________________
જૈન બંધુઓ વચ્ચે અને અમુલ્ય લાભ છે.
શ્રી જૈન શ્વેતામ્બર ડીરેકટરી. વહાલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કેન્ફરન્સ વખતે જન શ્વેતાંબર કેમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળરૂપે શ્રી જન તાંબર ડીરેકટરીના-ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત)–એવી રીતે બે ભાગ આ સમયે જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકત દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તીસંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેવેની સરળ માહિતી આપનારાં ચિન્હવાળ સુંદર નકશો પણ આપેલો છે. ટુંકમાં જેનોની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પશેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે, વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ અને બીજા ભાગના રૂ. ૧-૪-૦ અને બન્ને ભાગ સાથેના રૂ. ૧-૧૪-૦ રાખવામાં આવેલ છે, ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૦૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો લાભ આપવાનું છે. માટે સર્વે જન બંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે. નકશાની છુટી નકલ અઢી અનાની પિસ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે.
જાહેર ખબ૨, ધી જન શ્વેતાંબર ફંડમાં જે પ્રેમીસરી નેટે છે તેનું જે વ્યાજ આવે તેમાંથી સદરહુ ફંડ ચલાવવાનું ખર્ચ જતાં બાકી રહે તેની અડધી રકમ નિરાશ્રિત વિધવાઓ, માબાપ વિનાનાં છોકરાં અને નિરાશ્રિત વિધાથી એને આપવી અને બાક ત્રીજા ભાગની રકમ હાયર એજ્યુકેશન શીખનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી અને ત્રીજા ભાગની રકમ મીલ અથવા તેવા જ બીજા હુન્નરે શીખનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી અને ત્રીજા ભાગની રકમ મેડીકલ લાઈનમાં અભ્યાસ કરનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી.
સદરહુ મુજબ વહેંચણી કરવાની છે માટે જેઓને મદદ જોઈતી હોય તેઓએ મજકુર ફંડના નીચે સહી કરનાર સેક્રેટરીને અમદાવાદ અરજીઓ મોકલવી. અરજદારની અરજીઓ. માંથી જે વધારે નિરાશ્રિત હશે તેને પ્રેફરન્સ આપવામાં આવશે. અમદાવાદ
( સહી ) હરિલાલ મંછારામ * તા. ૧ લી મે સને ૧૮૦૮
સેક્રેટરી,