________________
૧૦૦૮ ] ઉપદેશક પ્રવાસ
[ ૧૩૨ કેન્ફરન્સના ઉપદેશક ત્રિભુવન જાદવજીને ગુજરાત પ્રવાસ,
ખેડામાં થએલો સં૫–ખેડામાં હાલ ત્રણ તડે છે. તે ખેડાના સબ જજ મી. ડાહ્યાભાઈ રતનચંદ તથા ઉપદેશક મી. ત્રિભુવનદાસ જાદવજીના ઉપદેશથી એકત્ર થયાં છે. ત્રણે તડની મીલકત ભેગી કરીને ટ્રસ્ટીઓ મારફત વહીવટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યું છે. વળી ઉપદેશકના ભાષણથી કેટલીક બાઈઓએ પાંચમ, આઠમ, ચદશના દિવસોમાં રડવા કુટવાની, બજારમાં છાજી લેવાની, તથા સવારમાં છેડે વાળવાની બાધાઓ લીધી હતી.
તા. ૨૩–૪–૦૮. માતર–અહીં ભાષણ આપી નીચે પ્રમાણે ઠરાવો કરાવ્યા છે:–
૧ સુકૃત ભંડાર ઉઘરાવવો. ૨ હાનિકારક રીવાજો અટકાવવા... ૩ હિસાબો ચોખ્ખા રાખવા. અહિંસા સંબંધી ભાષણ પણ અન્ય ધર્મીઓ સમક્ષ આ ઉપદેશકે આ હતાં. કેન્ફરન્સના ઉપદેશક વાડીલાલ સાંકળચંદને ગુજરાત પ્રવાસ, મુ. માંડળ–તા. ૧-૩-૦૮. ભાષણકારા કરેલા ઉપદેશથી થએલા કરા
૧ લગ્ન પ્રસંગે ૬૦-૬૫ લાતીને ચુડો થતો હતો તેને બદલે ૩૦ લાતીથી વધારે કરાવવો નહીં.
૨ હોળીના દિવસમાં કોઈએ ધુળ ઉડાડવી નહીં તેમ બીભત્સ શબ્દ બોલવા નહીં. તેને ભંગ કરનારનો એક આનો દંડ કરવો. આવી રીતે દંડ પણ આ વર્ષે વસુલ થયા છે. આ ઉપદેશથી બ્રાહ્મણેએ ધુળ નાખનારની પાસેથી રૂ. સવાપાંચ લેવા અને કેળી કે એ ધુળ નાખનાર પાસેથી રૂ. ૧ સવા લેવા ઠરાવ કર્યો છે.
૩ કાણે આવનાર માણસને ૨ ટંક અને છેટેથી આવનારને ૩ ટકથી વધારે રાખવાં નહીં.
૪ મરણ પ્રસંગે ઘર આગળ તથા ઘરના ચોક સિવાય સ્ત્રીઓએ રડવા કુટવાનું બંધ રાખવું.
૫ મરી ગએલ માણસનું તેજ દિવસે ઉઠમણ કરવું અને સાત દિવસથી વધારે પાથરણું રાખવું નહી.
૬ કારતક સુદી ૨ ના દિવસે નળીયાં ઉઘાડવાને કુરીવાજ બંધ કરે. દસાડા તા. ૮-૩-૦૯ નીચે લખ્યા પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા. ૧ હેળીના દિવસોમાં ધૂળ ઉડાડવી નહીં, તેમ બૈરાંઓએ પાણું નાખવું નહીં.
લગ્નપ્રસંગે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે લેવો નહીં. ૩ ટીનનાં વાસણ વાપરવા નહીં, બંગડીઓ તથા પિલકાં બૈરાંઓએ પહેરવાં નહીં.
૪ કાણે આવનાર અગીઆર ગાઉની અંદરનાને બે ટંકથી વધારે રાખવાં નહીં, અને વધારે છે.વાળાને ૩ ટંક ઉપર રાખવા નહીં. - ૫ બિરાઓએ બજારમાં ઉઘાડી છાતી મૂકી ફરવું નહીં. ફક્ત મરણ હેય ત્યાં રેવું.