SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] પ્રાસંગિક નોંધ: [ ૧૪૭ અને આ વખતથી આ કુટુંબની જાહોજલાલીની શરૂઆત થઈ. શેઠ જીતમલઅને વાલીઅરના મહારાજા સાહેબ સાથે સંબંધ દિનપ્રતિદિન વધતે ગયે. તેમ તેમ શેઠજી જીતમલજીને વધારે માન મળતું ગયું. આપણું સાતમી કેન્ફરન્સના પ્રમુખ શેઠ તનમલજી યા શેઠ જીતમલજીના મોટા પુત્ર છે. તેમને જન્મ સંવત ૧૯૧૧ ના આશે વદી ૧૧ ના રોજ ખીચુનમાં થયું હતું. તેઓની તરફ બાળલગ્નને પ્રચાર વિશેષ હોવાથી તેઓ ૧૨ વર્ષની નાની ઉમરે પરણ્યા હતા. તથા પહેલી પત્નીને પુત્ર ન થવાના કારણથી તેમના પિતાશ્રીની આજ્ઞાથી સંવત ૧૯૩૮ માં બીજીવાર પરણ્યા હતા. આ બીજી પત્નિથી તેઓને હાલ એક પુત્ર કુંવર બાગમલજી તથા પુત્રી જાનકુંવરબાઈ છે. શેઠ જીતમલજી તથા શેઠ નથમલજીએ ઘણાં ઘણાં ધર્મનાં કાર્યો કરેલાં છે. પ્રમુખ સાહેબ બીજા રાજારજવાડાઓ સાથે પણ સારે સંબંધ ધરાવે છે. કેટલીક ધર્મશાળાઓ તથા કેટલાંક મંદિર બંધાવેલાં છે, શ્રી શિખરજી તથા શ્રી સિદ્ધાચળજીના સંઘે કાઢેલ છે અને પિતાના ધનને સદ્વ્યય કરેલ છે. મુંબઈ કોન્ફરન્સ વખતે તેઓ સાહેબે કેન્ફરન્સ ફંડમાં રૂ. ૪૦૦૦) ભરેલા હતા આ પૂના કેન્ફરન્સ વખતે માત્ર રૂ. ૨૦૦૦) ભરેલા છે. - તેમના પુત્ર શેઠ બાગમલજી કેળવાએલા તેમજ ઉત્સાહી યુવાન છે અને આશા છે કે આ વખતે તેઓ કેન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી :નીમાએલ હોવાથી પિતાની જેમ કામ પ્રત્યેની પિતાની ફરજ બજાવશે. વિશેષમાં હિંદુસ્તાનના સકળ સંઘે આપેલ માનને પ્રમુખ સાહેબ ચિરકાળ યાદ રાખી અંતઃકરણમાં સ્થિર રહેલી જૈન કેમ પ્રત્યેની સ્વલાગણીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરશે એમ અમે ઈચ્છીએ છીએ. - આ વખતની મહિલા પરિષદ બરાબર નિયમસર ભરાઈ હતી. પ્રમુખપદે શેઠ મેઘજી ખેતસીના પત્નિ સિ. મીઠાબાઈ બરાજ્યા શ્રી મહિલા પરિષદ. હતા. પ્રમુખ સુશિક્ષિત હોવાથી આ વખતની પરિષદને જબરી ફતેહ મળી છે. બહેન મીઠાબાઈ સંસ્કૃત જ્ઞાન સારૂં ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ એક વક્તા છે. તેમજ સાદા અને મિલનસારી હોવાથી તેમજ ગૃહિણના સર્વ ગુણને વાસ તેઓમાં વસતે હેવાથી તેઓને પ્રમુખસ્થાન આપવામાં પૂનાની સ્ત્રી સમાજે દૂરંદેશી વાપરેલી છે. પ્રમુખના ભાષણે સ્ત્રી રોતાવર્ગ ઉપર કેટલી ઉંડી અસર કરેલી છે તેને માટે જેટલાં વખાણ કરીએ તેટલાં ડાં છે. સર્વે સ્ત્રીઓએ એક ચિતેથી તેઓ ભાષણ સાંભળ્યું હતું, અને આવા વિદુષી પ્રમુખ પ્રાપ્ત થયા તે માટે મગરૂબ થતી હતી. ખરેખર નાયક સર્વ ગુણ સંપન્ન હોય તે તે નાયકનું ટેળું સુધરે
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy