________________
૧૯૦૮ ]
હાનિકારક રીત રીવાજો.
[ ૧૮૩
પ્રથમની સ્ત્રી તરફ જે પુરૂષે પિતાની યોગ્ય ફરજ વિચારી નથી તે પુરૂષની અનન્ય પ્રીતિ માટે નવીન સ્ત્રીને સંશય (વસવસો) ઉત્પન્ન થાય તો તેમાં શું નવાઈ? લગ્નની ઉદાર ભાવનાનો નાશ કરનાર વિધવાવિવાહને ધિક્કારનારી, લગ્નને ધર્મ હેતુક માનનારી આપણું પ્રજામાં છુટા છેડા મેળવવાનો રીવાજ પ્રચલિત નથી કે જેથી સ્ત્રીઓ પણ પુરૂષની માફક પિતાને યોગ્ય માર્ગ શોધી લે. છુટા છેડાને સ્વીકાર કરનારી અમેરીકન તથા અન્ય પ્રજા પણ લગ્નગ્રન્થિની શિથિલતા માટે, હજારે બલકે લાખો તેવા કેસ થવાથી ફરીઆદ કરતી જણાય છે. તે પછી પ્રાચીન સમયમાં આપણું મહાન દીર્ઘદૃષ્ટિ આગેવાનેએ લગ્નની શુદ્ધ ભાવનાને ટકાવી રાખવાને માટે વિવાહના જે ઉદાત્ત નિયમો નિર્માણ કર્યા છે તેને પુનરોદ્ધાર આપણે કેમ ન કરવું ? - શ્રીમંતાઈ પ્રાપ્ત થતાં એક ઉપર બીજી સ્ત્રી પરણવાની ઇચ્છા કરનારા અવિચારી પુરૂષને એટલું જ કહેવું બસ થશે કે આ સુધારાના સમયમાં મહાન વિભવના ધણું પ્રખ્યાત રાજકર્તા પુરૂષો પણ એક પત્નીવ્રતધારી થયા છે. અને તે વ્રતનું પાલન કરવામાં જ સંતોષ માને છે. એકથી વધારે સ્ત્રીઓના ધણીના ગૃહસંસારને ભવાડાસા કોઈએ સાંભળ્યા હશે. તેઓના ઘરમાં રેજરેજ અવનવા હાસ્ય તથા શોકજનક નાટકે, ફારસે ભજવાય છે. બબે, ત્રણ ત્રણ સ્ત્રીઓના સ્વામીની, સાધન સંપન્ન છતાં પણ શારીરિક, માનસિક સ્થિતિ એટલી બધી દયાને પાત્ર હોય છે કે તેઓ કલેશમય જીવનમાંથી ભાગ્યેજ પિતાનું માથું ઉચું કરી શકે છે.
શ્રી અસાધ્ય રોગથી પીડાતી હોય, સ્ત્રીપણાને લાયક ન હોય અગર બીજી કંઈ ખોડ હેય, તેવા પ્રસંગે બીજી સ્ત્રી કરવાની જરૂર પડે તેની વિરૂદ્ધ, આપણે હાલ જે સ્થિતિમાં મુકાયા છીએ તે જોતાં, કાંઈપણ અભિપ્રાય ઉચારો, તે અત્ર યોગ્ય વિચારવામાં આવ્યું નથી. આ પ્રકારના દરેક કેસના સંજોગો ઉપરજ ધ્યાન આપી વિચાર દર્શાવવા યોગ્ય ગણી શકાય.
ઉપરોકત રીવાજ વિરૂદ્ધ એકદમ ઠરાવ પસાર કરાવવાના કાર્યમાં ફાવવાની આશા ન જણાતી હોય, જ્ઞાતિના સ્વાથી અગ્રેસરનું જોર નરમ પડયું ન હોય, તેની સામા થઇ કાર્ય કરવાની હિમ્મત સુધારક વર્ગમાં ન હોય, તેમ કરવા જતાં લાભ કરતાં સીધી યા આડકતરી રીતે વિશેષ હાનિ થવાનો સંભવ હોય તે પછી કાંઈક વચગાળેનો માર્ગ ગ્રહણ કરવાં લાભ દાયી થઈ પડશે અને તેને માટે એવી મતલબને ઠરાવ કરે જરૂર છે કે સ્ત્રી જીવતી છતાં પ્રથમના પરણેતરને ૧૫-૧૭ વર્ષ થયાં પહેલાં કેઈએ પણ બીજી સ્ત્રી પરણુવી નહિ.
લગ્ન વિષયક જુદા જુદા હાનિકારક રીવાજો ઉપર વિવેચન કર્યું. હવે આપણે મૃત્યુ મૃત્યુ પાછળ જમણવાર. પાછળ કરવામાં આવતી જમણવારના રીવાજને હાથ ધરીશું. આ રીવાજને જૈન ધર્મના શા સંમતિ આપતા હોય તેવું સાંભળ્યામાં અગર વાંચવામાં આવ્યું નથી.
આપણા ધર્મોપદેષ્ટાઓ સ્પષ્ટ રીતે કહે છે કે સુખ અગર દુઃખ, સારૂં અગર બુરું ફળ આપણું પિતાનાં જ પૂર્વકૃત કર્મો ઉપર આધાર રાખે છે. કરશે તે ભરશે એ નિયમાનુસાર આપણે પોતે જેવાં કાર્યો કરીશું તેવાં તેનાં ફળ ભોગવીશું. અન્ય પુરૂષ સંવિભાગી થશે નહિ. દાન પુણ્ય જે કંઇ આપણે સ્વહસ્તે કરશું તેને લાભ આપણને જ પ્રાપ્ત થશે. હાથે તે સાથે