________________
૧૮૪ ]
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
પવિત્ર પત્રકારની ફરજથી વેગળું છે. શેઠ શિવદાનજી જેવા એક નિર્વ્યસની માણસ માટે આ વ્યક્તિ વિષયક અણછાજતે હુમલો કરે એ ખરેખર શોચનીય છે. આવા લેખેથી જનનું વજન ઘટે છે, એમાં શંકા જેવું નથી.
શેઠ શિવદાનજી વધારે રકમ આપી પ્રમુખ નીમાયા, એમ માનવામાં પણ મોટી ભૂલ છે. કારણ પ્રમુખની ચુંટણી થયા પછી લગભગ એક માસે ટીપ શરૂ થઈ હતી. ટીપમાં તેઓની રકમ સાથી વધારે થવા પામી તે માટે પ્રમુખ સાહેબ નિરૂપાય છે. તેમાં તેમને કિંચિત માત્ર દેષ નથી. થોડા ભાસ ઉપર ઉછામણીનું વિષ બીજ વાવી પૂનાનો લેકેનું નાક લેવાને વખત આ જૈન પત્રેજ આણેલો હતો, પણ સારા ભાગ્યે તે પ્રસંગ વીતી ગયેલ અને દક્ષિણ બંધુઓએ પિતાનું પુરૂષાતન પ્રત્યક્ષ બતાવી આપ્યું છે અને સંપને પૂનામાં સ્થાપન કરી જનના કલ્પિત કુસંપને દેશવટે દીધો છે.
ભાષણ લખવામાં અને વાંચવામાં અન્ય: પુરૂષોની મદદ લેવાની બાબતમાં ટીકા કરવી એટલા માટે ગેરવ્યાજબી છે કે તેવા દાખલાઓ ઘણી વખત બનેલા છે. કેંગ્રેસ જેવી સંસ્થામાં તેવા બનાવો બનેલા સાંભળ્યા છે. દરેક વાતમાં કોઈ સંપૂર્ણ હોય કે ? તમારા પત્ર માટે પણ બીજાની જરૂર પડે છે એમ તમે સારી રીતે જાણે છે.
સ્વાગત કમીટીના ચેરમેન સાહેબે ફલેધિ અને ભાવનગર સિવાયની સર્વે કોન્ફરન્સની બેઠક વખતે હાજરી આપી છે, એટલું જ નહીં પણ પિતાને ઉદાર હાથે ઘણી વખતે કોન્ફરન્સના જૂદા જૂદા ખાતાઓ તરફ લંબાવેલ છે. તેઓની ચેરમેન તરીકેની નીમણુંક પૂનાના શ્રી સંઘે સર્વાનુમતે કરી હતી. આ બધી બીનાની તપાસ કર્યા વગર “જૈન”માં ઉપરોકત બીનાથી વિરૂદ્ધ લખાએલું છે, અને તેમ થવાથી પૂનાવાસી બંધુઓને ઘણું ભાડું લાગેલું છે.
દક્ષિણીભાઈઓ માટે અશિક્ષિત, અજાણુ, અભણ, ઉછામણી આદિ શબ્દ લખી જૈન પત્રે પિતાની કલમને દુરૂપયોગ કરે છે. તેમજ ઉતારા અને ખાનપાનાદિની વ્યવસ્થા માટે પૂનાવાસીઓએ ઉત્તમ સગવડ કરેલી હેવા છતાં માત્ર ખેડજ શોધી કહાડી પિતાની દ્રષ્ટિને તેમજ બુદ્ધિને ઉધે રસ્તે દેરીને મહાન અન્યાય કર્યો છે.
આ સ્થળે અમારા પૂનાવાસી બંધુઓનું ધ્યાન ખેંચીએ છીએ કે જૈન પત્રના લખાણથી માઠું ન લગાડતાં તે લખાણની ઉપેક્ષા કરવી જ એગ્ય છે, કારણ કે ભૂંડા ગમે તે કરે પરંતુ ભલા પુરૂએ ભલાઈ જ કરવી ઉચિત છે.
કેન્ફરન્સ ઓફીસ અને તેને અમૂલ્ય મદદ આપનારાઓ માટે પણ જૈન પત્ર અધુરી તપાસે જબરી ભૂલ કરવાને દેરવાઈ જાય છે અને તે માટે ઉત્તર પણ અપાય છે, પણ હરવખત તેમ કરવું અમે ઉચિત ધારતા નથી, કારણ કે ચાલુ ટેવથી “જૈન” પિતેજ અજ્ઞાન પત્રમાં ખપે છે, અલબત તેઓનાં લખાણમાં સત્ય, સાર અને પથ્ય હોય તેટલા ઉપર ધ્યાન આપવાને સયાર રહીએ છીએ અને તેવું ગમે તેની તરફથી મળે તે ઉપર ધ્યાન આપવા કેન્ફરન્સ એફીસના અધિકારીઓ વિરોધ બતાવતા જ નથી.