________________
૧૯૦૮ ]
પાંજરાપાળે અને તેની સ્થિતિ,
૯ ૨૩
જનાવરાને પુરતા ખારાક નહી અપાતા હાય, કેટલેક ઠેકાણે તેા જનાવરેશને જોઈએ તે કરતાં પણ વધારે ખારાક આપવામાં આવે છે. અને તેના પરિણામમાં પેટપીડરૂપી અનેક દરો ઉત્પન્ન થાય છે. કાઇ કોઇ જગ્યાએ તા જ નાવરાને લાડુ તથા એવી ખીજી મીઠાઈ ખવરાવવાના રીવાજ છે અને તેમ કરીને ભાવિક તથા દયાળુ પણ અજ્ઞાન લેાકેા જનાવર તરફ પાતાની કેવી સારી લાગણી છે તે દેખાડી આપે છે. પણ જનાવરોને જોઈએ તે કરતાં વધારે અને કિમતી ખેારાક આપવાને બદલે તેટલા જ ખર્ચ માંઢાં જનાવરાને દવા વિગેરેમાં કરવામાં આવે તે તેથી જનાવરાને ઘણાજ ફાયદો થાય. મુ ખ ઇની પાંજરાપેાળમાં જનાવરાને જોઇએ તે કરતાં વધારે ખારાક આપવામાં આવતા નથી, એ ઘણુ* ખુશી થવા જેવુ છે.
પાંજરાપેાળામાં હમેશાં સાજા' તેમજ માંદા અને જનાવરામાં નર અને માદા જુદા જુદા બાંધવા જોઇએ. પણ મુબઇની પાંજરાપાળમાં આ નિયમ ખરાખર સચવાતા નથી, બકરા અને મકરીએ, ઘેટા અને ઘેટીએ, પાડા અને પાડીએ, સઘળાં સાથે રાખવામાં આવે છે તે ખીલકુલ સલાહ ભરેલુ નથી. કુતરાંઓની બાબતમાં આમ કરવુ... ઘણુંજ જોખમ ભરેલુ' છે. અને ખાસ કરીને કુતરાકુતરીઆને તેા જુદાજ રાખવા જોઇએ.
માંદાં જનાવરોને માટે ઇસ્પિતાલની સ્થિતિ ઘણીજ સારી હતી અને વેટેરીની સરજન ડૉ. નરસીહરાવ માંદાં જનાવરોની દરેક રીતે પુરતી કાળજી રાખે છે. જેમ પાંજરાપોળામાં હમેશાં હોય છે તેમ જખમ અને ગ્રંથીના દરદીઓની સખ્યા વધારે હતી અને તેવા દરદીઓને દવા ચાપડવાની ગોઠવણ ઘણીજ સારી હતી.
માવજત કરનારા માણસાની સખ્યા ઘણીજ થાડી છે. દર સા જનાવરો પર ફક્ત ૩ માણસાને તે કામપર રાખેલા છે તે ઘણાજ થાડા કહેવાય. ઓછામાં આછા દર સૌ જનાવરા દીઠ ૧૦ માણસો રાખવા જોઇએ. અને તે માણુસાને જનાવરની માવજત સિવાયનું બીજું કાંઇ પણ કામ સોંપવું નહી.
ધ
આ પાંજરાપાળમાં કુતરાની સખ્યા ઘણીજ વધારે છે. જો કે ખુજલીવાળાં કુતરાઓને ખાસ જુદા રાખવામાં આવે છે, તાપણ કેટલીક વખત ભેળસેળ થઇ જાય છે. કુતરાંએ અહીં ઝાઝાં નહીં રાખતાં ચીમોડમાં મેાકલાવી દેવાં જોઇએ, પૈસા સમધીની આ પાંજરાપાળની સ્થિતિ ઘણીજ સારી છે.
અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટર સી. મેાતીચંદ કુરજી ઝવેરીએ તા. ૩૧-૮-૧૯૦૮ ને રાજ સુરતની પાંજરાપાળ તપાસી હતી. આ પાંજરાપાળ સંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકોની જાણને માટે તેમાંની નીચે લ ખી હકીકતા પ્રગટ કરીએ છીએ.