________________
૧૯૦૯].
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ-પુના,
[ ૧૮૧
ફત્તેહમંદ ઉતરે એવો વિશ્વાસ પ્રદર્શિત કરી, કોન્ફરન્સના ઠરાવને અમલ કરવા પુનઃ પ્રાર્થના કરી, પ્રતિનિધિ તથા પ્રેક્ષક વર્ગ તથા સુશીલ બહેને ફરીથી આવકાર આપી, આપણું રાજ્યકર્તા શહેનશાહ એડવર્ડને ધન્યવાદ આપી આ ભાષણ સમાપ્ત કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શેઠ નથમલજી ગુલેચ્છાનું ભાષણ આજના મેળાવડામાં મારા કરતાં વધારે લાયક હોશીયાર પુરૂષોને હાજર દેખું છું તેને આ ભાન નહીં આપતાં મને આપવામાં આવ્યું છે તે માટે મને અફસેસ થાય છે. પરંતુ શ્રી સંઘની આજ્ઞા બજાવવા હું તત્પર થાઉં છું અને પધારેલા સર્વે સાહેબને પિતાનું કામ છડી અને પધારવા જે તસ્દી લીધી છે તે માટે હું ધન્યવાદ આપું છું. ત્યારપછી પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા' એ સૂત્ર કહી, જ્ઞાનના ફેલાવા સંબંધી સરસ રીતે વિવેચન કર્યું હતું. આગળના આપણું વિદ્વાનોની સાથે હાલની આપણી પછાત પડેલી સ્થિતિ સરખાવી હતી. પછી પારસી કોમ જેવી હમણાજ આગળ વધેલી કેમ સાથે આપણી કોમને સરખાવી, આપણી પછીત દશા ચોખ્ખી રીતે દર્શાવી આપી હતી. સાંસારિક કેળવણી અને તાલીમ ઘણું પ્રકારની છે. ૧– લખવું વાંચવું જાણવું તે, ૨– ચડતા દરજ્જાની પરીક્ષામાં પાસ થવું, જેમકે સિવિલ સરવીસ, ડેકટરની અથવા ઈજનેરી વગેરે વગેરે. ૩- નાના નાના ધંધા રોજગારને લીધે અથવા પિષણને માટે સાધારણ સર્વોપયોગી હુન્નરો જેવા કે, ફેટેગ્રાફી, ટાઈપરાઈટીંગ, ઘડીયાળ બનાવવાને, સર્વે અને ડ્રોઈંગ ઈત્યાદિ શીખવું. ખાસ કરીને આવા નાના નાના હુન્નર શીખવામાં વખત ઘેડે જાય છે, અને સામાન્ય ગૃહસ્થનો એક નિયતથી નિર્વાહ થઈ શકે છે, તથા શ્રીમાન લોકોને શેખ પુરો થાય છે. જે આપણું કોમમાં આવી જાતના કારીગરે હોય તો જે લોકો આવા રોજગારે ઉંચા પ્રકારથી કરે છે તે લેકે અન્ય કોમના લોકોને નોકર ન રાખતાં પિતાની કામના લોકોને સાહ્યતા આપવાની તક જરૂર આપશે. એ રસ્તે આપણી કોમમાં જે ગરીબી પ્રતિદિન વધતી જાય છે તે કમ થઈ નાબુદ થશે. આ રીતને અમલમાં લાવવાના બે રસ્તા છે. પહેલો એ કે ટેકનીકલ અથવા ઔદ્યોગિક સ્કુલો સ્થાપવી અને જે સ્થળામાં આવી સ્કુલો ઉઘાડવામાં આવે તે સ્થળોનાં બચ્ચાંઓને તેમાં દાખલ કરવાં. બીજો રસ્તો એ છે કે જે લેકે આવી જાતના ખાતાંઓ ચલાવે છે તેઓએ પિતાનાં કારખાનામાં કારખાનાની ગુંજાસના પ્રમાણમાં છોકરા છોકરીઓને દાખલ:કરીને કામ શીખવવું. આવા પ્રકારને માર્ગ કાયમ થવાથી મને પો ભરોસો છે કે બહુ થોડા વખતમાં જ્યારે લેકે આ તરફ નજર દોડાવતા થશે અને તેના કાયદા હાંસલ કરવા લાગશે ત્યારે આજની બેરોજગારીને અંત આવશે. - ત્યારપછી પ્રમુખ સાહેબે ધાર્મિક અભ્યાસની આવશ્યક્તા દર્શાવી જૈન સીરીઝ તૈયાર કરવા આદિ કેળવણીને લગતાં કાર્યો કરવા માટે કમીટી નીમવા ભલામણ કરી, સ્ત્રીશિક્ષણની જરૂરીઆત ઉપર અસરકારક રીતે વિવેચન કર્યું હતું. આપણી કોમમાં ગ્વાલીયર રાજ્યની મહારાણી ગર્લ્સ સ્કુલ જેવી સ્કુલોની આવશ્યક્તા ઉપર બોલી પછી જીવદયા સંબંધી ડાક વિચારો બતાવી, અનાથાશ્રમની ઉપયોગિતા ઉપર સારી રીતે બોલ્યા હતા. તદનંતર મંદિરોદ્ધાર, પુસ્તકોદ્ધાર તથા શિલાલેખો ' ઉપર સહેજ બેલી જન સેંટ્રલ લાયબ્રેરી ખોલવાની અગત્યતા દેખાડવામાં આવી હતી. તે પછી કુરીતિઓ દૂર કરવા ખાસ આગ્રહ કરી, યુનીવર્સીટીમાં ભાગધી ભાષાને બીજીભાષા તરીકે દાખલ કરાવવા પ્રયાસ કરવાની ખાસ ભલામણ કરી અને કેટમાં જૈન લો માન્ય કરાવવા ઘણોજ ઉધમ કરવાને આગ્રહ કરી, સં૫, જૈન બેંક, કોન્ફરન્સ જરૂરીઆત દર્શાવી છેવટે મુંબઈના ગવર્નરને ધન્યવાદ આપી આ ભાષણ સમાપ્ત કરવામાં આવ્યું હતું.