________________
૧૫૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
કંગાલ સ્થિતિને પામતો જાય છે એટલું જ નહીં પણ આપણી કોમને માટે ભાગ પણ ધંધા વગર ગરીબાઈમાં આવી પડયે છે તેથી કરી આપણું દેશની તેમજ આપણું પિતાની ગયેલી જાહોજલાલી ફરીથી પ્રાપ્ત કરવા માટે,
૧. જે જે વ્યાપાર અને ઉદ્યોગ ઉત્તરાદિ પ્રાચીન સમયમાં આપણું દેશમાં ચાલતા હતા તેને પુનરૂદ્ધાર કરવા,
૨. જે બીજા દેશ વ્યાપાર હુન્નરાદિમાં સ્પર્ધામાં ઉતરી આપણાથી આગળ વધ્યા છે તેનું મૂળ શોધી કાઢી તેમના કરતાં ઉત્તમ વસ્તુઓ આપણુ દેશમાં બનાવવા,
૩. આપણા દેશમાં હયાત રહેલા ઉઘોગ હુનર હેય તેને પુરતું ઉતેજન આપવું,
૪ ખાસ કરી આપણા દેશમાં ઉત્પન થતી ચીજો વાપરવા અને તેને વધુ ખપ કેમ થાય તે માટે બનતે પ્રયાસ કરો,
૫ હંમેશની આપણી ઉપયોગી ચીજો જેવી કે ખાંડ, કેશર, મીણબત્તિ વિગેરે જે વાપરવામાં આપણે ધર્મ ભષ્ટ થાય છે તેવા પદાર્થો એકદમ બંધ કરવા વિગેરે બાબતે માટે કાળજીપુર્વક અવશ્ય ધ્યાન આપવા તેમજ તે મુજબ છે વર્તવા માટે આ કેલ્ફરન્સ દરેક બંધુને ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૧૫ મે.
( પ્રમુખ તરફથી.) આખા હિંદુસ્થાનના ભવેતાંબર જૈનબંધુઓ એકત્ર મળીને સર્વાનુમતે કરાલ કરે છે કે કલકત્તાની વડી સરકારે શ્રી સમેતશિખરજીના પવિત્ર તીર્થ પર બંગલા બાંધવાને અમારી લાગણીને દુઃખવે તે ઠરાવ રદ કરીને અને તે હકીકત નામદાર મુંબઈ ગવર્નમેન્ટ મરહમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ પર પત્રદ્વારા જણાવીને અમારા પર મોટો આભાર કર્યો છે તે સંબંધમાં વડી સરકાર પ્રત્યે અમે ઉપકારની લાગણી દર્શાવીએ છીએ. અને દિગમ્બરી ભાઈઓએ પિતાની અરજીમાં “વેતામ્બરને અગ્ર હક સ્વીકાર્યા છતાં હમેશને માટે પટે લેવાની ગોઠવણ કરી તેથી અમારી લાગણી દુઃખાવી છે તે સંબંધમાં જે અપીલ નામદાર વડી સરકાર સમક્ષ કરવામાં આવી છે તેને વ્યાજબી ચુકાદે આપવાની કૃપા કરવા અંતઃકરણથી વિનંતિ આ કેન્ફરન્સ
આ કરાવની નકલ વડી સરકારને તારથી મોકલી આપવી.