________________
૧રર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય જેવા હાનિકારક રીવાજો જેવી રીતે અન્ય
સુધરેલી પ્રજામાં–પિતાને સુધારાની ટોચે પહોંચેલી કહેવરાવતી એક સ્રાની હયાતિ છતાં પ્રજામાં મુદલ દૃષ્ટિગોચર થતા નથી તેવી રીતે એક સ્ત્રી વધુ સ્ત્રી કરવાને જીવતી છતાં વધુ સ્ત્રીઓ કરવાનો રીવાજ પણ તે પ્રજામાં રીવાજ, અસ્તિત્વ ધરાવતા નથી, એટલું જ નહિ પણ તે રીવાજને અનુ
સરનારને ગુન્હેગાર ગણી ફેજદારી કોટમાં ઘસડવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના ફરમાન અનુસાર તે ધર્મને અનુયાયી કોઈ પણ પુરૂષ પિતાની સ્ત્રીની ધ્યાતિ છતાં (તેની સાથે છુટા છેડા કરે–મેળવે નહિ ત્યાં સુધી) બીજી સ્ત્રી કાયદેસર રીતે પરણું શકતો નથી. અનાર્ય પ્રજાને આ ઉચ્ચ ભાવ આપણુ આર્ય પ્રજાને શું અનુકરણીય નથી ?
આ રીવાજના સંબંધમાં તો આપણે એટલી બધી શિથિલતા બતાવતા આવ્યા છીએ કે પહેલા જણાવેલા ત્રણ રીવાજે તરફ ધિક્કાર બતાવનારે વર્ગ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ આ રીવાજ દુર કરવા તરફ-તેના ઉપર અંકુશ મેલવા તરફ આપણું તરફથી જરાપણુ લક્ષ અપાયું નથી. ખાસ કરીને આ રીવાજને વિશેષ પ્રચાર શ્રીમાન પુરૂષોમાં જણાય છે અને તેઓ પ્રાયે કેમના આગેવાન હેવાથી આ રીવાજને નિર્મૂળ કરવા માટે બહાર આવતા નથી. આ રીવાજના પરિશીલનથી તેઓ પિતાને સ્વાર્થ જળવાતે માને છે પરંતુ વસ્તુતઃ તે તે કલેશ રૂપેજ પરિણમે છે.
ઉત્કટ પુત્ર-વાંછના, અણબનાવ, ધનસંચયથી છલકાઈ જતું અભિમાનીપણું ( બેટી ભ્રમણામાં ખેંચાઈ શેઠાઈ પ્રદર્શિત કરવાની ઈચ્છા અને ત૬ અંતર્ગત :રહેલ કામવૃત્તિ). અને જુજ પ્રસંગમાં પરિણિત સ્ત્રીની અગ્યતા વગેરે કારણે આ રીવાજને ઉતેજન આપે છે. વિવાહના વિવેચન પ્રસંગે ઉત્કટ પુત્ર વાંચ્છનાથી થતા લગ્ન સંબંધમાં કંઈ
કહેવાયું છે તે પણ અત્રે જણાવવાની જરૂર છે કે પુરૂષ શરીકન્યા વિક્રય, રમાંજ કંઈ દેખ હોય અને તેને લીધે પુત્ર પ્રાપ્તિ ન થતી
હેય તે વિચાર કરવામાં કેમ નથી આવતો ! કઈ કેસમાં વળી પ્રથમની સ્ત્રીને પણ સંતતિ થતાં કુટુંબમાં જે કલહને, અશાન્તિને-વિરોધને સ્થાન મળે છે તે કેમ ભૂલી જવાય છે ?
પ્રારબ્ધ કર્મનો સિદ્ધાંતને અગ્રસ્થાન આપનાર જૈન પ્રજામાં આવા વિચારે દાખલ થવાજ કેમ પામે છે ? નરક ગતિમાં પડતાં બચાવનાર-મરણ પાછળ શ્રાદ્ધ વગેરે કરનાર પુત્ર યેનકેન પ્રકારેણ હેજ જોઈએ એવી રીતની વૃત્તિ અન્ય ધર્મિઓની માફક જૈન સમુદાયમાં શા માટે રહેવી જોઈએ ? પુત્ર થાઓ-અગર ન થાઓ, સંચિત કરેલ દ્રવ્યને વાર લેનાર પુત્ર નહિ હોય તો તેને પરમાર્થને કામમાં ઘણે સારે ઉપગ થઈ શકશે તેવા વિચારે કેમ સુરતા નથી ?