________________
૧૮૦૯ ]
પરિશિહ.
૧૨૭
ભરતેશ્વર બાહુબળી રાસ.
શ્રી તેજવર્ધન (જુની ગુજરાતી) રહણિયા ચંદ્ર રાસ.
શ્રી દેપાળ (જુની ગુજરાતી) નયચક્ર (ગુજરાતી)
પં. હેમરાજજી. મરહુમ શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથ શ્રી પ્રબંધ ચિંતામણિના ભાષાંતર અંગે પ્રથમ સગમાં લખે છે, કે ગુજરાતમાં પહેલે હેાટે રાજા ગુર્જરજાતમાં વનરાજ થયે; તે જૈન હતું, તેથી સ્વાભાવિક રીતે જૈન મતને નહિ માનનારા આ રાજ્યની વિશેષ કારકીદી જણાવતા નથી, ઈત્યાદિ.
પ્રાચીન કાવ્યમાળાના અંક ૩૫ માની પ્રસ્તાવનામાં મરહુમ દિ. બા. મણિભાઈ જશભાઈ, દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ M. A. L L. B શેઠ જમશેદજી અરદેશર દલાલ M. A. L L. B, રા. સા. પીતાંબર જેઠાભાઈ, રા. સા. હરગોવિંદદાસ દ્વારકાંદા સ, અને શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર જણાવે છે કે – આ “ગુજરાતી પ્રાચીન કાવ્યમાળામાં અત્યાર સુધીમાં જે જે કાવ્ય પ્રગટ થયાં છે, તેના કરતાં આ (શીલવતીને રાસ) કાંઈ જુદી તરેહને ગ્રંથ છે. અત્યાર સુધી પ્રગટ કરેલાં પુસ્તકોમાં જૈન ગ્રંથ એકે આવ્યું નથી.”
“જૈન કવિએ ગુજરાતી ભાષામાં પુષ્કળ ગ્રંથ લખેલા છે. ધર્મને કારણે કે ભાષા જુદી હોવાના કારણે અન્ય ધમીઓમાં આવા ગ્રંથ પ્રસાર નથી પામ્યા; પણ એ ગ્રંથે ઘણી રીતે ઉપયોગી હોવાથી અમે શીલવતીને રાસ પ્રાચીન કાવ્યમાળામાં દાખલ કરેલ છે. ”
“આ ગ્રંથમાં કેટલાક શબ્દ એવા જોવામાં આવે છે, કે જે હાલમાં ગુજરાતી ભાષામાં વપરાતા નથીઃ-અડું, ઈભ્ય, ઉમાહ્યો, વિટલ, પરઘલ, ઈહ, જપે, વિખાસ, આખિયું, અ છે, ગુહિર, પટકેરા, ઈત્યાદિ.”
એકંદર જોતાં આ ગ્રંથમાં ગુજરાતી ભાષાના અભ્યાસિને સારે ખોરાક મળે એમ છે. ગુજરાતી અને સંસ્કૃતનાં મધવત્તિ શબ્દનાં રૂપ એમાંથી પુષ્કળ મળે એમ છે તથા શબ્દોના અપભ્રંશ કેવી રીતે તથા કેવા નિયમથી થાય છે તે એમાંથી જણાય છે. .
આ રાસમાંની કથાઓ ઘણી રસભરી અને મને રંજક હોય છે એમાં તે સંશય નથી. ધર્મને અને સુનીતિને કે ગાઢ સંબંધ છે, તે જૈન કવિયેના લખેલા રાસ ઉપરથી સ્પષ્ટ માલમ પડી આવે છે. ”
– –