________________
૧૬૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જૂન
બીજે દિવસે તા. ૨૩-૫-૦૯ બીજા દિવસની બેઠક બપોરે બાર વાગે મળી હતી. પ્રમુખ સાહેબ નથમલજી જ્યારે મંડપમાં દાખલ થયા ત્યારે ચારે તરફથી તેમને જયઘોષથી વધાવી લેવામાં આવ્યા હતા. આજની બેઠકમાં પૂનાની ખેતીવાડી કેલેજના પ્રિન્સીપાલ તથા અહિંના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ તથા પૂનાના કલેકટરે હાજરી આપી હતી.
આરંભમાં બાળાઓએ મંગળ ગીતો ગાયાં હતાં પછી મી મકનજી જુઠાભાઈ મહેતાએ બહાર ગામથી આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા. ત્યારબાદ પ્રમુખ તરફથી તેમના પુત્ર શેઠ બાગમલજીએ પ્રથમ ચાર ઠરાવો પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકો સમક્ષ વાંચી સંભળાવ્યા હતા. અને સર્વેએ તે ઠરાવો દરેક ઠરાવને ઉચિત લાગણી પ્રદર્શિત કરી પસાર કર્યા હતા.
૫ મો ઠરાવ મી. લખમશી હીરજી મસરીએ અસરકારક ઢબમાં રજુ કર્યો હતો અને તેને લગતું ઉમદા ભાષણ કર્યું હતું. આ ઠરાવની દરખાસ્તને મી. મણિલાલ નથુભાઈ દેશી, મી. કેશવલાલ અમથાશા, શેઠ લાલભાઈ કલ્યાણચંદ, મી. ડાહ્યાભાઈ ચુનીલાલ સરાફ, નાણાવટી જમનાદાસ બાલાભાઈ મી. નારણજી અમરસી તથા મી. સાંકળચંદ માણેકચંદ પડીયાળી તથા મી. ફતેચંદ કપુરચંદ લાલન એઓએ અનુક્રમે ટેકે તથા અનુમોદન આપ્યું હતું.
છઠો ઠરાવ મી. અમરચંદ પી. પરમારે રજુ કર્યો હતો. તેને ટેકો આપતાં મી. શિવજી દેવસીએ એક છટાદાર ભાષણ કર્યું હતું. આ ભાઈએ કન્યાવિક્રય ઉપર એક સુંદર કવિતા ગાઈ હતી જેની એવી ઉંડી છાપ શ્રેતાઓ ઉપર પડી કે તુરત સર્વે પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોએ ઉભા થઈ મુનિ મહારાજ શ્રી અમરવિજ્યજી પાસે પચ્ચખાણ લીધા હતા. તે પછી શેઠ નાનચંદ ભગવાન, બી. ત્રિભુવનદાસ જાદવજી, મી. લાલચંદ દેવચંદ, મી. લહેરૂભાઈ ચુનીલાલ તથા મો. મણિલાલ રતનચંદે આ ઠરાવના અનમેદનમાં પ્રસંગને અનુસાર ભાષણ . કર્યા હતા.
ત્રીજો દિવસ તા. ૨૪-૫-૦૯ ત્રીજા દિવસની બેઠકમાં શરૂઆતમાં શ્રી જૈન મંગળ ગાયન સમાજના બાળકે મંગળ ગીત ગાઈ રહ્યા પછી સાતમો ઠરાવ મી. લતચંદ પુરૂષોત્તમ બરેડીયાએ રજુ કર્યો હતો અને તેને ટકે શેઠ માણેક્લાલ ઘેલાભાઈએ આપ્યો હતો તથા મી. અમરચંદ પી. પરમારે અનુમોદન આપ્યું હતું.
આઠમો તથા નવમો એ બન્ને પ્રમુખ તરફથી મુકાયા હતા. ' દશમો ઠરાવ શેઠ ટોકરશી નેણસીએ રજુ કર્યો હતો. તેને મી- ચુનીલાલ નારણદાસે ટેકો આપ્યો હતો અને મી. મૂલચંદ આશારામે છટાદાર સુંદર ભાષામાં અનુમોદન આપ્યું હતું.
ઠરાવ ૧૧ મો પ્રમુખ તરફથી મુકવામાં આવ્યું હતું.
ઠરાવ ૧૨ માની પંડિત લાલને દરખાસ્ત મુકી હતી. મી. મોતીચંદ કુરછ ઝવેરીએ ટેકે આપ્યો અને મી. લતચંદ પુરૂષોત્તમ બડિયાએ અનુમાન આપ્યું હતું.
ઠરાવ ૧૩ મો. મી. બાલચંદ હીરાચંદે રજુ કર્યો. મી. મોહનલાલ દલીચંદ દેસાઈએ ટેકો આપે. મી. હેરૂભાઈ ચુનીલાલ તથા શેઠ વીરચંદ કૃષ્ણજીએ અનુમોદન આપ્યું હતું. : ઠરાવ ૧૪ મે. પ્રમુખ તરફથી મુકાયું હતું અને તેના સંબંધમાં મી. ગુલાબચંદજી દ્રઢ સાહેબે ખુલાસો કર્યો હતો.