________________
૧૩૦ 1.
ન કેન્ફરન્સ હેરલ્ડ..
ઉપદેશક પ્રવાસ.
-
--
કેન્ફરન્સના ઉપદેશક ત્રિભુવન જાદવજીને કાઠીયાવાડને પ્રવાસ * તા. ૮-૮-૧૦ માટે માર્ચ સને ૧૮૦ નાના ભમોદરા ખાતે ત્રણ દિવસ ભાષણ આપી નીચે લખ્યા ઠરાવ કરવામાં આવ્યા હતા –
૧ કન્યાવિક્રય અટકાવવા દરેક જ્ઞાતિએ હરાવ કરવા.
૨ બઈરાંઓએ ફટાણાં ગાવાં નહીં, તથા બજારમાં છાજીયા લેવાં નહીં અને બંગડી - એ પહેરવી નહીં.
૩ શ્રાવકોએ સુકૃત ભંડારને લાગે આપવો.
૪ ભરવાડોને હુકમ કરવામાં આવ્યો કે બેકડાં બચ્ચાં સીમમાં નાખી દેવાં નહી પણ ચાર માસમાં કરી પાંજરાપોળમાં મુકવાં, વિરૂદ્ધ વર્તનારને વ્યવહાર બંધ કરવા ગામ કોએ ઠરાવ કર્યો.
૫ લગ્ન જૈન વિધિ પ્રમાણે કરવાં.
તા. ૧૫-૩-૧૯૦૮ જુના સાવર–બે દિવસ જૈન કેમની સભાઓ ભરી, એક દિવસ સઘળી કેમની મીટીંગ બોલાવી હિંસક ચીજો નહીં વાપરવા તેમજ બોકડાનાં બચ્ચાંને સંભાળપૂર્વક ઉછેરવા માટે ઉપદેશ કર્યો.
તા. ૧૮-૩-૧૯૦૮ કાંકરા, ભોરીંગડા તથા કુતીયાણું એ ગામોમાં સભાઓ ભરી નીચે પ્રમાણે કરો કરાવ્યા છે.
૧ બરાઓએ ફટાણું નહીં ગાવાં. બજારમાં છાછ ન લેવાં.
૨ દારૂખાનું ફેડવું નહી. ( ૩ હિંસક ચીજો જેવી કે કચકડાની, ચામડાનાં પુંઠાં, ટીનનાં વાસણ વિગેરે નહીં વાપરવાં.
૪ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાં. ૫ બેકડાંના બચ્ચાને સારી રીતે ઉછેરવાં. તા. ૮-૪–૧૦૦૮ ઘેટી (પાલીતાણુ પાસે.) ભાષણકારા ઠરાવ કર્યા. ૧ જેનેએ સુકૃત ભંડારનો અમલ કરવો. ૨ હાનિકારક રીવાજો અટકાવવા. ૩ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાં.
૪ લગ્નમાં દારૂખાનું ફેવું નહીં, તેમ બૈરાંઓએ ફટાણું ગાવાં નહીં. - ૫ બેકડાનાં બચ્ચાં ચાર માસનાં થતાં લગી ઉછેરવાં પછી પાંજરાપોળમાં મૂકવાં. તેમાં કસુર કરનારને જ્ઞાતિ વ્યવહાર બંધ કરવા ભરવાડ લેકએ ઠરાવ કર્યો.
૧૬ નવી જૈન કન્યાશાળા સ્થાપી.