SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] - જૈન કોન્ફરન્સ હેરલ્ડ. વડનગર તા. ૧૦-૩-૦૮ ત્રણ દિવસ લગી ભાષણ આપ્યું. મહંત શંભુગરજીના - રૂબરૂ નીચે પ્રમાણેના ઠરાવો કરવામાં આવ્યા – : '૧ પરદેશી ખાંડ કોઈએ વાપરવી નહી, વાપરે તે ગુનેગાર થાય. . ૨ જીવ હિંસા કોઈ કરે નહીં ને કોઈ અન્ય ધર્મી જીવ હિંસા કરે તે તેના રૂા ૨૫ થી ૫૧) લગીને દંડ મહંત શંભુગરજી કરે. ફતેપુર તા. ૨૬-૩-૧૯૦૮ નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા૧ લગ્નપ્રસંગે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે કોઈએ લેવો નહીં. ૨ મરણ પામેલા માણસનું પાથરણુ સાત દિવસથી વધારે રાખવું નહીં. ૩ હોળી પ્રગટાવવી નહીં. ૪ પરદેશી ખાંડ વાપરવી નહીં, ટીનનાં વાસણ, કચકડાની ચીજે વગેરે વાપરવું નહીં. ૫ જેને ઘેર મરણ થાય તેના_મોહલાની હદ સુધી બૈરાંઓએ જવું તેમ બજારમાં કે રસ્તામાં કરવું નહીં, સાત દિવસ લગી બે ટંક અને પછી ૧ ટંક બૈરાંઓએ છે. વાળ, મહીના પછી તદન બંધ કરવો. ૬ પાણીનાં બેડાં ઉઘાડાં લાવવાં નહીં. ૭ ભરણ પછવાડે કાણે આવનાર પાંચ ગાઉ લગીનાને ૧ ટંક, ૧૧ ગાઉ સુધીનાને બે ટંક ૧૫ ગાઉ સુધીનાને ૩ ટંક અને તે ઉપરાંત છેટવાલાને ૪ ટંકથી વધારે રાખવાં નહીં. ' ૮ શીતળા સાતમ ઉપર ચૂલા ઠારવા નહીં, છાણ વિણવા જવું નહીં. મોળાકતમાં કુટવાને રીવાજ બંધ છે. ધામા તાબે ઝીંઝુવાડા તા. ૨૭–૩–૧૦૮ નીચે પ્રમાણે ઠરાવ થયા હતા – ૧ લગ્ન વખતે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે લે નહીં. ૨ મરણ પામેલા માણસનું પાથરણું ૭ દિવસથી વધારે રાખવું નહીં. ૩ પૂજન દીવો ચંદ્ર પચતો હોય તે પ્રમાણે કરે. ૪ હેળીનું પર્વ કરવું નહી, તેમ માનવું નહીં. ૫ ટીનના વાસણ, કચકડાની ચીજો અને બંગડીઓ વાપરવી નહીં. ૬ રેવાકુટવાના તથા કાણે આવનારાને રાખવા સંબંધમાં ફતેહપુરના સંઘે કરેલા ઠરાવ પ્રમાણે ઠરાવ થયા છે. ઉપદેશક અમથાલાલ જેઠાલાલે સુરતમાં કરેલાં ભાષણથી થએલા ઠર નીચે પ્રમાણે – તા. ૧૨-૩-૪ કાદરશાની નાળ પાસે પંજાવા મેહલામાં કબીર ધર્મવાળાની સભા ભરી તેમાં ૩૦૦ માણસે હતા તેમણે દારૂ તથા તાડી અને માંસની પ્રતિજ્ઞા લીધી. તા. ૧૩-૩-૮ સગરામપરામાં છાપરાવાળા અંતે ૧૦૦૦ ની સંખ્યામાં મળ્યા હતા તેમણે દારૂ, માંસ, તાડી, નહીં વાપરવા ઠરાવ કર્યો. તા. ૧૪-૩-૦૮ રામપુરા, જીવણદાસના મેહેલાવાળાએ દારૂ, માંસ, તથા તાડી નહીં પીવા ઠરાવ કીધો છે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy