________________
૧૮૦ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ જુલાઇ
કન્યાવિક્રયના, વૃદ્ધવિવાહુના, બાળલગ્નના અને મિથ્યાત્વી પર્માંના હાનિકારક રીવાજ બંધ કરવા ઠામેઠામ થતા યત્ન અને ખાસ કરીને કાઠીયાવાડમાં બહુ ઠેકાણે કન્યાવિક્રય થાય છે તેનુ મધ પડવુ', જૈનિધિ અનુસાર થતાં લગ્ના, અનાથેાને મળતા આશ્રય, ભ્રાતૃભાત્ર વધારવાના થતા યત્ન, પ્રાચીન તવારીખ તરફ વધેલી ઉલટ, જીવદયા, ધાર્મિક ખાતાંઓના હિસાબની થતી તપાસણી, ચુનીવરસીટીમાં જૈન સાહિત્ય તથા ભાષાનું દાખલ થવું, જૈન તહેવારાની મળેલી રજા, ધારાસભામાં જૈન પ્રતિનિધિ દાખલ કરવા થયેલા યત્ન, જૈન છબીએ પ્રસિદ્ધ ન થવા માટે રચાયલા પ્રમ'ધ વિગેરે નાના મેટા સુધારાએ જે ચર્ચાઇ રહ્યાછે તે સઘળી સુધારાની હયાતી આપણી આ કાન્ફરન્સનેજ આભારી છે. પ્રવીણ પાલીટીશીઅન બ્રેડલેાનું એ સૂત્ર હતું કે સઘળા સુધારાએ એક સાથે થઈ શકતા નથી. સુધારાવાળાઓને લેાકેાના તિરસ્કાર, ખળ કે માર પણ સહુન કરવા પડે છે, તાપણુ સુધારકે જો તેમની પવિત્ર ફરજમાં મચ્યા રહે છે અને દ્રઢતાથી આગળ વધે છે તે તેથી સુધારાને અમલ અને ફેલાવા જરૂર થવાને; અને તેના તિરસ્કાર કરવાવાળાએજ તેને અભિવંદન આપેછે. સત્ય વાત છે કે રામ શહેર કાંઈ એકજ દિવસમાં ખધાયું નથી.
પછી કાન્ફરન્સનાં બંધારણુ સંબંધી સૂચના કરવામાં આવી કે બધા ઠરાવાના સરખી રીતે પ્રચાર કરવા સારૂ જ્યાંસુધી પગારદાર ઈન્સ્પેકટરો અને ઉપદેશકો જીલ્લાવાર મુકરર કરી તેઓના નિર્માણ કરેલ કામના રિપોર્ટ નહી આવવા લાગે, સેક્રેટરીએના હાથ નીચે પગારદાર કલાર્કા નહીં રાખવામાં આવે ત્યાંસુધી સચોટ નિશાન લાગશે નહી.
હવે એવેા સમય આવ્યા છે કે ખાલી ધામધુમને છેડીને જેમ અને તેમ થાડા ખર્ચથી કોન્ફરન્સ ભરવી જોઇએ, આમ થવાથી દરેક સ્થળના લોકો કારન્સને આમત્રણ કરી શકશે, અને ધનને બચાવ થઇ શકશે.
કાન્ફરન્સના ઠરાવોના અમલ કરાવવાને એક ઉત્તમ રસ્તા છે અને આમાં આત્મભાગની પુરી જરૂર છે. દર વર્ષે માત્ર પંદર દિવસ સુધી મેટામેટા શહેરામાં આગેવાનામાંથી ૧૫–૨૦ ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન મુકરર કરેલ વખતે જવાના જો પ્રથા ચાલુ કરે તે તેની શેષ અને મરતખા ભારે અસર કરી શકે છે અને સાધુ મુનિરાજે જે વિહારમાં ઉપદેશ આપતા રહે તેા ઘણા વષૅમાં જે કામ પાર પડે નહીં તે ચેડા સમયમાંજ સિદ્ધ થઇ જાય.
ત્યારબાદ આપસ આપસના ઝગડાઓ દૂર કરી કુસંપને દેશવટા દઇ, કેળવણીથી થતા ફ્રાયદા સમજાવી, કેળવણી બહેળે હાથે પ્રચાર કરવાના આગ્રહ કરી ઔદ્યોગિક કેળવણીના ફેલાવા કરવા ઉદ્યોગશાળાઓ સ્થાપવા ઉપર ખાસ ભાર દઇ, અલીગઢ કાલેજ જેવી આપણી જૈન સેંટ્રલ કોલેજ સ્થાપવા ભલામણુ કરી, આપણાં પવિત્ર તીર્થોના ઉદ્ધાર તથા રક્ષણ કરવા આગ્રહ કરી, જૈન બેંક તથા પૂનામાં જૈન ખેોર્ડિંગ ઉધાડવા ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યુ હતું. છેવટે મહારાષ્ટ્રની હાજતામાં દક્ષિણમાં કેળવણી પ્રચલિત છે તે સર્વે દૂર કરવા પ્રયાસ કરવાની જરૂરીઆત
શ્રેણી પછાત છે પણુ દુષ્ટ રીવાજો જણાવી, પૂના મહિલા પરિષદ્