________________
૧૯૦૮ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરાવે.
[ ૧૫૭
ઠરાવ ૧૬ મે.
( પ્રમુખ તરફથી ) , દરેક ધાર્મિક ખાતાના હિસાબે ચોખ્ખા રહે અને તેમાં વહીવટ સંબંધી ગેરસમજુતી થવાનો સંભવ દુર થઈ વિશ્વાસ બેસે, જેથી આવક પણ વૃધ્ધિ પામે. માટે હિસાબો તૈયાર રાખવાની, સરવૈયા કઢાવવાની, તે જેવા માગે ત્યારે બતાવવાની અને દર વર્ષે છપાવી પ્રગટ કરવાની આ કેન્ફરન્સ જરૂર ધારે છે તેમજ આ ખાતા તરફથી નીમાયેલા હિસાબ તપાસવા આવનારાઓને તે બતાવવાને આ કોન્ફરન્સ ખાસ આગ્રહ કરે છે અને તે કામમાં બનતી મદદ આપવા માટે દરેક બંધુનું ધ્યાન ખેંચે છે, તેમજ આ ઠરાવને સર્વત્ર ત્વતિ અમલ થઈ ધર્માદા દ્રવ્યને પૂર્ણ રક્ષણ મળીને ધારેલ ઉદેશ પાર પડે તે માટે સિાથી પહેલો દાખલો બેસાડવા શ્રી સંઘના નામે વહીવટ કરતી આપણી ધાર્મિક જાહેર સંસ્થાઓના હીસાબે જેમ બને તેમ છપાવી પ્રગટ કરવા આ કેન્ફરન્સ તેવી સંસ્થાઓના વહીવટકર્તાઓ પ્રત્યે આ. ગ્રહપૂર્વક ભલામણ કરે છે.
- જે જે ખાતાઓએ રાજી ખુશીથી તુરત પોતાના હિસાબો તપાસાવ્યા છે કે પ્રગટ કર્યા છે તેઓને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે.
આ સંબંધમાં ગયા વર્ષે નીમેલી કમીટીએ જે રિપોર્ટ રજુ કીધે છે તે આ કોન્ફરન્સ બહાલ રાખે છે, અને તે પ્રમાણે વર્તવા રિપોર્ટની એક કોપી શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવા આ કોન્ફરસ ઠરાવ કરે છે.
ઠરાવ ૧૭. કોન્ફરન્સ મારફતનાં કેળવણી ખાતાને ખર્ચ તેમજ બીજા ખચી ચલાવવાને માટે એમ ઠરાવવામાં આવે છે કે પરણેલા અથવા કમાતા દરેક સ્ત્રી પુરૂ સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના અને વધારે પિતાની ઈચ્છાનુ. સાર રકમ દર વર્ષે આપવી. આ સંબંધની વિષેશ યોજના જુદી તૈયાર કરેલી મંજુર કરવામાં આવી છે, તે અનુસાર અમલ કરે.
ઠરાવ ૧૮ મે.
(પ્રમુખ તરફથી) કેન્ફરન્સનું બંધારણ,
જનરલ સેક્રેટરીએ. મુંબઈ- ઝવેરી કલ્યાણચંદ શેભાગ્યચંદ. અહમદાવાદ રા બ૦ શેઠ બાલાભાઈ મંછારામ બી. એ.