________________
૧૮૨ ]
જે કોન્ફરન્સ હેર ડ..
[ જુલાઈ
હાનિકારક રીતરીવાજો.
(રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ, એલ એલ, બી, )
( અનુસંધાન પૃષ્ઠ ૧૨૩ થી.) અણબનાવથી પુરૂષ બીજી સ્ત્રી કરવાનું સાહસ માથે ઉઠાવે છે તેની અનિષ્ટ આધુનિક સ્થિતિને કાંઈક ખ્યાલ આપ આવશ્યક છે. સ્ત્રીઓની આધુનિક સ્થિતિને વિચાર નહિ કરતાં, વિચાર કર્યા છતાં પણ તેઓની તે સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં પિતાની તરફથી કિંતિ પણ હિસ્સો આપ્યા સિવાય, સ્ત્રીઓની કેળવણી માટે, અન્ય ગુણે માટે, પતિ પ્રત્યેના ધર્મો માટે તથા અન્ય ફરજે માટે મોટી મોટી આશાઓ બાંધવી અને તેમાં સ્વાભાવિક રીતે નિરાશ થવાને વખત આવે એટલે વાવ્યા સિવાય ફળ ચાખવાની વૃત્તિને તાબે થઈ સ્ત્રીઓ તરફ અભાવ ઉત્પન્ન થતાં અણબનાવને જન્મ મળે તે કેટલું શોચનીય ! ગૃહ સંસારની ઐક્યતા માટે સદ્ગત્તિ, સહિષ્ણુતા, ઉદારતા, ગુણશોધકવૃત્તિ વગેરે ગુણે જાળવી રાખવાની, ખીલવવાની ખાસ જરૂર છે. અને તેવી ખામીને લીધેજ દંપતી વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય છે.
અજ્ઞાન સ્ત્રી પુરૂષે પણ લાંબા વખતના પરિચયથી ઘણે સ્થળે એકમેક થયેલા, ઓતપ્રોત થયેલા જોવામાં આવે છે તે પછી કેળવણીથી સંસ્કાર પામેલ હૃદય પિતાનું નિશાન ચૂકે તે અત્યંત શોકજનક ગણાવું જોઈએ.
એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી આવતાં અનેક ગૃહ સંસાર દુઃખમય થઈ પડયાં છે. પ્રથમની સ્ત્રીને પિતાના ઉપર સપત્ની (શકય) આવતાં, જીવતાં ધણુએ વૈધવ્યતાના દુઃખ કરતાં પણ વધારે દુખે સહન કરવો પડે છે. અનેક સ્ત્રીઓને કલેશમય જીવન ગાળવું પડે છે. અનેક સ્ત્રીઓ પીયર વાસ કરતી થઈ છે. અનેક સ્ત્રીઓ અનીતિ, અન્યાચાર–અનાચાર સેવતી થઈ છે અને પરિણામે કેટલીએક અબળાઓએ આત્મઘાત કરેલા આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. આ બધાં અનિષ્ટ પરિણામેનું કારણ કેણુ? નિષ્ફર હૃદયના પુરૂષો જ. વિનયશીલ સ્ત્રીઓ બિચારી કાંઈપણ વાંક-ગુન્હ-કસુર વગર ધિક્કાર મળતાં નિરૂપાયે બેસી રહે, આંસુ પાડે, હૃદય બાળે. બીજી એની શી સ્થિતિ થાય?
નાનુ અગ પૂલચંતે નમત્તે તત્ર દેવતા ( જે ઘરમાં નારીઓ પૂજાય છે તે ઘરમાં દેવતાઓ રમે છે ) એ મહાન સૂત્રને સાતમે પાતાળ ધકેલી મુકવામાં આવે છે. સમાન હાની વાત કરવા જતાં સ્વાર્થ પરાયણ પુરૂષો સામા થાય છે. તે સમય અતીત કાળમાં ગણાવાની વાત તે એક બાજુએ રહી પણ સ્ત્રીઓની યોગ્ય કદર કરવાની, તેઓ તરફ દયા બતાવવાની કિંચિત પણ દરકાર કરવામાં આવતી નથી. આપણે ચેકસ યાદ રાખવું જોઈએ કે ગૃહની શોભા વૈભવ સ્ત્રીઓની સુવ્યવસ્થિત સ્થિતિ ઉપર જ આધાર રાખે છે. પરસ્પર પ્રેમી દંપતી ગરી, બાવસ્થામાં પણ શાન્તિમય, સંતોષી જીદગી ગુજારતાં જોવામાં આવે છે.
એક વિદ્વાન કહે છે કે- તુ (g) હળાહીન ગાથા સિરિતે (પત્ની વગરનું ઘર વનથી પણ વધારે દુઃખદ છે, પરંતુ આવા સદવિચારના સ્વપ્ન પણ આવવાં દુર્લભ છે.