________________
૧૮૦૯ ]
ચેથી જૈન મહીલાપરિષ૬,
[ ૧૬૮
ઠરાવ ૧૫ મ. મી. ગુલાબચંદજી ઢ સાહેબે રજુ કર્યો. શેઠ બાગમલજી તથા શેઠ ગુલાબચંદ દેવચંદે ટેકો આપ્યો અને મી. લલ્લુભાઈ કરમચંદ દલાલે અનુમોદન આપ્યું હતું.
ઠરાવ ૧૬ મ. પ્રમુખ તરફથી મુકવામાં આવ્યો હતો.
ઠરાવ ૧૭ મો. બાબુ રાયકુમારસિંહે અસરકારક રીતે રજુ કર્યો હતો અને તેને શેઠ માણેકલાલ ઘેલાભાઈએ તથા પંડિત લાલને ટેકો આપ્યો હતો. આ વખતે બધાએ ઉભા થઇ પ્રતિજ્ઞા લીધી હતી.
ઠરાવ ૧૮ મો. પ્રમુખ તરફથી મુકામે હતો. છેવટે પ્રમુખ સાહેબ તરફથી પ્રતિનિધિએને ધન્યવાદ આપવામાં આવ્યો તથા સ્વાગત કમીટીનો આભાર માનવામાં આવ્યો. ત્યારપછી શેઠ દામોદર બાપુશા તરફથી વોલંકીઅરનો આભાર માનવામાં આવ્યો તથા તેના યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા. પછી મીટ હલ સાહેબે જણાવ્યું કે આવતી કોન્ફરન્સ શ્રી
યણુજી તીર્થમાં ૧૮૧૦ ના ડીસેમ્બર માસમાં મળશે. મીરા કુંવરજીભાઈએ જણાવ્યું કે મને નવાણું ટકા ખબર મળી છે કે આવતી કોન્ફરન્સ સુરત ખાતે જ મળશે પણ તે હજી નક્કી નથી. ત્યારપછી સ્વાગત કમીટી તરફથી ડેલીગેટોને તથા પત્રકારોને તથા ડાકતર વિગેરેનો આભાર માનવામાં આવ્યો હતો. પ્રમુખ સાહેબને આભાર માનવામાં આવ્યો હતે. પછી મું. બઈવાળાઓને આભાર માનવામાં આવ્યો હતે બાદ પ્રમુખને હાર તેરા ગુલાબ અત્તર આપ્યા પછી કોન્ફરન્સ વિસર્જન થઈ હતી.
ચોથી જૈન મહિલા પરિષ૬.
તા. રપ-પ-૦૯ આ પરિષદમાં આશરે બે હજાર કરતાં વધારે જન બાનુઓએ હાજરી આપી હતી. તે ઉપરાંત મીસીસ કીંગ તથા ડી દેશી ખ્રીસ્તી બાનુઓ અને મરાઠા બાનુઓએ ભાગ લીધો હતો. આશરે ત્રીશેક સ્ત્રીઓએ કંટીયર તરીકે કામ કરેલું હતું. બરાબર ૧૨ વાગે પ્રમુખ સિ, મીઠાબાઈ પવાર્યા. અને તેઓને સર્વે સ્ત્રીઓએ આવકારદાયક શબ્દવડે વધાવ્યા. આરંભમાં બાળાઓએ સમયને ઉચિત મંગળ ગીતો ગાયાં પછી સ્વાગત કમીટીના પ્રમુખ સો. પાર્વતીબાઈ અનિવાર્ય અડચણને લઈને હાજર ન હોવાથી તેમની ભત્રીજી મેનાબાઇએ તેમનું ભાષણ વાંચ્યું હતું. ત્યારપછી સે.મોતીબાઈએ દરખાસ્ત કરી કે સે.મીઠાબાઈ મેળ ખેતસીને પ્રમુખસ્થાન આપવું. આ દરખાસ્તને વહાલી બહેને ટેકો આપ્યો અને સે. મીઠાબાઈએ તાલીઓના અવાજ વચ્ચે પ્રમુખસ્થાન લીધું. ત્યારપછી તેમણે બુલંદ અવાજે વિકતા ભરેલું છટાદાર રીતે ભાષણ કર્યું હતું. આ ભાષણ થઈ રહ્યા પછી બીજી કેટલીએક બી વકતાઓના ભાષણે સાથે ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ રી વકતાઓમાં બહેન તારાબાઈ ચુનીલાલ પનાલાલ તથા બહેન વહાલીનાં ભાષણો બ સારાં હતાં.