________________
૧૯૦૯ ]
હાનિકારક રીવાજો.
[૨૧
ભીખારીજ રહે છે. છતાં પણ આવા દુષ્ટ રિવાજને નાબુદ કરવા જોઇએ તેટલા પ્રયાસ થતા નજરે પડતા નથી. કવચિત પ્રયાસ થાય છે તે તે સફળ થતા નથી. આ ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે કન્યાવિક્રય કરનાર ગરીબ-નિરૂદ્યમી હોવાથી ધનપ્રા· પ્તિની લાલસાથી પેાતાની કન્યા વૃદ્ધે તેમજ નાલાયક વરને સમર્પે છે. માટે જે જ્ઞાતિના અગ્રેસરા તરફથી કન્યાવિક્રય નિષેધક ઠરાવ માત્રજ કરી સતાપ પકડવામાં આવે અને ગરીબ નિધમી જ્ઞાતિ બંધુઓનુ દારિદ્ર દૂર કરવા-તેએાને ઉધમે વળગાડવા કાંઇપણ પ્રયાસ કરવામાં ન આવે અને તેને પરિણામે કન્યાવિક્રય તદન તાબુદ ન થાય તે તેથી આપણે અજાયબ થઇશુ નહિ. કન્યાવિક્રય કરનારાઓ તરફ લાંબા વખતથી ગાળાના વર્ષાદ વર્ષાવવામાં આવ્યા છતાં, તે તરફ સખત ધિકકાર બતાવવામા આવ્યા છતાં પણ તેની સ્થિતિ સુધારવાને માટે યોગ્ય પ્રયાસ નહિ આરંભાયાથી ગયા વર્ષમાંજ કાઠીયાવાડના મધ્ય ભાગમાં કન્યા વિક્રયના એ ત્રણ દાખલા નિષ્ઠુર હૃદયને પણ કમકમાટ ઉપજાવે તેવા બન્યા છે. એક કેસમાં કન્યાએ લજ્જા છેડી હીમ્મત બતાવ્યાનું સાંભળવામાં આવ્યું છે, પરંતુ મહાજને તત્સંબંધમાં છેવટે શું ડચા કર્યા તે બણવામાં આવ્યું નથી. આ શ્વેતાં આવા કસાના બનાવાની સખ્યા કાંઇક વધશે ત્યારેજ આગેવાનની આંખ ઉઘડશે.
કન્યા વિક્રયથી થતાં લગ્ના પણ કન્હેડાંનેજ જન્મ આપે છે. આવાં લગ્બામાં પ્રેમનો અંશ સભવતા નથી. પૈસા ખર્ચ પરણનાર પુરૂષ પોતાની પરણેતર સ્ત્રીને એક ખરીદ કરેલી વસ્તુ માને છે. વિષય વાસનાની તૃપ્તિ પુરતેજ તથા ઘરનું કામકાજ કરવા પુરતાજ સંબંધ નીભાવતા વ્હેવામાં આવે છે. પ્રેમમય ભાતની વિશેષતા સ્ફૂરતીજ નથી. દંપતી ધર્મ અન્યા અન્ય પ્રતિના જળવાતા નથી. આ પ્રકારના લગ્નથી વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષના ઘર સ ંસારનું ચિત્ર યથાર્થ રીતે આલેખવાની શકિત આ કલમ ધરાવતી નથી એટલે આટલાથીજ વિરમવું પડે છે.
જે જ્ઞાતિ નાની હોય છે, જ્ઞાતિ મ્હોટી હોય છતાં એક યા બી^ વિચારે જુદા જુદા ઘોળ કરી કન્યાના આપલે કરવાનુ ક્ષેત્ર વિસ્તીર્ણ રાખવામાં આવતું નથી, એકજ જ્ઞાતિના પુરૂષો ધર્મના ભેદથી, અગર સ્થાનભેદથી અગર માની લીધેલી ઉચ્ચ નીચતાના ભેદથી કન્યા વ્યવહારની હદ બાંધી દે છે, અને તેને લીધે જ્યાં કન્યાની અછત હોય છે ત્યાં કેટલેક અંશે અછતના કારણથી કન્યાવિક્રય કરવામાં આવે છે. તેવા કેસામાં કાંઇક જુદાજ ધારણથી કન્યા વિક્રયને અટકાવ કરી શકાશે. રાટી વ્યવહાર ત્યાં ભેટી વ્યવહાર એ પ્રતિપાદન કરવાનુ અગર નિણૅય કરવાનું આ સ્થળ નથી, પરંતુ તેવા કાઇ સુત્રને અવલબાને કન્યા વ્યવહાર કરવાનુ ક્ષેત્ર વિસ્તીર્ણ કરવાથીજ આ સવાલના યેાગ્ય ફડચા થઇ શકશે. ક્ષેત્ર વિશાળ થતાં પસંદગીનુ ધારણ પણ ઉચ્ચતર થશે. કન્યા વિક્રયના જેટલા વર વિકયના રીવાજ-સાથી વધારે પુરતના પૈસા આપનાર માણસની કન્યા લેવાને રીવાજ પણ અનિષ્ટ અને નાબુદ કરવા યેાગ્ય છે
જ્ઞાતિના અગ્રેસરાએ કન્યાવિક્રય નિષેધક ઠરાવ કરી તેમાં ભાગ લેનાર, મદદ કરનાર અને કન્યા વિક્રયના રીવાજતે ઉત્તેજન આપનારને સખત શિક્ષા કરવાને ડરાવ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.