંઘે વચે આવી તેને સંઘ બહાર કરવાનું પગલું ભરવું નહીં. જંગબાર, દક્ષિણ આફ્રીકા, જાપાન, મેરીસ, એડન આદિ સ્થળે તે લાંબા વખતથી જૈન જાય છે. હાલમાં ઇરાની અખાત વિગેરે તરફ પણ જવા લાગ્યા છે. મોતી અને ઝવેરાતના ધંધા, સરાફી ઇત્યાદિ મોટે ભાગે કરે છે. રજપૂતાનાના રાજ્યોમાં દીવાનથી લઈને સર્વે મોટા નાના ઓદ્ધાઓ, લશ્કરી ઓદ્ધાઓ, તેઓ ભોગવે છે; વકીલ, બારીસ્ટર, સરકારી કરે અને ડાકટરે એઓમાં ઓછી જોવામાં આવે છે; નેકરીના ધંધાને તેઓ ધીકારે છે; મારવાડી જૈન શરફે વિગેરેમાં એક રસોઈદાર પણ ભાગીઓ હોય છે; મરહુમ પ્રેમચંદ રાયચંદ, કાબુલ, આકીકા, ચીન જનારા અને સરકારના ઝવેરીઓ, લશ્કરના ખજાનચીઓ, અને સરકારી તીજોર ઈત્યાદિ જૈનોના સાહસે બહુ મોટાં જોવામાં આવે છે; કેટલાએક સટાના સાહસમાં પણ ઝપલાયા છે.
५० सखावत अने दान. જેને જેમ ધન પેદા કરવામાં શરા છે, તેમજ ખરચવામાં પણ શરવીર છે. જન્મથીજ જેને દાનેશ્વરી થવાની તાલીમ મળે છે; ઘણું જેને તે પરિગ્રહનું પ્રમાણ કરી લે છે એટલે અમુક રકમની લત તેને મળે તે ઉપરાંત જે જે તે પેદા કરે તે ધર્મકાર્યમાં ખરચી નાંખવું. એવી સંગ્રહની હદ નાની જ રાખવામાં આવે છે. ધર્મકાર્યમાં તેઓ છૂટે હાથે ખરચે છે.
અપૂણ,