________________
૧૯૬ ]
જૈન કાનપુરન્સ હેર.
[ જુલાઈ
એવા તેા કાલાહલ થઈ રહે છે કે જાણે કોઈ મહાન જવાલામુખી પર્વત ફાટયા હોય ! કાઇનુ ભરણુ સાંભળીને અગર શબવાહિનીને દેખાવ જોતાં મૃત શરીરની સાથે સબંધ નહિ ધરા વતાં હરકાઈ મનુષ્યને જ્યારે શાકમૂલક વૈરાગ્ય થવા જોઈએ ત્યારે આપણા આ દેખાવાથી વૈરાગ્યસસારની અસારતાની ઉન્નત ભાવનાને સ્થાને હાસ્યયુકત ધિક્કારની લાગણી થાયછે.
આપણા ગમે તેટલા મહાન્ આત્તધ્યાનથી, રૂદન કુટનથી મૃત થયેલ માણસ પા આવનાર નથી તેા પછી આવા દીલગીરીના પ્રસંગે ધર્મ તરફ્ ચિત્ત કેમ ન વાળવું ? એક સંબંધી જન ગત થતાં અન્ય તેના સબધીઓને ખેંચાઇને પરાણે લાક લજ્જાએ આવા તુકશાનકારક રીવાજનું શરીરને નિરર્થક ખાધ પ્હોંચે તેવી રીતે અનુકરણ કરવાનું કયારે બંધ થશે ? મુસલમાન, પારસી, ખ્રીસ્તી કામના મનુષ્યોને શું લાગણીજ નથી ? તેઓને કુટુમ્બી જનના મરણ પ્રસંગે શાક નહિજ થતા હોય ? તેઓ બધા શું વજ્ર હૃદયના છે ? આપણે શું નાહિંમત ઢાંગીની ગણનામાં ખપવું. વ્યાજખી વિચારીએ છીએ ? આ સઘળા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું વાંચક વર્ગનેજ સાપુ છુ.
આ રીવાજ બંધ કરવાને કાન્સે કરેલા ઠરાવથી માત્ર સાષ નહિ પકડતાં દરેક જુદી જુદી જ્ઞાતિના અગ્રેસરોએ પાતપાતાની જ્ઞાતિમાં ઠરાવ કરવાની જરૂર છે. આ સંબંધમાં અત્ર વિશેષ વિવેચન નહિ કરતાં કારન્સ તરફ્થી હાલમાંજ પ્રસિદ્ધ થયેલ રડવા ઉંટવાના હાનિકારક ચાલ વિષે નિબંધ વાંચવાની ખાસ ભલામણ કરવી યેાગ્યજ થઇ પડશે. ગુજરાત, કાઠીયાવાડ વગેરે સ્થળામાં જ્યાં આ રીવાજ વિશેષ પ્રચલિત છે ત્યાંના આગેવાનેએ સત્વર ધ્યાન આપવાની અનિવાર્ય જરૂર છે. ધર્મ વિરૂદ્ધ, લાક વિરૂદ્ધ, સામાન્ય નીતિ નિયમ વિરૂદ્ધ, આત્માને મલીન કરનારા આ રીવાજને એકદમ બંધ કરવાની જરૂર છે,
આપણા કાર્યદક્ષ પુર્વજોએ, જે સદ્વિચારથી, શુભ ભાવનાથી વ્યકિતનું હિત સમષ્ટિના અયાગ્ય ગજાઉપરાંત હિત સાથે જાળવતાં વધારે સારી રીતે જાળવી શકાશે એવી ગણુ ફરજીયાત ખા. ત્રીએ જ્ઞાતિબંધારણ જેવા મહાન ઉપયોગી સામાજીક ખંધારણુની વ્ય વસ્થા કરી છે. જેના અનેક ફળ, લાભ, અદ્યાપિ પર્યંત આપણે ભાગવીએ છીએ. સમસ્ત જન સમાજનું અધારણુ કાંઇ એવું છે કે, પ્રત્યેક વ્યકિતને યથેચ્છ રીતે વર્તવા દેવામાં આવે તા એક બીજાના લાભેાની એટલી બધી અથડામણુ થવા સંભવ છે કે, રાજ્યકર્તાઓના ગમે તેટલા પ્રયાસ છતાં પણ કિંચિત્ માત્ર વ્યવસ્થા જાળવી શકાય નહિ. જંગલી પ્રજા પણ યાડે અંશે સામાજીક બંધારણને આધીન રહી વર્તે છે. આ પ્રકારના સામાજીક બંધારણને અનુસરી જ્ઞાતિનુ બંધારણ દાખલ કરવામાં આવ્યું હોય એમ સમજાય છે, પરંતુ આગેવાનાની ખેદરકારીથી સ્વા અંધતાથી આ ધેારણ એટલું બધું નબળું પડતું જાય છે, કે હાલ તુરત વિચાર કરવામાં નહિ આવે તે ભવિષ્યમાં આપણે કઇ સ્થિતિએ પ્હોંચીશું તે કલ્પી શકાતુ નથી.
એક વ્યકિત કરતાં અનેક વ્યકિતઓના બનેલા સમુદાય જ્ઞાતિ પ્રત્યે વ્યકિતના સુખ તર, કેળવણી જેવા મહાન કાર્ય તરફ, સંસાર વ્યવહારના વિશુદ્ધ વર્તન તરફ્ ધણા પ્રસંગમાં વિશેષ ધ્યાન આપી શકે છે. અને તેને માટે જે જે નિયમેા રીવાજો નિર્ણિત કરવામાં આવે છે. તેના ઉપર જ્ઞાતિની ઉન્નતિના આધાર રહે છે.
અપૂર્ણ