SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનીતિ કેળવણી. જંદગીની દરેક અવસ્થા તથા સંબંધમાં સ્વસ્થ અને સુદઢ જીવન અખલિતપણે ગાળવાને પ્રયત્ન કરે એનું નામ ધર્મ છે.” આ ઐકયતાને સિદ્ધ કરવાનું શક્ય કરવું એજ તેની (ક્રોબેલની) કેળવણીની પદ્ધતિનું સર્વ વ્યાપી અને સર્વ પરિગ્રાહી લક્ષ્ય છે. - ક્રોબેલ માનતો કે ઉત્ક્રાંતિવાદના સર્વમાન્ય નિયમાનુસાર મનુષ્ય વર્ધમાનપણે આત્મવિકાશ કરતાં પરમાત્મ સ્વરૂપ થઈ શકે: દરેક બાળકના સ્વભાવમાં દૈવી પ્રકૃતિનો એક અંશ હોય છે જે અંશને પુષ્ટ કરવો જોઈએ અને જેની પરમાત્મા સાથે અિક્ષતા કરાવવી જોઈએ; બાળકમાં રહેલ ઉત્તમ અંશેની વૃદ્ધિ અર્થે જે તે યોગ્ય સ્થિતિમાં મૂકાયેલ હોય તે બાલ્યાવસ્થામાં તેનું સ્વાભાવિક વલણ સત્ય તરફ હોય છે; બાળકની ઉચ્ચગ્રાહિ વૃતિઓને તે જે ક્ષણથી પ્રથમ સંસ્કાર ગ્રહણ કરવા માંડે તે જ ક્ષણથી ખીલવવી જોઇએ કે જેથી તેની વર્તનમાં ઈધિય વાસનાઓની વૃદ્ધિ થતી અટકે; શિક્ષણ તો જન્મથીજ શરૂ થવું જોઈએ પણ તે બાળકની સ્વાભાવિક ઈચ્છાઓની આડે કદી પણ આવવું જોઈએ નહિ; સંપૂર્ણ વિકાસ માત્ર એકજ વાસ્તવિક સ્થિતિમાં થઈ શકે તેમ છે અને તે સ્વાતંત્ર્ય છે; દબાણ સંકુચિત કરે છે અને સદાચરણ પ્રત્યે લલચાવા માટે ઇનામ આપવાની રીતિ પતિત કરે છે; કર્તવ્યનિષ્ટતા અથવા ધાર્મિકવેગ વર્તન ઘડાવામાં અગત્યનો તત્ત્વ છે; ખીલવણીની દરેક સ્થિતિમાં નીતિની કેળવણી આપવી જોઈએ કે જેથી કરીને તેની પછવાડેની સ્થિતિમાં તે સ્થિતિ (આશ્રમ)ને ગ્ય અભિવૃદ્ધિને પહોંચી શકાય. બાળકના વિકાસના કોઈ પણ સમયે તત પશ્ચાતના કોઈપણ સમયને યોગ્ય નીતિ શિક્ષણ અથવા સદ્વર્તનના નિયમે તેને આપવાને પ્રયત્ન કરવો તે એક ગંભીર ભૂલ છે; શુદ્ધ કટુમ્બિક જીવનના અનુભવથી પ્રત્યક્ષ જણાય છે કે ધાર્મિક અભ્યદયના પહેલા અંકુરે સામાજિક જીવન, પ્રેમ, ભક્તિ, પિત, માતૃ અને ભ્રાતૃ પ્રત્યેના સંબં, અને શુદ્ધ જીવનમાં રહેલા છે; સંવદ્ધ માન ઉચ્ચત્તર જીવનની નિષનિરૂપ પરમાત્માને બાળકને સાંકેતિક રીતે સાક્ષાતકાર કરાવનાર કુદરત છે; ગણપણે રહેલ યા વિમાર્ગે પ્રવૃત્ત થએલ શુભ વૃત્તિમાંથી બાળકની કૃતિમાં અશુભ પરિણમે છે; ધમને કોઇપણ જાતના ત્રાસ સાથે સંબંધ જેવો ન જોઈએ; બાળકના ધાર્મિક અનુભવો આનંદ અને સુખ ઉપજાવનાર લેવા જોઈએ; ઈશ્વરને એક પ્રેમાળ પિતા તરીકે પ્રદરિત કરવું જોઈએ? અમૂક રીતે વર્તવામાં તેની વૃતિ ખોટી હતી એવી પ્રતીતિ બાળકને તેની પ્રથમાવસ્થામાં કરાવવી જોઈએ બાળકની જીંદગી શુષ્ક ક્રિયા અને દાંભિક પ્રવૃતિથી મુક્ત રાખવી જોઈએ; અમૂક મતની માનીનતાઓનું જ્ઞાન ત્યાં સુધી એવા શબઠારા કરાવવું ન જોઈએ કે જ્યાં સુધી તે શબ્દોને ભાવાર્થ તથા રહસ્યાર્થ સમજી શકે તેવો અનુભવ બાળકને થયેલ ન હોય; મૃત સદગુણોની ખાખરૂપ અર્થરહિત સૂત્રોથી બાળકનું મન ભરવું ન જોઈએ; બાળકનુ વાવ તે બાળકનું દેવત્વ છે; અને તે વ્યક્તિત્વને વિકાસ કરવો એજ ગ્રેડ તથા શાળાનું મહાન કર્તવ્ય છે. પરમાત્મા અને મનુષ્યની સંપૂર્ણ અક્યતાના મૂળ તરીકે તે વ્યકિતત્વ (આત્મત્વ) ને સંપૂર્ણ બનાવવું જોઈએ; આત્મપ્રવૃતિ (સ્વાતિ) એજ નૈતિક તેમજ માનસિક વિકાસની રીતિ છે; સદવર્તન શ્રદ્ધા પ્રદર્શિત કરે છે એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ પણ કરે છે. એક સંપૂર્ણ વસ્તુ તરીકે અગર મત અને સિદ્ધાતોના બુદ્ધિપૂર્વક સ્વિકારથી ધર્મ માણસની જંદગીમાં ઉતારી શકાય જ નહિ; પણ જેમાં ભાતભવ, સંપ, પ્રેમ, જીવન, નિયમ, સન્માન, કૃતજ્ઞતા, આનંદ, ત્યાગવૃતિ, નિઃસ્વાર્થતા, સ્વતંત્રતા અને ઉત્પાદક પ્રવૃતિ મૂળ રૂપે રહેલાં છે એવી લાગણી તથા વિચારની સંવદ્ધમાન સમ્પત્તિ રૂપ ધર્મ હોવો જોઈએ.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy