SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] જેમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદશન. | [ ૧૮૭ જૈનમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગ્ગદર્શન. (મી. અમરચંદ પી. પરમાર ) ગત વર્ષના પૃષ્ટ ૪૩૧ થી ચાલુ. એ સંસ્કારમાં જન્મથી મરણપર્વતની વિધિઓનો સમાવેશ થાય છે. મુહર્ત જેવું, અમુક મંત્રથી વિધિ કરાવવી, સિદ્ધચક્રાદિની સ્થાપના કરવી, સ્નાત્ર ભણવવું, ભેજકને દાણું દેવી, સૂતક પાળવું, સ્તનપાનની વિધિ, લેખણી કાગળના લેકિક વ્યવહાર, બેન ભાણેજોને આપવું, નામ પાડવાની રીતિ, આંગી કરાવવી, જનોઈ પહેરવું જ જોઈએ, સ્વર જોઈ કામ કરવું, કન્યા અને વરની પસંદગીના નિયમો, તેઓની ઉમર, વિગેત્ર, માતૃકાગ્રહ, કેતુકાગારની સ્થાપના, ગોત્રદેવીની સ્થાપના, વેદી, ચોરી, પખવાની રીતિ ને કારણો, વરકન્યાએ બેલવાના મંત્ર, પ્રાણાતિપાત વિરમણ, મૃખાવાદ વિ૦, અદ-તાદાન વિ૦, પરસ્ત્રી વિ., પરિગ્રહ પ્રમાણ, દિશાપરિમાણ, ભેગેપભેગ વિ., અનર્થ દંડ, સમાયક, દેશગાસિક, પૈષધ અને અતિથિ સંવિભાગ એ બાર વ્રતને ધારણ કરવા અને પાળવાની વિધિ, મરણપથારીએ શું શું સંભબાવવું, ધારવું, કરવું ઇત્યાદિ અનેક બાબતો તથા મંત્રો વિગેરેથી આ વિષય ભરપૂર છે. ૫ કન્યા બાબત પડદાના રીવાજો, જૈનશાસ્ત્ર પ્રમાણે મોટી ઉમરના માણસને ફરી લગ્ન કરવાની, વધુ કન્યાઓ કારણ વગર આ કાળને વિષે પરણવાની, પુત્રીને વેચવાની, બાળલગ્ન કરવાની મનાઈ હોવા છતાં એ કાર્ય ઘણી જ્ઞાતિઓમાં પ્રચલિત થયેલું જોવામાં આવે છે, જોધપુર રાજ્યના મહારાજા સાહેબની મહારાજ જનરલ સર પ્રતાપસિહજીએ કન્યાના ૨૩૨ રૂપીઆથી વધુ લેવા નહી, અમુક ઉમરથી વધારે ઉમરનો પરણે નહી, જાનમાં આટલો માણસ જાય, વિગેરે બંદોબસ્ત કર્યો છે. કેટલાક રાજ્યમાં એવો રીવાજ છે કે જે બાપ કન્યાના રૂપીઆ લે તેની ચોથાઈ રાજાને આપવી પડે છે. એક કન્યાના થએલા વિવાહ નપુંસકપણાને પુરૂષ પ્રાપ્ત થયું હોય તે સિવાય કોઈ પણ કારણસર છોડી શકાતા નથી. રજપૂતાન, માળવા, ઉતર ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ વિગેરે સ્થળે સ્ત્રીઓને લાજ એટલે ઘુમટ કાઢવાનો રીવાજ વધતો ઓછા હોય છે, તો કેટલેક ઘુમટે–પડદે. સ્થળે તે રીવાજ તદન ચાલતું નથી. કેટલેક સ્થળે વહુથી સાસુ સાથે જીદગી સુધી બોલી શકાય જ નહી; તો પુરૂષ વર્ગ સાથે તો બેલાયજ કેમ? મોટી મારવાડમાં સ્ત્રીને સખત પડેદ રાખવો પડે છે, એને દેવદર્શને પણ બહાર જઈ શકતી નથી, તો બંગાળા વિગેરેમાં સફેદ ચાદર ઓઢવાથી પડદાને મુલાઅ સમજવામાં આવે છે. પડદાવાળા ગામોમાં ગરીબ કુટુંબમાં ભઈ વર્ગને હાથે પાણી લાવવું પડે છે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy