________________
૧૪૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન
છે. બહેન મીઠાબાઈએ પુનાના સ્ત્રી વર્ગ ઉપર ઉપકાર કર્યો તેના બદલામાં પુનાના સ્ત્રીવર્ગ તરફથી તેમને જે માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તે એગ્ય જ હતું. તેઓએ પુનાથી છુટા પડતી વખતે જે ઉત્તમ ભાષણ ઝવેરી મેતીચંદ ભગવાનદાસની ધર્મશાળામાં આપ્યું હતું તે એવું તે બોધદાયક હતું કે સર્વે સ્ત્રી પુરૂષોના મન ઉપર સારી છાપ પડી હતી. અને એક વિદુષી બાઈ ! સારૂં કરી શકે છે તેને ખ્યાલ સર્વે લોકોના મનમાં ઉત્પન્ન થયો હતે. સૈ. મીઠાબાઈએ પુનામાં મહિલા સમાજ સ્થાપવામાં આગ્રહ કર્યો છે, અને સ્ટેશન ઉપર તેઓએ વચન આપ્યું છે કે હું મુંબઈમાં રહીશ ત્યાં સુધી દર મહીને એક વાર પુને આવીશ. પરંતુ તે દરમિયાન પુનામાં મહિલા સમાજ સ્થાપવી, અને દર પખવાડીએ ભાષણે અપાવવા જોઈએ. બહેન મીઠાંબાઈએ ઉપરોકત વચન આપી જે આતમભેગ આપે છે તેને માટે ધન્યવાદ ઘટે છે. અમે આશા રાખીએ છીએ કે બહેન મીઠાંબાઈ જેવી સ્ત્રીવતાઓ જે ગામે ગામ ફરે તે આપણે સ્ત્રી સમાજ ટુંક સમયમાં સુધરી જાય એ નિઃસંદેહ વાત છે, અને અમે ઈચ્છીએ છીએ કે બહેન મીઠાબાઈ સ્ત્રી વકતા એ તૈયાર કરવા જરૂર પ્રયાસ કરશે. બહેન મીઠાબાઈ એ વળી સ્ત્રી શિક્ષક તૈયાર કરવા માટે રૂ. ૧૦૦૦) ની સખાવત કરી જે દાખલો બેસાડે છે તે ઘણેજ પ્રશંસાપાત્ર છે. જો કે સ્ત્રી શિક્ષકો તૈયાર કરવા માટે આ રકમ બહુ જ નાની છે પરંતુ તે નાની રકમથી પણ તેમણે જે આરંભ કર્યો છે તેને માટે અમે અભિનંદન આપીએ છીએ.
આ મહિલા પરિષદમાં બીજા વકતા તરીકે ઝવેરી ચુનીલાલ પનાલાલના દીકરી બહેન તારાબાઈનું ભાષણ પણ ઊંચ વિચારદર્શક તેમજ ઘણું બધદાયક હતું. આ બહેન પણ ધર્મનું સારું જ્ઞાન ધરાવે છે. તેમજ કેળવાયેલી છે. હાની વયમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી તેઓએ પિતાનું જીવન વિદ્યાભ્યાસમાં જ ગાળ વા નિશ્ચય કર્યો હોય એમ જણાય છે.
ત્રીજી વકતા તરીકે બહેન વહાલી વીરચંદ ગણી શકાય. આ બહેનના પ્રયાયાસથીજ પુના પરિષદને જય મળે છે. તેમણે પરિષને નિયમસર કરવામાં સારે ઉદ્યમ કર્યો હતો. તેઓનાં ભાષણે પણ સારાં હતાં.
અમે આ તકે એક સૂચના કરવા માગીએ છીએ કે આપણું કામમાં એક વિધવાશ્રમની ઘણી આવશ્યકતા છે. અને જે તે વિધવાશ્રમ ખોલવા માટે આ ઉપરોક્ત ત્રણે બહેને પ્રયાસ કરશે તે જરૂર તેઓને પ્રયાસ સફળ થશે. વિધવાશ્રમ માટે નમુને જે હોય તે અમે પુનાથી ચાર માઈલ રહેલું કને વિધવાશ્રમ રજુ કરીશું. આ વિધવાશ્રમ સંબંધી વધારે અમે હવે પછી લખીશું પરંતુ આ સ્થળે તે માત્ર આટલી સુચનાજ કરી વિરમીએ છીએ.