________________
૧૮૦૦ ]
શ્રી સાતમી જૈન વેતાંબર કેન્ફરન્સ પુના.
[ ૧૬૭
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, પુના.
(સંક્ષિપ્ત વર્ણન) શ્રી સાતમી જૈન કોન્ફરન્સની તૈયારીઓ માટે માત્ર ૧ મહિના જેટલી ટુંક મુદત રહી હતી તે છતાં આ દેઢ માસમાં આપણા પૂનાના ઉત્સાહી બંધુઓએ એવી ઝડપથી અને સંભાળ પૂર્વક કામ લીધું હતું કે જેથી કૅન્ફરન્સની આ સાતમી બેઠક સાંગોપાંગ ઉતરી હતી. આ કોન્ફરન્સ આપણી બીજી કોન્ફરન્સ કરતાં કેટલીક બાબતોમાં સરસાઈ ભોગવતી હતી. મંડપ વિશાળ તેમજ પુષ્કળ હવાવાળ બાંધવામાં આવ્યો હતો. મંડપના કમ્પાઉન્ડમાં જુદી જુદી ઓછીસે માટેના જુદા જુદા તંબુઓ, ફુઆર, સરસ ઢબમાં ગોઠવેલાં ફુલઝાડનાં કુંડા એ સર્વે પ્રેક્ષકોના ચિત્તને આનંદ આપતાં હતાં. આ કોન્ફરન્સમાં આશરે ૧૩૦૦ ડેલીગેટ, ૧૫૦૦ વીઝીટરે અને લગભગ ૮૦૦ બાનુઓ હાજર હતી, તે ઉપરાંત યુરોપીયન ગૃહો તથા કેટલાક નામાંકિત અન્ય કોમના આગેવાન ગૃહસ્થ પણ હાજર હતા. કોન્ફરન્સના ત્રણ દિવસમાં મુનિ મહારાજ અમરવિજયજી તથા બાલવિજ્યજીએ હાજર રહી શ્રી સંઘ ઉપર ઉપકાર કર્યો હતે.
પ્રથમ દિવસ તા. ૨૨-૫-૦૦ બરાબર એક વાગે સ્વાગત કમીટીના ચેરમેન શેઠ શિવદાનજી પ્રેમાજી ગોટીવાળા તાળીઓના અવાજ સાથે મંડપમાં દાખલ થયા. ત્યારબાદ થોડીવાર પછી બીજા આગેવાન ગૃહસ્થોએ આવવા માંડ્યું અને લાયકને લાયક માન આપવામાં આવ્યું. બરાબર પિણુંબે વાગે પ્રમુખ સાહેબ શેઠ નથમલજી ગુલેચ્છા પધાર્યા હતા. | શરૂઆતમાં પૂના જૈન સંગીત મંડળનાં જૈન બાળકો તથા બાળકીઓએ સુસ્વરથી મધુર મંગલાચરણનાં ગાયને ગાયાં હતાં.
ત્યારબાદ સ્વાગત કમીટીના ચીફ સેક્રેટરી શેઠ છગનલાલ ગણપતદાસે આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. પછી શેઠ શિવદાનજી પ્રેમાળ ગેટીવાળાએ પધારેલા ગૃહસ્થોને આવકાર આપી પિતાનું ભાષણ મી. અમરચંદ પી. પરમારને વાંચવા આપ્યું. આવકાર આપનારું ભાષણ પુરૂં થયા પછી સ્વા. કટ ના ઉપપ્રમુખ તથા જનરલ સુપરવાઈઝર શેઠ મેતીચંદ ભગવાનદાસે ગ્વાલીયરવાળા શેઠ નથમલજી ગુલેચ્છાને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને યેવલાવાળા શા. દામોદર બાપુશાએ ટેકો આપ્યો, અને તેટહારાવાળા ઓનરરી માજીસ્ટ્રેટ શેઠ હરખચંદ ગુલાબચંદ તથા સ્વા. કટ ઉપપ્રમુખ શેઠ ગગલભાઈ હાથીભાઈએ અનુમોદન આપ્યું હતું, બાદ તાળીઓના અવાજ વચ્ચે શેઠ નથમલજીએ પ્રમુખસ્થાન લીધું હતું. આ વખતે મી મકનજી જુઠાભાઈ મહેતાએ કોન્ફરન્સની ફતેહ ઈચ્છનારાઓના તે દિવસે આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા. તે પછી પ્રમુખ સાહેબે પોતાનું ભાષણ થોડુંક વાંચી બાકીનું ભાષણ વાંચવા તેમના પુત્ર શેઠ બાગમલજીને આજ્ઞા આપી. શેઠ બાગમલજીએ આ ભાષણ પુરૂ કર્યું હતું. ત્યાર પછી શેઠ કુંવરજી આણંદજીની દરખાસ્તથી અને શેઠ હીરાચંદ ધનજી તથા શેઠ વીરચંદ કૃષ્ણના ટેકાથી આ કેન્ફરન્સમાં પસાર કરવાના ઠરાવો નક્કી કરવા, સબ્જેકટસ કમીટીના મેમ્બરે ચુંટી કાઢવામાં આવ્યા હતા. છેવટે ઉઠતી વખતના મંગળ ગીતે સાંભળી પ્રથમ દિવસની બેઠક પુરી કરવામાં આવી હતી,