SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ યુના. ૧૭૮ શ્રી સાતમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, પૂના. (થયેલા ભાષણને સાર). સ્વાગત કમીટીના પ્રમુખનું ભાષણ–આ ભાષણ જોઈએ તે કરતાં લાંબું છે. આ ભાષણ માત્ર આવકારદાયકજ હોવું જોઈએ તથા તેમાં સહેજ આવકાર દેનાર શહેરનું વર્ણન તથા પ્રાચીન અર્વાચીન જાણવા લાયક એતિહાસિક હકીકતો આવવી જોઈએ. વિષય ચર્ચવાથી :ભાષણ લાંબું તથા શ્રોતાજને કંટાળો ઉપજાવનારૂં થાય છે, તેથી હવેથી આવું ભાષણ માત્ર આવકાર દેનારૂં જ થવું જોઈએ. પ્રમુખે પિતાનુંભાષણ પિતેજ વાંચવું જોઈએ કે, જેથી શ્રેતાઓ ઉપર અસર સારી થાય. આ ભાષણ પ્રમુખ સાહેબની આજ્ઞાથી માત્ર પરમારે વાંચી સંભળાવ્યું હતું. .. શરૂઆતમાં પ્રમુખ સાહેબે પિતાને મળેલા પદ માટે ભાગ્યશાળી થયેલ જાહેર કરી પૂનામાં પધારેલા સર્વે ડેલીગેટ તથા વીઝીટર સાહેબને માન સહિત આવકાર આપી તેઓને ઉપકાર માન્યો હતો. પ્લેગ આદિ કારણોને લીધે કોન્ફરન્સ ભરવામાં મેટું થયું તેને માટે ક્ષમા માગી સ્વકેમની સુધારણ એજ સર્વે બંધુઓનું એકજ નિશાન છે તે તરફ જ દ્રષ્ટિ રાખી, કાર્ય ક્ષેત્રમાં ઉતરવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સને ફલોહીમાં થયેલો જન્મ અને તેના બાળપણને જીવનનું વર્ણન કરી આવી કોન્ફરન્સથી થતા લાભ સમજાવી, પૂના શહેરનું પ્રાચીન અને આધુનિક ખ્યાન આપી દક્ષિણ સાથે જૈન ધર્મને સંબંધ ઘણું પ્રાચીન સમયથી ચાલ્યો આવ્યો છે તે સરસ રીતે સમજાવી, પૂનાના સાંપ્રતકાળના જૈનબંધુઓની સ્થિતિને ઈતિહાસ દર્શાવવામાં આવ્યો હતો. કેન્ફરન્સરૂપી બાળક હવે પોતાના પગ ઉ. પર ટટ્ટાર થવા લાગ્યું છે. કેન્ફરન્સના નિંદકોની દલીલમાં કંઈ વજુદ નથી. ચળવળ (એજીટેશન) ની જરૂરીઆત, વિદ્વાને તથા શ્રીમાનું સંમેલન, સધન અને નિધનનું સાથે મળવું, નવી રોશનીવાળા વિચારે વિગેરે કેન્ફરન્સની આવશ્યકતા દેખાડે છે. છ વર્ષની અંદર જે જે કામ કેન્ફરન્સ કર્યા છે તેમાંથી કેટલાંક તે જાહેરમાં આવી ચૂક્યાં છે. આજ સુધીના બધા ઠરાવ સૂચનારૂપ અને કાર્યની આવશ્યકતા બતાવનાર હતા. પરંતુ હવે કેન્ફરન્સ કાંઈક ઉંચી પગથી ઉપર પહોંચી છે. એટલા માટે તે ઠરાવોને મજબુતીથી વ્યવહારૂરૂપ આપવાને વખત આવી પહોંચ્યો છે, હવે ઠરાવામાં આવશ્યકતાની જગ્યાએ પ્રચાર શબ્દ વપરા જોઈએ. જીર્ણોદ્ધાર માટેનાં લાયક મંદિરનાં લીટ, ડું થોડું કામ કરવાની શરૂઆત, કેટલાએક મંદિરના જીર્ણોદ્ધાર માટે અપાયેલી મદદ, પુસ્તકનાં જુદાં જુદાં લીસ્ટ, ડાયરેકટરી, ધાર્મિક, અને વ્યવહારિક કેળવણીના ફેલાવા માટે અપાતી સ્કોલરશીપ, મદદ આપી પાઠશાળાઓ ઉઘાડવાનું કામ (જેના લીધે ઘણા ગાર્મમાં પાઠશાળા ઉઘડી છે.) બેડીંગ વગેરેની સ્થાપના, રેવા કુટવાને,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy