SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] કેન્ફરન્સમાં પસાર થએલા ઠરા. [ ૧૫૫ ઠરાવ ૧૨ મે, ( જીવદયા. ) જૈન ધર્મનું એક મહાન વાક્ય “અહિંસા પરમ ધર્મ” એ શબ્દને સાર્થક કરવા માટે, [ 1 ] પ્રાણીઓની હિંસાથી ઉત્પન્ન થતી વસ્તુઓ નહીં વાપરવા, (૨) યથાશકિત હિંસક કાર્યો અટકાવવા, (૩] પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા, (૪) ધર્મને નામે થતે પશુવધ બંધ કરાવવા, (૫) પાંજરાપોળ જેવી સંસ્થાઓને ઉતેજન આપી સુધારવા, (૬) મેટી દ્રવ્યસંગ્રહવાળી તથા મોટી આવકવાળી પાંજરાપોળના ફંડમાંથી નાની, નહિ નભી શકે તેવી પાંજરાપોળને મદદ આપવા માટે તે કોમના હરેક કાર્યવાહકને આ કોન્ફરન્સ આગ્રડ કરે છે. આ સંબંધમાં પિતાના રાજ્યમાં થતે પ્રાણવધ અટકાવ પણ ઘણા રાજકર્તાઓએ ચાલુ રાખે છે તેથી તેઓ સાહેબનો તથા ચાલુ વર્ષમાં નવા ઠરાવ કરનારા સરવણ કોઠારીઆ, છોટાઉદેપુર, વરસોડા, સુંથલીયા, જસદગુ, કચ્છ લાયા, વાંસદા, દીનાપુર, લીંબડી વિગેરેના નામદાર મદુરાજાઓને આ કોનફરસ આભાર માને છે. તેમજ માંસાહારી પ્રજામાં હિંસા પ્રતિબંધ કરવા સંબંધી ભાષણ આ. પનાર ઉપદેશક નીમવાની પણ જરૂર ધારે છે. ઠરાવ ૧૩ મે. (જૈન બેંક) , આપણી વ્યાપારિક ઉન્નતિ અર્થે અને જૈન ધર્માદા ફડે તેમજ વિધવાઓ વિગે. તેના નિર્વાહની રકમ યોગ્ય સંરક્ષણમાં રહી તે રકમ એગ્ય રીતે વૃદ્ધિ પામે તે માટે જૈન આગેવાને તથા બાહેશ નરોની સંપૂર્ણ દેખરેખ નીચે ચાલતી એક જૈન બેંક સ્થાપન કરવાને આ કેનફરા આગ્રહ કરે છે અને તેને સત્વર વ્યવડાર રૂપમાં મુકવા માટે મોટા શહેરોના ધનાઢયેનું આ કોનફરનેર ખાસ ધ્યાન ખેંચે છે. ઠરાવ ૧૪ . ' સ્વદેશી સ્વદેશ અને વિકેમની ઉન્નતિ તથા આબાદીસંબંધી. આપણે સમસ્ત હિંદદેશ બીજા દેશો કરતાં લાંબો વખત થયાં ઉદ્યોગ હુરાદિ સાહસ તેમજ કળાકૅશલ્યતામાં પછાત પડતે જાય છે અને તેમ થવાથી
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy